Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાની બસ બેફામ:જ્યાંથી બસ ચલાવવાની મનાઇ હતી ત્યાં ચલાવી અને વિદ્યાર્થિનીના પગ ચગદાયા

    13 hours ago

    સ્માર્ટ સિટી રાજકોટની સિટી બસ હવે રાજકોટની સિટી બસ ઓ માટે કાળ સાબિત થઈ રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જેવા વિદ્યાના ધામમાં સોમવારે સિટી બસના ડ્રાઈવરે મનોવિજ્ઞાન ભવનની એક વિદ્યાર્થિની જે અભ્યાસ કરીને ઘરે જઈ રહી હતી તેને અડફેટે લઈને તેના પગ ઉપર બસ ચઢાવી દીધી હતી. લોહીલુહાણ હાલતમાં વિદ્યાર્થિનીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સિટી બસના ડ્રાઈવરે સ્પીડ લિમિટ અને રૂટના તમામ નિયમો તોડી આડેધડ બસ હંકારી વિદ્યાર્થિનીને એવી ઠોકર મારી કે કેમ્પસના રસ્તાઓ પર લોહીના ખાબોચિયા થઈ ગયા હતા. કેમ્પસમાં બસ એકદમ ધીમે ચલાવવાની હોય છે, પરંતુ સિટી બસના ડ્રાઈવરોએ કેમ્પસમાં સ્પીડ લિમિટના ધજાગરા ઉડાવી દીધા હતા. ઘટનાની વિગતો મુજબ, યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર ભવન પાસે જ્યાં બસ માટે કોઈ નિયત રસ્તો નથી અથવા જ્યાં બસ ચલાવવાની મનાઈ છે, ત્યાં ડ્રાઈવરે મનમાની કરી બસ ઘૂસાડી હતી. શોર્ટકટ મારવાની લ્હાયમાં બેફામ બનેલા ડ્રાઈવરે રસ્તે જઈ રહેલી મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થિનીને અડફેટે લીધી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત એટલો ભયાનક હતો કે વિદ્યાર્થિનીના જમણા પગ પર બસનું ટાયર ફરી વળતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થઈ તંત્ર સામે ફિટકાર વરસાવી રહ્યા છે. હાલમાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થિની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેને ગંભીર ઈજા પહોંચી હોવાનું અને આજે તેનું ઓપરેશન કરવું પડે તેવી સ્થિતિ હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ જવાબદાર બસ ચાલક સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની અને યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા પોલીસ ફરિયાદ કરવાની માંગ કરી છે. યુનિ., RMCના સત્તાધીશો પાસે આ સવાલોના જવાબ વિદ્યાર્થીઓ અને વાલીઓ માગી રહ્યા છે
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ઉમેદવારોમાં ઉત્સાહ:કચ્છમાં ચૂંટણીના અનુસંધાને પ્રથમ દિવસે 554 ઉમેદવારી ફોર્મ વિતરીત
    Next Article
    એચપીવી રસીકરણ સેશન:33 કિશોરીઓને ગર્ભાશયના મુખના કેન્સર વિરોધી રસી અપાઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment