Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાઠંબાના બાદરપુરામાં પુલ માટે ચૂંટણી બહિષ્કાર:ગાબટ રસ્તા પર વાંઘા પર પુલ નહીં તો વોટ નહીંનું એલાન

    2 days ago

    સાઠંબા તાલુકાના બાદરપુરા ગામના રહીશોએ ગાબટ જવાના રસ્તે આવેલા 'વાંઘા' પર પુલ બનાવવાની માંગ સાથે ચૂંટણી બહિષ્કારનું એલાન આપ્યું છે. ગ્રામજનોએ "પુલ નહીં તો વોટ નહીં"ના સૂત્રોચ્ચાર સાથે તંત્ર સમક્ષ પોતાની રજૂઆત કરી છે. બાદરપુરા સહિત આસપાસના આઠથી દસ ગામોના લોકોની અવરજવર બાદરપુરા ગામે આવેલા આ 'વાંઘા' પરથી થાય છે. આ પંથકના લોકોને પોતાના કામકાજ અર્થે, વિદ્યાર્થીઓને શાળા-કોલેજ જવા, ખેડૂતોને ખેતીકામ માટે, તેમજ બીમાર દર્દીઓ સહિત તમામ ગ્રામજનોને દૈનિક ધોરણે ગાબટ જવું પડે છે. ચોમાસા દરમિયાન આ 'વાંઘુ' પાણીથી ભરાઈ જાય છે, જેના કારણે દસથી વધુ ગામોના લોકો સંપર્ક વિહોણા બની જાય છે. આ પરિસ્થિતિમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સ્થાનિક અગ્રણીઓએ આ અંગે અનેક વખત તંત્રમાં રજૂઆતો કરી છે, પરંતુ તંત્ર દ્વારા ગ્રામજનોની વાતને ધ્યાને લેવામાં આવી નથી. હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે ત્યારે ગ્રામજનોએ બાદરપુરા ગામે આવેલા 'વાંઘા'માં ઊભા રહી સૂત્રોચ્ચાર કરીને પુલની માંગ કરી છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની પુલ બનાવવાની માંગ સ્વીકારવામાં નહીં આવે, તો તેઓ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરશે.
    Click here to Read More
    Previous Article
    MP-UP સહિત 20 રાજ્યોમાં વાવાઝોડું-વરસાદ, કરા પડવાની ચેતવણી:રાજસ્થાનમાં તાપમાન 3°C સુધી વધ્યું; ઉત્તરાખંડના કેદારનાથમાં 3 દિવસથી હિમવર્ષા ચાલુ
    Next Article
    ગોલ્ડન ચોકડી પાસે આજથી 20 દિવસ રસ્તો બંધ:વાહનચાલકોએ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો વિનંતી, વરસાદી ગટરની કામગીરી શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment