Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:માતા-પિતાએ સિવણનું મશીન ન અપાવતાં દીકરીએ ઘર છોડ્યું અભયમે સરકારી યોજનાની સમજ આપીને ફોર્મ ભરાવી આપ્યું

    10 hours ago

    ગોત્રીમાં રહેતી 16 વર્ષીય સગીરાને તેનાં માતા-પિતાએ સિલાઈ મશીન ન લઈ આપતાં તે ઘરેથી નીકળી ગઈ હતી. સગીરા વિશે એક વ્યક્તિએ અભયમને જાણ કરતાં ટીમે પહોંચી સગીરાનું કાઉન્સેલિંગ કર્યું હતું. જેમાં જાણવા મળ્યું કે, સગીરા નાની હોવાથી તેનાં માતા-પિતા તેને સિલાઈ મશીન લઈ આપતાં નહોતાં. જેથી અભયમે સગીરાનું કાઉન્સેલિંગ કરીને તેને ઘરે પહોંચાડી હતી. ઉપરાંત તેને સરકારી સહાય યોજનામાં સિલાઈ મશીન કેવી રીતે મેળવી શકાય તે બાબતે પણ જાણકારી આપી હતી. ગોત્રીની સગીરાએ ભણવાનું છોડીને સીવણ ક્લાસ શરૂ કર્યા હતા. પોતે પગભર થવા તે સિલાઈ મશીન લેવા માગતી હતી. જોકે તેનાં માતા-પિતાએ દીકરીને મશીન લઈ આપવાની ના પાડી દીધી હતી. ઉપરાંત તેની મરજી વિરુદ્ધ તેનાં લગ્ન પણ નક્કી કરી દીધાં હતાં. તેની માતાએ તેને કહ્યું કે, સાસરીમાં જઈને મશીન લેજે. સગીરાએ ઘણી જીદ કરી પણ માતા-પિતાએ મશીન ન લઈ આપતાં તે ઘરેથી નીકળી ગઈ હતી. દરમિયાન સ્ટેશન પાસેના રોડ પર સવારથી સગીરા બેસી રહેતાં નજીકના દુકાનદારે અભયમને જાણ કરી હતી. જેથી અભયમની ટીમ સગીરા પાસે પહોંચતાં તેણે પોતાની તકલીફ જણાવી હતી. તે પછી માતા-પિતાનો ફોન દ્વારા સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું કે, દીકરી નાની હોવાથી મશીન નથી લઈ આપતાં. જેથી અભયમે સગીરાનું કાઉન્સેલિંગ કર્યું હતું. જોકે સગીરાએ જીદ પકડી કે, જ્યાં સુધી મશીન નહીં લઈ આપે ત્યાં સુધી ઘરે નહીં જાય. આખરે અભયમે સગીરાને સરકારી સહાય યોજના વિશે માહિતી આપી હતી, જેના દ્વારા તે મશીન લઈ શકે છે. સગીરાને યોજના વિશે સમજણ આપીને ફોર્મ પણ ભરાવી આપ્યું હતું. જેથી સગીરાને વિશ્વાસ આપ્યો કે, તેનું મશીન આવી જશે. જે બાદ તે ટીમ સાથે ઘરે પહોંચી હતી. અભયમની ટીમે કાઉન્સેલિંગ કરીને સગીરાને માતા-પિતાને સોંપી સગીરા નાનપણથી જ પોતાનાં મામા-મામી સાથે રહેતી હતી. જોકે તે થોડા સમયથી માતા-પિતા સાથે રહેવા ગઈ હતી. ઘટના વિશે મામા-મામીને પણ જાણ કરાઈ હતી. જેથી મામા-મામી સગીરાની જવાબદારી લેવા તૈયાર હતાં. જોકે સગીરા માતા-પિતાના ઘરે જવા માગતી હોવાને કારણે અભયમે સગીરાને તેનાં માતા-પિતાને સોંપી હતી.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:શહેરમાં 1 મહિનામાં નવાં 3653 પીએનજી જોડાણ અપાયાં, હજુ 4500 અરજી પેન્ડિંગ
    Next Article
    પોલીસ રેડ:મગદલ્લામાં દારૂની મહેફિલની તૈયારી કરતી થાઇલેન્ડની યુવતીઓ પોલીસના સકંજામાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment