Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ત્રણ કલાકમાં જ મહિલા કોર્પોરેટરે પાટલી બદલી:સેજલબેને પહેલાં પક્ષમાં મહિલા સુરક્ષિત ન હોવાનું કહી કોંગ્રેસમાં જોડાયા; પછી દોષનો ટોપલો કોંગ્રેસ પર ઢોળી ભાજપમાં જતા રહ્યાં

    17 hours ago

    આજે 6 એપ્રિલના રોજ ભાવનગરના રાજકારણમાં હાસ્યાસ્પદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. 12ઃ09 વાગ્યે ભાજપનો ખેસ ઉતારી કોંગ્રેસમાં જોડાયેલા વડવા 'બ' વોર્ડના ભાજપના પૂર્વ કોર્પોરેટર સેજલબેન ગોહેલ માત્ર 3 કલાક એટલે કે, 3.04 વાગ્યે ફરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. કોંગ્રેસમાં જાડાયાની કલાકોમાં જ ભૂલ સમજાતા ફરી ભાજપમાં ભળી ગયાં છે. ભાજપમાં જતાની સાથે જ કોર્પોરેટરે કહ્યું કે, મને મારી ભૂલ સમજાય એટલે ભાજપમાં પરત આવી. મને કોંગ્રેસના આગેવાનો દ્વારા ભરવાવમાં આવી હતી. મને મારી ભૂલ સમજાઈ એટલે મેં પાછી ઘર વાપસી કરી. કોંગ્રેસના આગેવાનો દ્વારા મને લાલચ આપવામાં આવી હતી. કોંગ્રેસમાં આવ્યા ત્યારે મહિલા સુરક્ષિત ન હોવાનું કહ્યું કોંગ્રેસનો ખેસ ધારણ કર્યા બાદ પત્રકાર પરિષદને સંબોધતા સેજલબેન મહેશભાઈ ગોહેલએ ભાજપ છોડવા પાછળ ગંભીર આક્ષેપો લગાવ્યા હતાં. તેમણે કહ્યું કે, ભાજપમાં મહિલાઓ અને સંવિધાન સુરક્ષિત નથી. હું પોતે નગરસેવિકા હોવા છતાં મારા પર બુટલેગરોએ હુમલો કર્યો હતો, પરંતુ પક્ષ તરફથી મને કોઈ રક્ષણ કે પ્રતિસાદ મળ્યો નહોતો. જો એક નગરસેવિકા સુરક્ષિત ન હોય, તો સામાન્ય મહિલાઓનું શું? ​તેમણે વધુમાં જણાવ્યું કે, તેમના વોર્ડમાં ચાલતા ગેરકાયદેસર ધંધાઓ અને બુટલેગરોના ત્રાસ વિરુદ્ધ અવાજ ઉઠાવવા છતાં ભાજપે તેમને સાથ આપ્યો નહોતો. કોંગ્રેસે મેનિફેસ્ટોમાં 17 જેટલા વચન આપ્યા શહેર ​કોંગ્રેસના પ્રમુખ લાલભા ગોહિલએ જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં જનતાને પાયાની સુવિધાઓ મળી નથી. જો કોંગ્રેસ સત્તા પર આવશે તો નીચે મુજબના કાર્યો કરવાની ખાતરી આપી છે, જેમાં શહેરમાં હાલ માત્ર 6 વેન્ડર ઝોન છે, જેને વધારીને 120 વેન્ડર ઝોન કરવામાં આવશે, જેનાથી 5000થી વધુ લારી-ગલ્લા ધારકોને રોજગારી અને ન્યાય મળશે. શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને ઝોનમાં 24 કલાક કાર્યરત મલ્ટી-લેવલ હોસ્પિટલ બનાવવામાં આવશે. ઉપરાંત, દરેક વોર્ડમાં સુવિધાયુક્ત આરોગ્ય કેન્દ્રો ઊભા કરાશે. ભાવનગરની જનતાને સવાર-સાંજ બંને ટાઈમ શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડીશું સહિત અલગ-અલગ 17 જેટલા કમિટમેન્ટ આપ્યા હતા. હજી ઘણા ભાજપના નેતાઓ સંપર્કમાં ​કોંગ્રેસ પ્રતિનિધિએ દાવો કર્યો હતો કે, ભાજપના હજી ઘણા કોર્પોરેટરો કોંગ્રેસના સંપર્કમાં છે અને આગામી દિવસોમાં વધુ 'તોડફોડ' જોવા મળી શકે છે. પબ્લિક વચ્ચે જવાની રણનીતિ અત્યારે ગુપ્ત રાખવામાં આવી છે, જે યોગ્ય સમયે મીડિયા સમક્ષ જાહેર કરવામાં આવશે. ભાવનગર કોર્પોરેશનની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસે આક્રમક મૂડ ધારણ કર્યો છે. એક તરફ મેનિફેસ્ટો દ્વારા જનતાને આકર્ષવાનો પ્રયાસ છે, તો બીજી તરફ ભાજપના પૂર્વ કોર્પોરેટરે કોંગ્રેસમાં જોડાઈને ફરી ભાજપમાં જતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પ્રિયંકાએ કહ્યું- BJP અને LDF વચ્ચે સીક્રેટ ડીલ:આ જ કારણે મોદી સબરીમાલા ચોરી મામલે મૌન રહ્યા; PMએ કહ્યું-કોંગ્રેસ પાકિસ્તાનનું લખેલું ગીત ગાય છે
    Next Article
    પાટણ નગરપાલિકા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મનું વિતરણ શરૂ:દસ્તાવેજો અને પુરાવાની યાદી જાહેર, શૌચાલય, બાળકોની સંખ્યા અંગેના એકરારનામા સહિત 19 મુદ્દાઓનો સમાવેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment