Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાળમુખી સ્કોર્પિયો ટ્રેક્ટર સાથે ધડાકાભેર અથડાઈ:તોતીંગ ટાયર નીચે દબાઈ જવાથી ખેડૂતનું મોત, આઈશરની ટક્કરે બાઇકચાલકનો જીવ ગયો, સાબરકાંઠામાં અકસ્માતોની વણઝાર

    13 hours ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પંથકમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ ગમખ્વાર અકસ્માતમાં બેનાં મોત અને ચાર લોકો ઘાયલ થયા છે. હિંમતનગર-વિજાપુર હાઈવે અને નેશનલ હાઈવે 48 પર બનેલી આ ઘટનાઓએ ચકચાર મચાવી દીધી છે. 1. કૃષ્ણનગર પાટિયા પાસે સ્કોર્પિયોની ટક્કરે ખેડૂતનું મોત હિંમતનગર-વિજાપુર સ્ટેટ હાઈવે પર સોમવારે (6 એપ્રિલે) સવારે એક કાળમુખી સ્કોર્પિયો કારે ટ્રેક્ટર-ટ્રેલરને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. સ્કોર્પિયોની ઝડપ એટલી વધારે હતી કે, ટ્રેક્ટર રસ્તાની સાઈડમાં જઇને પડ્યુ હતું. અકસ્માત બાદ ટ્રેક્ટરચાલક ખેડૂત રાકેશસિંહ અર્જુનસિંહ મકવાણા (ઉં.વ. આશરે 40, રહે મોર ડુંગરા તા.હિંમતનગર) ટાયર નીચે દબાઈ ગયા હતા. હિંમતનગર ફાયર વિભાગના ઓફિસર મયંક પટેલે જણાવ્યું કે, કોલ મળતાં જ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને 15 મિનિટની જહેમત બાદ ટાયર નીચે દબાયેલા ખેડૂતના મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ અકસ્માતમાં ખેડૂતનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિને ઈજાઓ પહોંચતાં સારવાર માટે ખસેડાયા હતા. હિંમતનગર રૂરલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 2. રણાસણ ત્રણ રસ્તા પાસે આઈશર-બાઈક અકસ્માત: એક યુવાનનું મોત બીજી ઘટના હિંમતનગરના ગાંભોઈ નજીક રણાસણ ત્રણ રસ્તા ઓવરબ્રિજ પાસે બની હતી. શામળાજી તરફથી આવતી એક આઈશર ટ્રકે રોડ ક્રોસ કરી રહેલા બાઈકને અડફેટે લીધું હતું. બાઈક પર સવાર ત્રણેય યુવાન હિંમતનગરના વાટડા ગામના હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં નીતીનસિંહ રંગુસિંહ પરમાર (ઉં.વ. 35)નું મોત નિપજ્યું હતું. જ્યારે નારણસિંહ વજેસિંહ પરમાર (ઉં.વ. 36)ને ગંભીર ઈજા અને દલપત પરમાર (ઉં.વ. 37)ને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ગાંભોઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી આઈશર ટ્રક કબજે લીધી છે અને ઘાયલોને સારવાર અર્થે ગાંભોઈ આરોગ્ય કેન્દ્રમાં ખસેડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. 3.વિરાવાડા પાસે બેફામ ટ્રકે કારનો કચ્ચરઘાણ વાળ્યો, પરિવારનો બચાવ હિંમતનગર-શામળાજી નેશનલ હાઈવે 48 પર રવિવારે રાત્રે 1:40 વાગ્યાની આસપાસ એક ચમત્કારિક ઘટના બની હતી. અમદાવાદના નરેન્દ્ર ચૌહાણ પોતાના પરિવાર સાથે વેરના કાર લઈને ઉદેપુર જઈ રહ્યા હતા. વિરાવાડા પાસે આવેલી હોટલ સર્વોત્તમ પાસે પરિવારે કાર પાર્ક કરી અને જમવા માટે હોટલમાં ગયા. આના ગણતરીની મિનિટોમાં જ એક બેફામ દોડતી ટ્રકે રોડ સાઈડનો વીજ થાંભલો તોડીને પાર્ક કરેલી કારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જો પરિવાર કારની અંદર હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત, પરંતુ પરિવાર હોટલમાં હોવાથી તમામનો આબાદ બચાવ થયો છે. ગાંભોઈ પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. સાબરકાંઠામાં વધતા જતાં માર્ગ અકસ્માતો ચિંતાનો વિષય બન્યા છે. ખાસ કરીને હાઈવે પર ઓવરસ્પીડ અને બેદરકારીભર્યું ડ્રાઈવિંગ નિર્દોષ લોકોના જીવ લઈ રહ્યું છે. પોલીસ દ્વારા વાહનચાલકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ઢોસા ખાવાથી બે બાળકોના મોતનો આક્ષેપ:માતા-પિતાની હાલત ગંભીર, પરિવારે કહ્યું- સાંજે ખીરામાંથી ઢોસા બનાવીને ખાધા તો સવારે બધાને ઊલટીઓ થવા લાગી હતી
    Next Article
    'પતિ સંતાનોની ફી ભરતા નથી, ઘરે અપશબ્દો બોલે છે':'શંકા રાખીને નોકરી છોડી દેવા મજબૂર કરી', પતિનું કાઉન્સેલિંગ કરી અભયમે મહિલાનું ઘર તૂટતા બચાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment