Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શૈલેષ પરમાર-હિંમતસિંહ જૂથની ટિકિટો કેમ હોલ્ડ?:પ્રથમ યાદી જાહેર થતાં જ કોંગ્રેસમાં ચેક-મેટનો ખેલ શરૂ; ચાવડા, મેવાણી, ઈન્દ્રવિજય ને ભરતસિંહનો ચક્રવ્યૂહ ભેદી શકશે

    8 hours ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયા બાદ કોંગ્રેસે ગઇકાલે(5 એપ્રિલ) અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર અને મોરબી એમ 7 મહાનગરપાલિકા માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. જેમાં અમદાવાદના 93, રાજકોટના 40, સુરતના 26, ભાવનગરના 25, મોરબીના 23, જામનગર-વડોદરાના 18-18 ઉમેદવારો મળી કુલ 243 ઉમેદવારો જાહેર કરાયા છે. આ યાદી જાહેર થયા બાદ કોંગ્રેસમાં શાંતિ જોવા મળી રહી છે, પરંતુ આ શાંતિ કોઈ મોટા રાજકીય યુદ્ધ પહેલાંની હોય તેવું લાગી રહ્યું છે. આ અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે વર્ષોથી અમદાવાદ કોર્પોરેશનમાં જેમનો સિક્કો ચાલતો હતો તેવા દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર અને પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ ઘેરાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ‘શિકારી ખુદ શિકાર હો ગયા’ આ ગણગણાટ હાલમાં કોંગ્રેસના કાર્યકરોમાં જોવા મળી રહ્યો છે. તો આવો જાણીએ કે આખરે કોંગ્રેસમાં આ સ્થિતિ કેમ સર્જાઈ છે. ફરી એક વખત 'લગ્નના ઘોડા અને રેસના ઘોડા'ની ચર્ચા રાહુલ ગાંધીના 'લગ્નના ઘોડા અને રેસના ઘોડા'ના નિવેદનની ચર્ચા ગુજરાતના રાજકારણમાં થતી રહે છે. ત્યારે આ વખતે શું ખરેખરમાં કોંગ્રેસ લગ્નના ઘોડા અને રેસના ઘોડા અલગ તારવીને કાર્યકરોને કોઈ મેસેજ આપવા જઈ રહી છે? આ એટલા માટે કંઇએ છીએ કારણ કે કોંગ્રેસના કદાવર નેતા શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં ઘેરાઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે. રાજીવ ગાંધી ભવન ખાતે AICCના નવા બે સહ પ્રભારીની હાજરીમાં બેઠક 4 એપ્રિલે અમદાવાદમાં રાજીવ ગાંધી ભવનમાં AICCના નવા બે સહ પ્રભારીની હાજરીમાં બેઠકોનો દોર જામ્યો હતો. જેમાં અમદાવાદ કોર્પોરેશનના ઉમેદવારોને નક્કી કરવાના હતા. AICCના નવા બે સહ પ્રભારી બી.વી. શ્રીનિવાસ અને દેવેન્દ્ર યાદવે રાજીવ ગાંધી ભવનમાં બેઠક કરી હતી. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિપક્ષ નેતા તુષાર ચૌધરી, પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, ધારાસભ્ય શૈલેષ પરમાર સહિત પ્રદેશ કાર્યકારણીના લોકો હાજર રહ્યા હતા. રાત્રે 2 વાગ્યા સુધી બેઠક ચાલી અમદાવાદ કોર્પોરેશનના ઉમેદવારો નક્કી કરવાની આ બેઠક મોડી રાત્રે 2 વાગ્યા સુધી ચાલી હતી. કાર્યકરોને આશાવાદ હતો કે બીજા દિવસે સવારે એટલે કે 5 એપ્રિલે ઉમેદવારોનું લિસ્ટ આવશે. પણ સવાર ને પછી બપોર ને પછી જાણવા મળ્યું કે સાંજે 5 વાગ્યે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પ્રેસ કોન્ફરન્સ કરીને ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે. રાત્રે 8 વાગ્યાની આસપાસ પ્રથમ યાદી જાહેર થઈ પણ આ સમય પણ પસાર થઈ ગયો. દાવેદારો, કાર્યકરો ટેન્શનમાં આવ્યા કે આખરે યાદી અટકી છે ક્યાં? ત્યાં રાત્રે લગભગ 8 વાગ્યાની આસપાસ કોંગ્રેસે પોતાની પ્રથમ યાદી જાહેર કરી. યાદી જાહેર થતાંની સાથે જ કાર્યકરો અને નેતાઓમાં ખુશીની લહેર દોડી ગઈ અને થોડી જ વારમાં ગણગણાટ જોવા મળ્યો. ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવી સ્થિતિ વચ્ચે કાર્યકરોના મોઢે એ પણ સાંભળવા મળ્યું કે આખરે આ યાદીમાં ચાલ્યું કોનું? યાદીનું એનાલિસિસ અને કોંગ્રેસના આંતરિક સૂત્રો પાસેથી જાણવા મળ્યું કે આમ તો પ્રથમ યાદી બેલેન્સ છે અને દરેકને સાચવી લેવાયા છે અને તેનું પરિણામ એ પણ છે કે યાદી જાહેર થયાના 24 કલાક જેટલો સમય થવા આવ્યો છતાં હજુ સુધી કોઈ એવો મોટો વિરોધ વંટોળ જોવા મળ્યો નથી. આ બધા વચ્ચે એક વાત જાણવા મળી અને તે ખૂબજ ચોંકાવનારી હતી. અને તે વાત હતી કોંગ્રેસના દિગ્ગજ સિનિયર નેતા એવા શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલની... શૈલેષ પરમાર-હિંમતસિંહ પર નકેલ કસાઈ? કહેવાય છે કે અમદાવાદ કોર્પોરેશનમાં શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલની તૂતી બોલે છે. કોંગ્રેસના જે પણ કોર્પોરેટરો જીતીને આવે છે તે મોટાભાગે આ બે નેતાના વિધાનસભા વિસ્તારમાંથી જ જીતીને આવે છે. અમદાવાદ પૂર્વમાં કોંગ્રેસ જીવંત છે અને તેમાં પણ શૈલેષ પરમાર અને હિંમતસિંહના વિસ્તારમાં કોંગ્રેસનો દબદબો છે. કોંગ્રેસના 90 ટકા કોર્પોરેટરો આ બંને નેતાના વિધાનસભા વિસ્તાર અથવા તો તેની આસપાસના વિસ્તારમાંથી જીતીને આવે છે. પણ આ વખતે ક્યાંક આ બંને દિગ્ગજો પર નકેલ કસાઈ હોવાની માહિતી કોંગ્રેસના આંતરિક સૂત્રો પાસેથી મળી રહી છે. તો આવો જાણીએ કોંગ્રેસની પ્રથમ યાદીની ઈન્સાઈડ સ્ટોરી... પ્રથમ યાદીમાં છૂપાયેલા છે કેટલાક પેચ સામાન્ય રીતે કોંગ્રેસમાં અમદાવાદ કોર્પોરેશનની જેટલી પણ યાદી જાહેર થાય તે યાદીમાં સામાન્ય રીતે શેલૈષ પરમાર અને હિંમતસિંહ પટેલ જૂથની મોટાભાગની ટિકિટ પ્રથમ યાદીમાં જ જાહેર થઈ જાય છે, પરંતુ આ વખતેની યાદીમાં સ્થિતિ કઇંક અલગ જોવા મળી રહી છે. શૈલેષ પરમાર-હિંમતસિંહના ખાસ માણસોના નામ અમિત ચાવડાએ ‘હોલ્ડ’ પર મૂકી દીધા કોંગ્રેસની અમદાવાદની પ્રથમ યાદીમાં શૈલેષ પરમાર અને હિંમતસિંહના ખાસ માણસોના નામ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ‘હોલ્ડ’ પર મૂકી દીધા છે. જે એ વાતનો સંકેત છે કે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓમાં ‘SOMETHING IS WRONG’. તો આવો હવે એ જાણીએ કે અમદાવાદ કોર્પોરેશનની કંઈ બેઠક અમિત ચાવડાએ ‘હોલ્ડ’ કરી છે અને કંઈ બેઠક પર પેંચ ફસાયો છે? આ જાણતા પહેલાં સૌપ્રથમ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજોના આંતરિક રાજકારણ વિશે જાણી લઇએ. સામાન્ય રીતે અમદાવાદ કોર્પોરેશનમાં શૈલેષ પરમારનો દબદબો છે પણ હિંમતસિંહ પણ શૈલેષ પરમારથી કોઈ કમ નથી. કોર્પોરેશનમાં શૈલેષ પરમાર અને હિંમતસિંહ પોત-પોતાના માણસોને ‘વ્યવસ્થિત’ રીતે સાચવી લે છે, સાથે જ અન્ય બેઠકો પર પણ પોતાના માણસોની ગોઠવણ કરી લે છે. અહીં એક વાત ચોક્કસથી કરવી પડે કે આ બંને નેતાઓએ આપેલી ટિકિટોમાંથી મોટાભાગે તેઓ કોંગ્રેસને એકાદ કિસ્સાને બાદ કરતા જીતાડી પણ દે છે અને અમદાવાદમાં કોંગ્રેસને જીવંત રાખે છે. અમિત ચાવડાએ ‘હોલ્ડ’ કરેલી બેઠક અને કંઈ બેઠક પર પેંચ ફસાયો છે તે જાણીએ… ગોમતીપુરમાં ચાવડાએ પેરાશૂટ ઉમેદવાર મૂકી નાક દબાવ્યું ગોમતીપુર વોર્ડ શૈલેષ પરમારના પિતા મનુભાઈના સમયથી પરમાર પરિવાર માટે ખાસ રહ્યો છે. ગોમતીપુર વોર્ડમાં શૈલેષ પરમારે હંમેશા પોતાના અંગત માણસોને જ ટિકિટ અપાવી છે અને તેમણે જીતાડ્યા પણ છે. ગોમતીપુર વોર્ડમાં શૈલેષ પરમાર આ વખતે નીતિન દલસાણિયાને ટિકિટ આપવા માગે છે. આ દાવેદાર શૈલેષ પરમારના એકદમ વિશ્વાસુ એવા બાબુ દલસાણિયાના પુત્ર છે.બાબુ દલસાણિયાનું તાજેતરમાં જ અવસાન થયું છે. ગોમતીપુરમાં ચાવડા ‘પેરાશૂટ’ ઉમેદવારના પક્ષમાં આ બેઠક પર અમિત ચાવડાએ હિતેશ પરમાર નામના પેરાશૂટ ઉમેદવારને ઉતારી શૈલેષ પરમારને ઉંઘતા ઝડપી લીધા છે. પેરાશૂટ એટલા માટે કેમ કે તેઓ વર્ષ 2015માં NCPમાંથી ચૂંટણી લડી ચૂક્યા છે અને હારી ગયા હતા. અને જો તેઓ ટિકિટ લઈને આવે તો ગોમતીપુર વોર્ડમાં કાર્યકરોમાં રોષ ફાટી નીકળે તેમ છે. કોંગ્રેસના જૂના 10 મજબૂત કાર્યકરો પણ રેસમાં પરમાર માટે અહીં માત્ર હિતેશ પરમાર જ નહીં પણ તેમના પોતાના અંગત કાર્યકરો પણ ટેન્શન ઉભું કરી રહ્યા છે. કોંગ્રેસના જૂના 10 મજબૂત કાર્યકરો અને પૂર્વ કોર્પોરેટર દેવેન્દ્ર વિસનગરી પણ એક સંપ થઈને પોતાનામાંથી કોઈ એકને ટિકિટ મળે તે માટે શેલૈષ પરમાર સાથે સતત બેઠકો કરી દબાણ લાવી રહ્યા છે. આ બધા વિવાદ વચ્ચે ગોમતીપુર વોર્ડમાંથી એક પણ ટિકિટ જાહેર થઈ શકી નથી. ઈન્ડિયા કોલોની વોર્ડમાં પૂર્વ કોર્પોરેટરની પત્નીની ટિકિટ ફસાઈ શૈલેષ પરમારના અન્ય એક ખાસ માણસ એવા પૂર્વ કોર્પોરેટર યશવંત યોગીના પત્ની પ્રેમિલાબેનની ટિકિટ પણ હોલ્ડ પર છે. પ્રેમિલાબેન યોગીએ આ વખતે ઈન્ડિયા કોલોની વોર્ડમાંથી દાવેદારી કરી છે અને તેમને ટિકિટ મળવાની પૂરી શક્યતા છે પણ ઈન્ડિયા કોલોની વોર્ડમાંથી બે ટિકિટની જાહેરાત થઈ છે અને પ્રેમિલાબેનની ટિકિટ હોલ્ડ પર જતી રહી છે. દાણીલીમડામાં એક જ નામ જાહેર થયું હવે વાત કરીએ શૈલેષ પરમારના વોર્ડ એવા દાણીલીમડાની...અહીં પણ શૈલેષ પરમારે આખી પેનલના નામ આપી દીધા, પરંતુ શહેઝાદ ખાન પઠાણ સિવાય કોઈનું પણ નામ જાહેર થયુ નથી. શૈલેષ પરમારની પસંદ મનોજ રેવર અહીં એસસી અનામત બેઠક પર મનોજ રેવર અને ડી.કે.સોલંકી વચ્ચે અંતિમ ઘડીની ફાઇટ ચાલી રહી છે. ડી.કે.સોલંકી કોંગ્રેસના જૂના કાર્યકર અને જૂના જોગી છે. જો કે શૈલેષ પરમારની પસંદ મનોજ રેવર હોવાથી તેમની ટિકિટ કન્ફર્મ માનવામાં આવી રહી છે. કમળા ચાવડા-તસ્લીમ તીરમીઝીની ટિકિટ માટે ભરતસિંહનું ‘કમિટમેન્ટ’ શૈલેષ પરમાર અમદાવાદ કોર્પોરેશનમાં તેમના જૂથના વિરોધી જૂથના પૂર્વ કોર્પોરેટર એવા રાજશ્રી કેસરી(ચાંદખેડા) અને કમળા ચાવડા-તસ્લીમ આલમ તીરમીઝી(બહેરામપુરા)ની ટિકિટની વિરુદ્ધમાં છે, જેમાં રાજશ્રી કેસરીની ટિકિટ પહેલા લિસ્ટમાં જાહેર થઈ ગઈ છે અને કમળા ચાવડા-તસ્લીમ આલમ તીરમીઝીની ટિકિટ માટે અમિત ચાવડા-ભરતસિંહ સોલંકીનું ‘કમિટમેન્ટ’ છે એટલે અહીં પણ પેચ ફસાયો છે. હવે એ જાણીએ કે હિંમતસિંહના ખાસ માણસોની ટિકિટ કેમ હોલ્ડ પર? ભાવેશ ગુર્જરનું નામ ‘હોલ્ડ’ હિંમતસિંહ અમરાઈવાડી વોર્ડમાં ભાવેશ ગુર્જરને ટિકિટ અપાવવા માગે છે. અમરાઈવાડી વોર્ડ સમિતિ પણ ભાવેશ ગુર્જરની તરફેણમાં છે. પ્રથમ યાદીમાં 4માંથી 3 નામ જાહેર કરી માત્ર ભાવેશ ગુર્જરનું નામ અમિત ચાવડાએ હોલ્ડ પર મૂકી દીધું છે. સાથે જ અમિત ચાવડા જ્ઞાનપ્રકાશ તિવારીના નામની વિચારણા કરવા પણ કહી રહ્યા છે. પક્ષપલ્ટુ દિનેશ શર્માના માણસ માટે બાપુનગરમાં પેચ ફસાયો બાપુનગર વોર્ડમાં પણ જયમન શર્માના નામને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જયમન શર્મા કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા દિનેશ શર્મા જૂથના છે. અહીં હિંમતસિંહ જયમન શર્મા સિવાય અન્ય કોઈ પણ નામ સ્વીકારવા તૈયાર છે તેમ છતાં બાપુનગર વોર્ડની તમામ બેઠકને હોલ્ડ કરી દેવાઈ છે. ઝુલ્ફિકારને ગોમતીપુરથી સરસપુરમાં શિફ્ટ કરવા છે સરસપુર વોર્ડમાં પણ વિવાદ ચાલી રહ્યો છે. આ વોર્ડમાં શૈલેષ પરમાર ગોમતીપુરના પૂર્વ કોર્પોરેટર અને વિરોધી જૂથના ઝુલ્ફિકારખાન તૌફિકખાન પઠાણને ગોમતીપુરથી ખસેડી ચૂંટણી લડાવવા માંગે છે,જેથી તેમના ખાસ ગણાતા એવા સાજીદ ખત્રીને ટિકિટ આપી શકે. આ સમીકરણથી ઝુલ્ફિકારખાન પણ નારાજ છે. તો બીજી તરફ હિંમતસિંહ પોતાના ખાસ નવાઝ શેખને ટિકિટ અપાવવા માંગતા હોવાથી સરસપુર વોર્ડમાં પણ પેચ ફસાયેલો છે. આ બધી માથાકૂટોથી કંટાળીને જ ઈકબાલ શેખે કોંગ્રેસ છોડી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મેવાણી-ઈન્દ્રવિજય ગોહિલ જૂથના નામ લિસ્ટમાં જીગ્નેશ મેવાણી પણ અમદાવાદ કોર્પોરેશનમાં ડાર્ક હોર્સની જેમ ઉભરી રહ્યા છે. મેવાણી પણ અમદાવાદમાં 5-7 ટિકિટ માટે જબરદસ્ત લોબિંગ કરી રહ્યા છે. જેમાં પહેલી યાદીમાં રાગીન બેંકર સહિતના નામ આવી ગયા છે અને ચાંદખેડામાં સુબોધ કુમુદ સહિતના અન્ય વોર્ડમાં ટિકિટનું લોબિંગ કરી રહ્યા છે. તો ઈન્દ્રવિજ્યસિંહ ગોહિલના પણ ચેતના ગૌરાંગ રાઠોડ, ગૌરાંગ મકવાણા, તિલકરામ તિવારી સહિતના નામો પહેલી યાદીમાં આવી ગયા છે અને અન્ય નામો માટે લોબિંગ ચાલી રહ્યું છે. સાથે જ લાલજી દેસાઈ પણ કેટલીક ટિકિટો માટે લોબિંગ કરતો જોવા મળી રહ્યા છે. બે દિગ્ગજોને ચારે બાજુથી ઘેર્યા કોંગ્રેસના આંતરિક સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે એક તરફ ભરતસિંહ, અમિત ચાવડા, મેવાણી, લાલજી દેસાઈ, ઈન્દ્રવિજ્યસિંહ ગોહિલ છે તો બીજી તરફ અલગ અલગ થઈને શેલૈષ પરમાર અને હિંમતસિંહ પટેલ પોત-પોતાના ટેકેદારોને ટિકિટ અપાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. શૈલેષ પરમાર-હિંમતસિંહ જોડે હાર્ડ બાર્ગેનિંગ થશે કોંગ્રેસનું એક જૂથ એવું માની રહ્યું છે કે આ વખતે શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલનું બહુ કંઈ ખાસ ઉપજશે નહીં, પહેલી યાદીમાં તેમના ખાસ માણસોની ટિકિટ હોલ્ડ પર મૂકી વિરોધી જૂથે તેમનું નાક દબાવી દીધું છે. હવે શૈલેષ પરમાર અને હિંમતસિંહ જોડે બહુ હાર્ડ બાર્ગેનિંગ કરવામાં આવશે, જેમાં તેમના ખાસ અનેક માણસો કપાય જશે. જેની અસર અમદાવાદ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતાના પદ પર પણ પડશે. આખરે ધાર્યું તો ધણીનું જ થશે તો બીજી તરફ અન્ય જૂથ એવું માની રહ્યુ છે કે કોંગ્રેસને પૂર્વમાં માત્ર ને માત્ર શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલે જ જીવતી રાખી છે. શૈલેષ પરમારના પિતા દિગ્ગજ કોંગ્રેસી નેતા હતા અને શૈલેષ પરમાર પણ દિલ્હી સુધી સંપર્ક ધરાવે છે. તો હિંમતસિંહ પટેલ પણ દિલ્હીના ઘણા સિનિયર નેતાઓ સાથે ડાયરેક્ટ ટચમાં છે અને સારો એવો ઘરોબો ધરાવે છે. જેથી પ્રદેશ લેવલેથી થોડું ઘણુ હેરાન કરાશે પણ આખરે ‘ધાર્યું તો ધણીનું જ થશે’
    Click here to Read More
    Previous Article
    ED registers offence against self-styled godman Kharat
    Next Article
    ખજોદ ડમ્પિંગ સાઇટ બની 'સાઇટ ઓફ બર્નિંગ':સુરતમાં કચરાના ઢગલામાં ત્રીજીવાર ભભૂકી આગ, દૂર દૂરથી ધુમાડાના ગોટે ગોટા દેખાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment