Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના સૌથી વ્યસ્ત રસ્તા કાપોદ્રા રોડ પર મસમોટો ભુવો પડ્યો:વાહનચાલકોને ભારે મુશ્કેલી, થોડા સમય પહેલા જ કરોડોના ખર્ચે નવો બનાવામાં આવ્યો'તો

    2 days ago

    સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો જંગ જામ્યો છે અને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે શહેરના પાયાના માળખાની પોલ ખોલતી એક ગંભીર ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા કાપોદ્રા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર ભરઉનાળે મસમોટો ભુવો પડતા સ્થાનિકોમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે. મુખ્ય માર્ગ પર મોટો ભુવો પડ્યો સામાન્ય રીતે સુરતમાં ચોમાસા દરમિયાન માર્ગો ધોવાઈ જવા કે ભુવા પડવા એ સામાન્ય બાબત બની ગઈ છે, પરંતુ એપ્રિલ મહિનાની કાળઝાળ ગરમીમાં જ્યારે વરસાદનો છાંટો પણ નથી, ત્યારે મુખ્ય માર્ગ પર મોટો ભુવો પડવો એ આશ્ચર્ય અને આઘાતજનક છે. કાપોદ્રા મેઈન રોડ પર અચાનક જ જમીન ધસી પડતા રસ્તાની વચ્ચે વિશાળ ગાબડું પડી ગયું હતું. સદનસીબે કોઈ મોટી જાનહાનિ ટળી હતી. રસ્તો ટૂંકા ગાળામાં કેવી રીતે બેસી જાય? આ રોડ હજુ થોડા સમય પહેલા નવો બનાવવામાં આવ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રસ્તાઓ આટલા ટૂંકા ગાળામાં કેવી રીતે બેસી જાય? દિવસ દરમિયાન હજારો વાહનોની અવરજવર હોય કાપોદ્રા મેઈન રોડએ સુરતનો સૌથી વ્યસ્ત રસ્તો છે, જે વરાછા અને અન્ય વિસ્તારોને જોડે છે. દિવસ દરમિયાન અહીં હજારો વાહનોની અવરજવર હોય છે. રસ્તાની બરોબર વચ્ચે ભુવો પડતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનચાલકોને ભારે મુશ્કેલી ને રોષ સુરત મનપાની ચૂંટણીમાં 120 બેઠકો માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. ભાજપ, કોંગ્રેસ અને આપ જેવા પક્ષો વિકાસના મુદ્દે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. શાસક પક્ષ દ્વારા સતત સ્માર્ટ સિટી અને વિકાસના બણગા ફૂંકવામાં આવે છે, પરંતુ કાપોદ્રાની આ ઘટનાએ વાસ્તવિકતા દર્શાવી દીધી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં આધ્યાત્મિક શક્તિનું ઘોડાપૂર:રાજકોટમાં દેશ-વિદેશના લાખો ભાવિકોની ઉપસ્થિતિમાં આત્મજ્ઞાની મહાપુરુષને અપાઈ ભાવભીની સ્મરણાંજલિ
    Next Article
    સાબરકાંઠા LCBએ NDPS આરોપીને ઝડપ્યો:એક વર્ષથી ફરાર માલજી ડાભીની ધરપકડ, સ્થાનિક સ્વરાજ ચૂંટણીને નાસતા ફરતા આરોપીઓને પકડવા ખાસ ડ્રાઇવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment