Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખડગેના “ગુજરાતીઓ અભણ” નિવેદનથી રાજકીય ગરમાવો:ભાજપના પ્રહાર, ગુજરાતમાં ચૂંટણી સમયે જ કોંગ્રેસ ઘેરાઈ

    12 hours ago

    કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને લઈને આપેલ “અભણ” જેવા નિવેદન બાદ રાજ્યના રાજકારણમાં ભારે ઉથલપાથલ સર્જાઈ છે. આ નિવેદનને લઈને ગુજરાત ભાજપમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રદેશ ભાજપાના સહપ્રવક્તા અને વલસાડના સાંસદ ધવલ પટેલે કડક પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “ગુજરાતીઓની બુદ્ધિ અને પરિશ્રમથી દેશને વૈશ્વિક ઓળખ મળી છે, ત્યારે આવા અપમાનજનક શબ્દો કોંગ્રેસની માનસિકતા દર્શાવે છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે કોંગ્રેસ સતત ગુજરાત અને ગુજરાતીઓનો અપમાન કરતી આવી છે, જે જનતા ક્યારેય સ્વીકારશે નહીં. આ સમગ્ર રાજ્યના ગૌરવ પર હુમલો- જગદીશ વિશ્વકર્મા આ મુદ્દે ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા એ પણ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, “ખડગેનું નિવેદન માત્ર ગુજરાતીઓ નહીં પરંતુ સમગ્ર રાજ્યના ગૌરવ પર હુમલો છે. ગુજરાતના લોકો મહેનતુ, ઉદ્યોગસાહસિક અને રાષ્ટ્રીય વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર છે. કોંગ્રેસ નેતાઓ દ્વારા વારંવાર થતા આવા નિવેદનો તેમની જનવિમુખતા દર્શાવે છે.” ભાજપ દ્વારા આ મુદ્દે કોંગ્રેસને માફી માંગવાની માંગ ઉઠાવવામાં આવી છે, જ્યારે રાજકીય વર્તુળોમાં આ નિવેદનને લઈને ચર્ચાઓ તેજ બની છે. આવનારા સમયમાં આ મુદ્દો વધુ ઉગ્ર બનવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે, કારણ કે બંને પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો સિલસિલો વધુ તેજ બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    IPLમાં CSKની સતત ત્રીજી હાર:RCB સીઝનનો બેસ્ટ સ્કોર બનાવીને 43 રનથી જીત્યું; ટિમ ડેવિડે 8 સિક્સર ફટકારી
    Next Article
    મનપાની ચૂંટણી માટે કોંગ્રેસના 25 ઉમેદવારોનું લિસ્ટ જાહેર:કોંગ્રેસે ભાવનગર મહાનગરપાલિકા માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, પ્રથમ યાદીમાં 7ને રિપીટ,18 નવા ચહેરાની પસંદગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment