Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ત્રિપલ અકસ્માત:છાણી બ્રિજ પાસે બેફામ ટેન્કરે રિક્ષા, આઇસર અને એક્ટિવાને અડફેટે લીધા, બેના મોત

    11 hours ago

    અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરાના છાણી GSFC બ્રિજ પાસે એક બેફામ ટેન્કર ચાલકે રિક્ષા, આઈસર અને એક્ટિવાને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ કમનસીબ ઘટનામાં બે વ્યક્તિઓના કરૂણ મોત નીપજ્યા છે, જેના કારણે હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાયો હતો. અકસ્માતની વિગતો મુજબ, છાણી GSFC બ્રિજ પરથી પસાર થઈ રહેલા એક ટેન્કરના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયેલી આ ઘટનામાં પહેલા રિક્ષાને જોરદાર ટક્કર વાગી હતી. ત્યારબાદ ટેન્કરે લાઈનમાં ઊભેલા આઈસર ટેમ્પો અને એક એક્ટિવા સવારને પણ પોતાની ઝપેટમાં લીધા હતા. આ ભયાનક અકસ્માતને પગલે ઘટનાસ્થળે જ બે લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનાને કારણે નેશનલ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. કિલોમીટરો સુધી ટ્રાફિકજામ સર્જાતા અનેક વાહનચાલકો કલાકો સુધી અટવાયા હતા. સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતગ્રસ્ત વાહનો ખસેડવાની અને ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથ પોલીસ તંત્રમાં મોટો ફેરફાર:જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ 9 નવા PIની નિમણૂક, 3ની આંતરિક બદલી કરી
    Next Article
    Panchmahal Fire Incident | હાલોલ પાવાગઢ રોડ પરના સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ | Fire Breakout

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment