Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંડે પોઝિટીવ:ઉનાઈમાં ગ્રામજનોના સહયોગથી બનાવાશે ‘આધુનિક લાઈબ્રેરી’

    10 hours ago

    ઉનાઈ અને તેની આસપાસના વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધારવા અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને નવી ઊંચાઈ પર લઈ જવા માટે ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા એક સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે. ઉનાઈના સરપંચ મનીષભાઈ પટેલ અને ઉપસરપંચ ધવલભાઈ ઢીમ્મર દ્વારા રજૂ કરવામાં આવેલા લાઈબ્રેરી નિર્માણના વિચારને ગ્રામજનોએ ઉત્સાહભેર વધાવી લીધો છે. આ ઉમદા હેતુ માટે ઉનાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એક વિશેષ રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક ધારાસભ્યશ્રીએ વિશેષ ઉપસ્થિત રહી લાઈબ્રેરીના નિર્માણ માટે માતબર રકમનું દાન જાહેર કર્યું હતું. ધારાસભ્યશ્રીએ ખાતરી આપી હતી કે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે તમામ શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહે તે માટે તેઓ પંચાયત સાથે ખભેખભો મિલાવીને કામ કરશે. આ પ્રોજેક્ટ હેઠળ હાલમાં બંધ પડેલા રાજીવ ગાંધી ભવનનું નવિનીકરણ (રીનોવેશન) કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં અહીં સુવિધા સજ્જ વાંચનાલય શરૂ કરાશે અને ત્યારબાદ તેને એક અત્યાધુનિક લાઈબ્રેરીનું સ્વરૂપ આપવામાં આવશે. આ લાઈબ્રેરીમાં GPSC, UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જરૂરી સંદર્ભ પુસ્તકો, શાંત અભ્યાસ વાતાવરણ અને આધુનિક ડિજિટલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગ્રામજનોએ પણ પંચાયતની આ પહેલને રાજકારણથી પર રહીને આવકારી છે અને ગામના તેજસ્વી પરંતુ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે આ કેન્દ્ર આશીર્વાદરૂપ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરી છે. વિદ્યાર્થીઓ માટે લાભદાયી શિક્ષણલક્ષી વિચારોને ગ્રામજનોએ આવકારી પૂર્ણ સમર્થન આપ્યું છે, જે શિક્ષણ જગત માટે અત્યંત જરૂરી અને પ્રેરણાદાયી પહેલ કહી શકાય. ગામજનોના સહયોગથી બનવા જઈ રહેલી આ અદ્યતન લાઈબ્રેરી આવનાર સમયમાં વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા અને સરકારી નોકરીની તૈયારીનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે. > મુકેશ દુબે, ગ્રામજન
    Click here to Read More
    Previous Article
    47 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે‎:નવસારી જિલ્લામાં આજથી પ્રા.શાળાની પરીક્ષાનો પ્રારંભ
    Next Article
    "It's On Me": CSK Captain Ruturaj Gaikwad Minces No Words, Takes Entire Blame Of RCB Defeat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment