Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખજોદ ડમ્પિંગ સાઇટ બની 'સાઇટ ઓફ બર્નિંગ':સુરતમાં કચરાના ઢગલામાં ત્રીજીવાર ભભૂકી આગ, દૂર દૂરથી ધુમાડાના ગોટે ગોટા દેખાયા

    10 hours ago

    સુરતના ખજોદ વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ડમ્પિંગ સાઇટ હવે સુરતીઓ માટે 'સળગતી મુસીબત' બની ગઈ છે. એકવાર આગ કાબૂમાં આવ્યા બાદ ફરી બીજી અને હવે ગણતરીના કલાકોમાં ત્રીજીવાર આગ ભભૂકતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. આકાશમાં 3 કિલોમીટર દૂર સુધી દેખાતા ધુમાડાના ગોટેગોટાએ વેસુ-મગદલ્લા, સરસાણા વિસ્તારના રહીશોની ઉંઘ હરામ કરી દીધી છે. બે દિવસ પહેલા આગ ઠરી, આજે ફરી જ્વાળાઓ નીકળી બે દિવસ પહેલા ફાયર બ્રિગેડની 2થી વધુ ગાડીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હોવાનો દાવો કર્યો હતો. જોકે, કચરાના પહાડમાં અંદર દબાયેલો મિથેન ગેસ અને વધતા તાપમાનને કારણે સવારે ફરી એકાએક જ્વાળાઓ ફાટી નીકળી હતી. પવનની ગતિ તેજ હોવાને કારણે આગ જોતજોતામાં ડમ્પિંગ સાઇટના મોટા હિસ્સામાં ફેલાઈ ગઈ હતી. ઝેરી ધુમાડાથી 'ગેસ ચેમ્બર' જેવી સ્થિતિ આગને કારણે નીકળતો સફેદ અને કાળો ધુમાડો ઝેરી હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. પવનની દિશા શહેર તરફ હોવાથી વેસુ, પીપલોદ, વીઆઈપી રોડ, સરસાણા અને અલથાણ વિસ્તારમાં ધુમ્મસ જેવી સ્થિતિ સર્જાઈ છે. આગને લઈને ફાયરનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. ફાયર વિભાગ હવે નવી રણનીતિ અપનાવી રહ્યું છે કે, કચરાના ઢગલાને જેસીબીથી ખોદીને તેની અંદર પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. માત્ર પાણીથી આગ નથી બુઝાઈ રહી, તેથી તેના પર માટીના પડ ચડાવવાની કામગીરી શરૂ કરાઈ છે જેથી ઓક્સિજન કટ-ઓફ કરી શકાય. કરોડોના ખર્ચ છતાં કાયમી ઉકેલ નહીં સુરત મહાનગરપાલિકા દર વર્ષે કચરાના નિકાલ માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે, છતાં દર ઉનાળે ખજોદ કેમ સળગે છે? આ તમામ સવાલોની વચ્ચે કચરા કૌભાંડના પણ આક્ષેપો થતા રહે છે. વિપક્ષ દ્વારા જ્યારે પહેલી વાર આગ લાગી ત્યારથી જ કચરા કૌભાંડના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને આગ લગાવવામાં આવતી હોવાનો પણ આક્ષેપો કરાઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    શૈલેષ પરમાર-હિંમતસિંહ જૂથની ટિકિટો કેમ હોલ્ડ?:પ્રથમ યાદી જાહેર થતાં જ કોંગ્રેસમાં ચેક-મેટનો ખેલ શરૂ; ચાવડા, મેવાણી, ઈન્દ્રવિજય ને ભરતસિંહનો ચક્રવ્યૂહ ભેદી શકશે
    Next Article
    Patan Farmers Protest | તમાકુના ભાવ ન મળતા પાટણના ખેડુતોનો આક્રોશ | Tobacco | Marketing Yard News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment