Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત:કેટરિંગ ઉદ્યોગ સંકટમાં, એસોસિએશને સરકારને રજૂઆત કરી

    15 hours ago

    ગીર સોમનાથ જિલ્લામાં કોમર્શિયલ રાંધણ ગેસ સિલિન્ડરની અછતને કારણે કેટરિંગ ઉદ્યોગ ગંભીર સંકટનો સામનો કરી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સોમનાથ કેટરિંગ એસોસિએશને જિલ્લા કલેક્ટર મારફતે રાજ્ય સરકારને પત્ર પાઠવી તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. સોમનાથ કેટરિંગ એસોસિએશનના પ્રમુખ મિલન જોશીની આગેવાની હેઠળ, કેટરિંગ વ્યવસાય સાથે સંકળાયેલા આગેવાનો અને કામદારોએ જિલ્લા કલેક્ટરને રૂબરૂ આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ આવેદનપત્રમાં વર્તમાન વિકટ સ્થિતિ અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવાયું છે કે કેટરિંગ વ્યવસાય વર્ષ દરમિયાન મર્યાદિત સમયગાળા માટે, અંદાજે ૧૨૦ થી ૧૪૦ દિવસ, સક્રિય રહે છે. આ ટૂંકા ગાળા દરમિયાન હજારો અકુશળ અને આર્થિક રીતે પછાત પરિવારોને રોજગારી મળે છે, જેમના ભરણપોષણનો આધાર આ વ્યવસાય પર રહેલો છે. જોકે, હાલ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતને કારણે કેટરિંગ વ્યવસાય લગભગ ઠપ્પ થઈ ગયો છે. ગેસના અભાવે ઓર્ડરો રદ થઈ રહ્યા છે અને અનેક કામદારોને કામ વગર ઘરે બેસવાની ફરજ પડી રહી છે. એસોસિએશને વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે, “આ પરિસ્થિતિએ અમને અને અમારી સાથે જોડાયેલા પરિવારોને રાતોરાત આર્થિક સંકટમાં ધકેલી દીધા છે.” એસોસિએશને વધુમાં જણાવ્યું છે કે રાજ્ય સરકારે અન્ય સંસ્થાઓ માટે જે ઉદારતા દાખવી છે, તેવી જ સંવેદનશીલતા સાથે કેટરિંગ ઉદ્યોગ માટે પણ તાત્કાલિક ગેસ સપ્લાય સુનિશ્ચિત કરવો, ખાસ ક્વોટા ફાળવવો અથવા વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી અત્યંત જરૂરી છે. અંતમાં, જિલ્લા કલેક્ટર મારફતે રાજ્ય સરકારને કરેલી આ રજૂઆતમાં એસોસિએશને વિનંતી કરી છે કે આ આપાતકાલીન સમસ્યાને ગંભીરતાથી લઈ તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં આવે. આનાથી કેટરિંગ વ્યવસાય ફરી ગતિ પકડી શકશે અને હજારો પરિવારોનું જીવનચક્ર ફરી સ્થિર થઈ શકશે.
    Click here to Read More
    Previous Article
    હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરમાં સ્થાપના દિવસે પાંચ દિવસીય હસ્તપ્રત વર્કશોપ શરૂ:શ્રુત રત્નાકર ટ્રસ્ટ અને સાંસ્કૃતિક મંત્રાલયના 'જ્ઞાન ભારતમ મીશન' હેઠળ આયોજન
    Next Article
    નશીલી કફ સિરપની બોટલો સાથે 'લપ' ઝડપાયો:મજેવડી દરવાજા પાસે રાત્રિના અંધારામાં એક્ટિવા પર સિરપ વેચવા નીકળ્યો, SOGએ દબોચતા મોરબી સુધી તાર ખૂલ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment