Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાંધકામ નિષ્ણાંતોએ હૈયાવરાળ ઠાલવી:‘બાંધકામ ક્ષેત્રે માત્ર સુરત શહેરમાં ડીસીઆર નથી એવી એફિડેવિટ માગવાનો રિવાજ, ઇમ્પેક્ટ ફી કાયદો હટાવો’

    2 days ago

    શહેરના બાંધકામ ક્ષેત્રમાં જેમની પાયાની ભૂમિકા છે એવા સિવિલ ઇજનેર, આર્કિટેક્ટ અને કોંક્રિટ સાથે સંકળાયેલા નિષ્ણાતોના ક્ષેત્રમાં ભારે બળાપાની સ્થિતિ છે. હાલમાં ફાઈલોનો નિકાલ થઈ રહ્યો છે પરંતુ પ્રશ્નો વણ ઉકેલ્યા છે. કાયદામાં જેનો ઉલ્લેખ નથી એવી બાબતોની એફિડેવિટ અને રાજ્યમાં સુરત સિવાય ક્યાંય મંગાતા નહીં હોય એવા કાગળો રજૂ કરવા સહિતના પ્રશ્નો અંગે દિવ્ય ભાસ્કર ટોક શોમાં ચર્ચા કરી હતી. આ ચર્ચામાં જાબીર ચોકસી, વિજય ભટ્ટ, કમલેશ વૈષ્ણવ, હિરેન દેસાઈ, અમિત વાઘાણી, બલદેવ માઘવાણી, નરેન્દ્ર કોટડીયા, નિલેશ પટેલ, સુરેશ પટેલ, મહેશ સાવલીયા, મનિષ ગજજર, આશિષ માંજરાવાલા સહિતના સભ્યો જોડાયા હતા. સુરતમાં 2017માં બનેલો ડેવલપમેન્ટ પ્લાન વર્ષ 2026માં પણ ફાઇનલ થયો ન હોવાનો સૂર વ્યક્ત કરાયો પરમિશન સિસ્ટમ: ઓનલાઈન સિસ્ટમ હોવા છતાં ઓફલાઇન કાગળ મંગાય છે પ્લાનની ઓનલાઈન પરમિશન સિસ્ટમ છતાં પાલિકા દ્વારા ઓફ લાઈનમાં તમામ કાગળો મંગાય છે જે ઊચિત નથી. આ બંને પ્રક્રિયામાં 40 ટકા કપાતનો પ્રશ્ન ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. ટી.પી.ઓ. દ્વારા પ્લોટ એલોટ કરાયાના 25 વર્ષ બાદ જનરલ કપાત માટે જણાવી દેવાતા કંઈ રીતે આપી શકાય એ પ્રશ્ન છે. પ્લોટ વેલિડેશન સર્ટિફિકેટ દર વર્ષે લેવાની જોગવાઈમાં સુધારાની જરૂર છે. સરકારે આ માટે એસઓપી (SOP) બનાવવાની જરૂર છે. ટાઉન પ્લાનિંગ: મંજૂરી પ્રક્રિયા લાંબી, સુધારાની કલમ 19 ધંધો બની ગયો છે ટાઉન પ્લાનિંગમાં મંજૂર કરવા સુધીની સમગ્ર પ્રક્રિયા ખુબ લાંબી છે. એમાં પણ કલમ 19 હેઠળ વારંવાર સુધારા ખરેખર એક ધંધો બન્યાનું ચિત્ર ઉપસી રહ્યું છે. સુરતમાં વર્ષ 2017માં બનેલો વિકાસ પ્લાન આજે વર્ષ 2026માં પણ ફાઇનલ થયો નથી. સુધારાના નામે થતો ખેલ બંધ થવો જોઈએ. ડ્રાફ્ટ ટી.પી. સ્કીમમાં પણ ડી.પી.ના નકશા આપી દેવાય છે જેને કારણે પ્લાન પાસ થતા નથી. બે દિવસ પૂર્વે જ ફરી સુધારા માટે દરખાસ્ત થઈ છે. લાયસન્સ સસ્પેન્શન: આગના બનાવમાં ઇજનેરો, આર્કિટેક્ટ બલિનો બકરો બિલ્ડિંગોમાં આગના બનાવોમાં પણ મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને પ્લમ્બરની જવાબદારી નક્કી કર્યા વિના આર્કિટેક્ટ અને એન્જિનિયરને બલિનો બકરો બનાવી લાયસન્સ 6 મહિના કે કાયમ માટે સસ્પેન્ડ કરાય છે. ફાયર કન્સલ્ટન્ટના લાયસન્સ પણ કાઢી નખાયા છે. પાલિકા ન્યાયના સિદ્ધાંત મુજબ નોટિસ આપ્યા વિના લાયસન્સ કાયમ માટે પણ સસ્પેન્ડ કરી દે છે. જ્યાં અમારી ભૂમિકા જ નથી ત્યાં પગલાં લેવાઈ રહ્યા છે. ઇમ્પેક્ટ ફીનો કાયદો: ગેરકાયદે બાંધકામ કરનારા હવે બેખોફ બની ગયા છે રાજ્ય સરકારે તત્કાલ ઇમ્પેક્ટ ફીનો કાયદો સમાપ્ત કરવો જોઈએ. ગૃડાનું નોટિફિકેશન પહેલાં છ મહિનાનું હતું આજે ચોથા વર્ષે પણ ચાલુ છે. ઇમ્પેક્ટ ફી દર વર્ષે રિપિટ કરવાને કારણે જ ગેરકાયદે બાંધકામ કરનારાઓ બેખૌફ થઈ રહ્યા છે. બાંધકામ કરો અને ફી ભરીને રેગ્યુલરાઈઝ કરી દો એ ચલણ બની ગયું છે. એસેસમેન્ટ અને પ્લાન પાસ કરવાના સમયે જ શા માટે ચોકસાઈ રખાતી નથી એ પ્રશ્ન છે. બિલ્ડિંગ બાયલોઝને પાંગળો બનાવાઈ રહ્યો છે... ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના નામે બિલ્ડિંગ બાયલોઝને નબળો પડાઈ રહ્યો છે. નેશનલ બિલ્ડિંગ કોડને ડાયલ્યુટના નામે સુધારા કરાઈ રહ્યા છે. એન.ડી.સી.ના આધારે બાયલોઝ બનતા હતા, જે ગીતા સમાન હતા એ નબળા પડતાં હવે બાયલોઝ કંઈ રીતે બનશે એ પ્રશ્ન છે.
    Click here to Read More
    Previous Article
    ચૂંટણીમાં AIનો દુરપયોગ:પૂર્વ કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતને હથકડી પહેરાવેલો ફોટો વાઇરલ, ગુનો દાખલ
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:માપદંડો બદલાતાં ડ્રેનેજના 1200 કરોડના ટેન્ડર પર બ્રેક, મોટા વરાછા, ઉત્રાણમાં 3 વર્ષથી નેટવર્કના ફાંફાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment