Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હું સંપૂર્ણપણે મમ્મી પર નિર્ભર હતી':'તેમના ગયા પછી ઘણા ખોટા નિર્ણયો લીધા, ઘણા લોકોએ અંગત જીવનમાં દખલ પણ કરી'; શ્રીદેવીને યાદ કરી જાહ્નવી ભાવુક થઈ

    13 hours ago

    બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરે તાજેતરમાં એક પોડકાસ્ટમાં તેની માતા અને સુપરસ્ટાર શ્રીદેવીના નિધન અને તે પછી આવેલી મુશ્કેલીઓ વિશે વાત કરી છે. જાહ્નવીએ જણાવ્યું કે- તે તેના જીવનના દરેક નાના-મોટા નિર્ણય માટે માતા પર નિર્ભર હતી. તેમના અચાનક અવસાન પછી જાહ્નવીને ન માત્ર એકલા નિર્ણયો લેતા શીખવું પડ્યું, પરંતુ દુનિયાના કઠોર વર્તન અને ટ્રોલનો પણ સામનો કરવો પડ્યો. દરેક નાની વાત માટે માતા પર નિર્ભર હતી રાજ શમાણીના પોડકાસ્ટમાં જાહ્નવીએ જણાવ્યું કે શ્રીદેવી જીવિત હતા ત્યારે તેમણે ક્યારેય જાતે કોઈ નિર્ણય લીધો ન હતો. જાહ્નવીએ કહ્યું, “હું તેમના પર સંપૂર્ણપણે નિર્ભર હતી. હું તેમને દરેક વાત પૂછતી હતી કે કયા કપડાં પહેરું? શું કરું? શું સાચું છે અને શું ખોટું? તેમના ગયા પછી મારે મારા જીવનના નિર્ણયો જાતે લેતા શીખવું પડ્યું.” જાહ્નવીએ એ પણ સ્વીકાર્યું કે આ સમયગાળા દરમિયાન તેમણે ઘણા ખોટા નિર્ણયો લીધા અને એવા લોકોને તેમના અંગત જીવનમાં દખલ કરવા દીધી, જેમનું ત્યાં કોઈ કામ ન હતું. દુનિયા મારા દુઃખને જજ કરી રહી હતી જાહ્નવીએ તે સમયના તણાવને યાદ કરતા જણાવ્યું કે લોકો તેમના દુઃખનું માપદંડ નક્કી કરી રહ્યા હતા. એક્ટ્રેસના મતે, "દુનિયા મને તોડવાની કોશિશ કરી રહી હતી. લોકો કોમેન્ટ કરતા હતા કે જુઓ તે હવે થોડું વધારે હસી રહી છે, તે એટલી દુઃખી નથી જેટલી તેને હોવી જોઈએ. મારા પરિવાર પર પણ અનેક પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા." માના જવાથી બદલાઈ ગયા બોની કપૂર પોતાની માતાના મજાકિયા સ્વભાવને યાદ કરતા જાહ્નવી ભાવુક થઈ ગઈ. તેમણે કહ્યું કે શ્રીદેવીની જગ્યા દુનિયામાં કોઈ લઈ શકે નહીં. જાહ્નવીએ પોતાના પિતા બોની કપૂર વિશે કહ્યું, તે દિવસે મેં ફક્ત પરિવારનો એક સભ્ય જ નહીં ગુમાવ્યો હતો, પરંતુ મારા પિતાને પણ ગુમાવ્યા હતા. જ્યારે મમ્મી અમારી સાથે હતા, ત્યારે પપ્પા સાવ અલગ વ્યક્તિ હતા. આજે તેઓ જેવા છે તેનાથી હું ખુશ છું, પરંતુ તેઓ પહેલા જેવા રહ્યા નથી." જાહ્નવીના મતે, તેમના પરિવારની ખુશી અને સકારાત્મકતામાં શ્રીદેવીનો સૌથી મોટો ફાળો હતો. ડેબ્યૂ ફિલ્મ દરમિયાન નિધન થયું હતું શ્રીદેવીનું નિધન 24 ફેબ્રુઆરી 2018ના રોજ UAEમાં થયું હતું. આ એ સમય હતો જ્યારે જાહ્નવી પોતાની પહેલી બોલિવૂડ ફિલ્મ 'ધડક'ની તૈયારી કરી રહી હતી. જાહ્નવીની ફિલ્મ તો બોક્સ ઓફિસ પર હિટ રહી, પરંતુ તેની આ સફળતા જોવા માટે તેની માતા તેની સાથે નહોતી. શ્રીદેવીએ લગભગ ત્રણ દાયકા સુધી હિન્દી, તમિલ અને તેલુગુ સિનેમા પર રાજ કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    Sunrisers Hyderabad vs Lucknow Super Giants, IPL 2026: Date, Time, Venue, Head-to-Head, Pitch Report for Sunrisers Hyderabad vs Lucknow Super Giants
    Next Article
    જયપુરમાં વિદેશી મહિલાની છેડતી:જાપાનથી ફરવા આવી હતી, 5 યુવકોએ ગંદી હરકત કરી, આરોપીઓ CCTVમાં કેદ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment