Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં CSKની સતત ત્રીજી હાર:RCB સીઝનનો બેસ્ટ સ્કોર બનાવીને 43 રનથી જીત્યું; ટિમ ડેવિડે 8 સિક્સર ફટકારી

    1 day ago

    IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની સતત ત્રીજી હાર થઈ છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હોમ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ તેમને 43 રનથી હરાવ્યું. રવિવારની બીજી મેચમાં ટૉસ હારતા પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી RCBએ 250 રન બનાવ્યા હતા, જે આ સીઝનનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. જેની સામે CSK 207 રન જ બનાવી શકી હતી. RCB માટે ટિમ ડેવિડે 25 બોલમાં 8 સિક્સર ફટકારીને 70 રન બનાવ્યા. કેપ્ટન રજત પાટીદારે 48, ફિલ સોલ્ટે 46, વિરાટ કોહલીએ 28 અને દેવદત્ત પડિકલે 50 રનનું યોગદાન આપ્યું હતું. ભુવનેશ્વર કુમારે 3 વિકેટ ઝડપી હતી, જ્યારે જેકબ ડફી અને કૃણાલ પંડ્યાને 2-2 વિકેટ મળી હતી. આ સાથે જ ભુવીએ IPLમાં પોતાની 200 વિકેટ પૂરી કરી લીધી છે. CSK તરફથી પ્રશાંત વીરે 43 અને જેમી ઓવરટને 37 રન બનાવ્યા હતા. બોલિંગમાં ઓવર્ટન, અંશુલ કંબોજ અને શિવમ દુબેને 1-1 વિકેટ મળી હતી. ચેન્નઈની ટીમ આ પહેલાં રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ સામે પણ હારી ચૂકી છે. બીજી તરફ, બેંગલુરુએ તેની પહેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    RCB vs CSK LIVE Score, IPL 2026 Today Match Updates: RCB continue dominance as Chennai suffer 43-run loss at Chinnaswamy
    Next Article
    ખડગેના “ગુજરાતીઓ અભણ” નિવેદનથી રાજકીય ગરમાવો:ભાજપના પ્રહાર, ગુજરાતમાં ચૂંટણી સમયે જ કોંગ્રેસ ઘેરાઈ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment