Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:શહેરમાં 1 મહિનામાં નવાં 3653 પીએનજી જોડાણ અપાયાં, હજુ 4500 અરજી પેન્ડિંગ

    9 hours ago

    1 મહિનાથી ચાલતા ઇરાન-ઇઝરાયેલ યુદ્ધને પગલે રાંધણ ગેસની સમસ્યા ઊભી થઇ હતી. જેથી લોકો પાઇપ નેચરલ ગેસ તરફ વળતાં ગેસ જોડાણમાં રેકોર્ડ બ્રેક વધારો થયો છે. દર મહિને અપાતા 1 હજારથી 1500 જેટલાં પાઇપ ગેસ કનેક્શન હાલ બમણાં થયાં છે. 1 મહિનામાં નવાં 3653 પાઇપ ગેસ કનેક્શન અપાયાં છે, જ્યારે 4500 જેટલી અરજીઓ હજુ પણ પેન્ડિંગ છે. યુદ્ધને પગલે રાંધણ ગેસની સમસ્યા સર્જાઈ હતી. માર્ચની શરૂઆતમાં ગેસ બોટલ માટે એજન્સીઓ પર લાઇનો લાગી હતી. બીજી તરફ સરકારે લોકો પીએનજી તરફ વળે તેવા પ્રયાસ કર્યા હતા. લોકો પણ બોટલની પળોજણમાંથી છૂટવા વીજીએલમાં પાઇપ લાઇન માટે અરજી કરી હતી. વીજીએલ દ્વારા એક મહિનામાં 3653 જોડાણ અપાયાં છે. જ્યારે કોમર્શિયલ લાઇન મેળવનારની સંખ્યા 1 મહિનામાં 48 થઈ છે. શહેરમાં આ પહેલાં 3030 કોમર્શિયલ ગેસ જોડાણ હતાં. અત્યારે 38 કિમીનું નવું નેટવર્ક નખાયું છે. પહેલાં 4473 કિમી જેટલું નેટવર્ક હતું. વોર્ડ કચેરીથી ગેસ જોડાણની કામગીરી ચાલુ પહેલાં ગેસ કંપનીની ઓફિસ પરથી જ કનેક્શન માટેની કામગીરી કરાતી હતી. જોકે હવે દરેક વોર્ડ ઓફિસ પરથી આ કામગીરી કરાઈ રહી છે. છેલ્લા એક મહિનામાં વીજીએલે તેમનો સ્ટાફ પણ વધાર્યો છે, જેને પગલે કામગીરી ઝડપી થઇ શકે. બિલિંગ કાઉન્ટરોની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Iran war and the looming prospect of stagflation
    Next Article
    સિટી એન્કર:માતા-પિતાએ સિવણનું મશીન ન અપાવતાં દીકરીએ ઘર છોડ્યું અભયમે સરકારી યોજનાની સમજ આપીને ફોર્મ ભરાવી આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment