Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'પતિ સંતાનોની ફી ભરતા નથી, ઘરે અપશબ્દો બોલે છે':'શંકા રાખીને નોકરી છોડી દેવા મજબૂર કરી', પતિનું કાઉન્સેલિંગ કરી અભયમે મહિલાનું ઘર તૂટતા બચાવ્યું

    2 days ago

    વડોદરા શહેરમાં એક મહિલાએ અભયમ હેલ્પલાઇન પર કોલ કરી પતિ દ્વારા થતા માનસિક અને શારીરિક ત્રાસ અંગે ફરિયાદ નોંધાવી હતી.કોલ મળતા જ અભયમની ટીમ તાત્કાલિક મહિલાના નિવાસ સ્થાને પહોંચી હતી અને કાઉન્સેલિંગ હાથ ધર્યું હતું.જેના કારણે પતિએ ભૂલ સ્વીકારતા મામલો થાળે પડ્યો હતો. 'બાળકોની સ્કૂલ વાનની ફી પતિ ભરતા નથી' કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે,તેના લગ્ન સામાજિક રીત-રિવાજ મુજબ આશરે સાત વર્ષ પહેલાં થયા હતા, તે સંયુક્ત કુટુંબમાં રહે છે. તેને બે સંતાનો છે. પતિ છૂટક મજૂરી કરે છે,પરંતુ છેલ્લા એક વર્ષથી તે સતત માનસિક અને શારીરિક ત્રાસ આપે છે.છેલ્લા બે મહિનાથી બાળકોની સ્કૂલ વાનની ફી બાકી હોવા છતાં પતિ ફી ભરવા તૈયાર નથી અને બાળકોને ભણવા મોકલવા અંગે પણ નિરસતા દર્શાવે છે. 'શંકા કરીને નોકરી છોડવા મજબૂર કરે છે' મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, ઘરમાં આર્થિક તંગી છે અને બે દિવસથી અનાજ પણ નથી.તાજેતરમાં જેઠના અવસાનને એક મહિનો થયો છે,જેના કારણે પરિસ્થિતિ વધુ વિકટ બની છે.પતિ વ્યસન કરીને ઘરે આવી અપશબ્દો બોલે છે,મારઝૂડ કરે છે અને શંકા રાખી નોકરી પણ છોડી દેવા મજબૂર કરી છે.સાથે જ પિયર જવા માટે ધમકીઓ આપી ઘરમાંથી કાઢી મુકવાની ધમકી આપે છે. અભયમે દંપતી વચ્ચે સમાધાન કરાવ્યું આ સમગ્ર મામલે અભયમ ટીમે પતિને કાયદાકીય માર્ગદર્શન આપી પત્ની અને બાળકો પ્રત્યે હિંસા ન કરવા કડક ચેતવણી આપી હતી.આર્થિક સંકટ હોવા છતાં પરિવારજનો પર અત્યાચાર કરવો યોગ્ય નથી અને બાળકોના ભણતર પર તેની અસર ન થવી જોઈએ તે બાબતે સમજાવવામાં આવ્યું હતું. અંતે પતિએ પોતાની ભૂલ સ્વીકારી પત્ની સાથે સમાધાન કર્યું હતું અને ભવિષ્યમાં આવી ઘટના પુનરાવર્તિત થશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કાળમુખી સ્કોર્પિયો ટ્રેક્ટર સાથે ધડાકાભેર અથડાઈ:તોતીંગ ટાયર નીચે દબાઈ જવાથી ખેડૂતનું મોત, આઈશરની ટક્કરે બાઇકચાલકનો જીવ ગયો, સાબરકાંઠામાં અકસ્માતોની વણઝાર
    Next Article
    Amitabh Bachchan admits feeling ‘disoriented’ when he doesn’t work every day: ‘It only serves to exacerbate anxiety’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment