Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધારી રોડ પર કાર પલટી, એક યુવાનનું કરુણ મોત:સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં અલ્ટો એક પછી એક ત્રણવાર ગુલાટી ખાઇને પડી, ચાલકનું સારવાર દરમિયાન મોત, બેનો આબાદ બચાવ

    2 days ago

    અમરેલી જિલ્લામાં ધારી રોડ પર પ્રેમપરા નજીક ગત 2 ફેબ્રુઆરીના રોજ એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે જઈ રહેલી કાર પલટી મારી જતાં કારચાલક કમલેશભાઈ સુદાણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય બે યુવાનોનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, ત્રણ યુવાનો એક કારમાં ધારી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. કારચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર અચાનક પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં બગસરા તાલુકાના સાપર ગામના રહેવાસી કમલેશભાઈ સુદાણીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓને કારણે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. કારમાં સવાર અન્ય બે યુવાનો અકસ્માત બાદ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા અને તેમને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, કારની વધુ પડતી ઝડપ અને ચાલકે બેલેન્સ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં પક્ષીઓ માટે પાણી કુંડા, ચકલી ઘરનું વિતરણ:જૈન સોશિયલ ગ્રુપ દ્વારા ઉનાળામાં જીવદયા કાર્યક્રમ યોજાયો
    Next Article
    કેટરિંગ વ્યવસાયમાં કોમર્શિયલ ગેસની અછત:કલેક્ટરને રજૂઆત, હજારો મજૂરોની રોજગારી જોખમમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment