Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાળકીનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાશે:લોકોના ટોળા એકઠા થયાં, અમદાવાદમાં ઢોસાનું ખીરું ખાધા બાદ બે બાળકીના મોતનો મામલો

    2 days ago

    અમદાવાદના ચાંદખેડામાં ઢોસાના ખીરુના કારણે બે બાળકીના મોત થયા હતા. અઢી માસની બાળકીનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. FSLની ટીમ સાથે રાખીને બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવશે. પરિવારે બાળકીના મોત બાદ મૃતદેહની અંતિમ વિધિ કરી હતી. બંને બાળકીના શકાસ્પદ મોત મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. 6 એપ્રિલના રોજ અમદાવાદમાં એક રહસ્યમય અને શોકિંગ ઘટના સામે આવી હતી. ચાંદખેડા વિસ્તારમાં તૈયાર ખીરું લાવી તેના ઢોસા બનાવી ખાવાથી બે માસૂમ બાળકીના મોત નિપજ્યાનો પરિવારે આક્ષેપ કર્યો છે. મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ધનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાતા પરિવારની તબિયત લથડી હતી. જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બાળકીના મોત નિપજ્યાં હતા. જ્યારે વિમલ પ્રજાપતિ અને તેમના પત્ની ભાવના પ્રજાપતિ હાલ કેડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ઘટના બહાર આવતાં જ ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુના દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને ખીરાની ક્વોલિટી જાણવા ઘનશ્યામ ડેરી પર FSLની ટીમે સેમ્પલ લીધા હતા. સંબંધીઓનો આરોપ છે કે ડેરીમાંથી લાવેલા ખીરામાંથી ઢોસા બનાવવાના ખાવાથી પરિવારની તબિયત લથડી હતી અને ઉલટીઓ થવા લાગી હતી.
    Click here to Read More
    Previous Article
    ભારે પવનના કારણે રોપવે બંધ કરાયો.:પવનની ગતિમાં વધારો થતા ગિરનાર પર ભારે પવનને પગલે રોપવે સેવા ઠપ્પ; યાત્રિકોની સુરક્ષા કાજે તંત્રનો મોટો નિર્ણય.
    Next Article
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ટીમમાં 3 વિદ્યાર્થીઓની પસંદગી:ઓલ ઇન્ડિયા ટગ ઓફ વોર ટુર્નામેન્ટ માટે કેરળ જશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment