Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રભાસની 'ફૌજી'ના સેટ પરથી ફોટો લીક:ફિલ્મ મેકર્સ લાલઘૂમ, કન્ટેન્ટ વાયરલ કરનારાઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી

    20 hours ago

    સાઉથસ્ટાર પ્રભાસની આગામી તેલુગુ ફિલ્મ 'ફૌજી' ના સેટ પરથી કેટલીક તસવીરો લીક થઈ ગઈ છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ બાબત ધ્યાને આવતા જ ફિલ્મના પ્રોડ્યુસર્સે નારાજગી વ્યક્ત કરી છે અને લીક થયેલી સામગ્રી ફેલાવનારાઓ સામે કડક ચેતવણી જારી કરી છે. પ્રોડક્શન હાઉસનું કહેવું છે કે જે કોઈ આ તસવીરોને સર્ક્યુલેટ કરશે, તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. લીક થવાથી ફિલ્મના અનુભવ પર ખરાબ અસર પડી રહી છે ફિલ્મ 'ફૌજી' ના ઓફિશિયલ X (ટ્વિટર) હેન્ડલ પરથી એક પોસ્ટ શેર કરીને યુઝર્સને ચેતવણી આપવામાં આવી છે. નિર્માતાઓએ લખ્યું, 'અમને જાણવા મળ્યું છે કે કેટલાક એકાઉન્ટ સેટ પરથી લીક થયેલી તસવીરો ફેલાવી રહ્યા છે. કૃપા કરીને આને કડક ચેતવણી સમજો- આવા કોઈપણ કન્ટેન્ટને રિપોર્ટ કરવામાં આવશે અને તેમાં સામેલ લોકો સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.' મેકર્સનું માનવું છે કે આ લીક્સને કારણે 'સિનેમેટિક એક્સપિરિયન્સ' પર ખરાબ અસર પડે છે, જેને તેઓ ખૂબ કાળજીપૂર્વક તૈયાર કરી રહ્યા છે. ડિરેક્ટરે અપીલ કરી- જાદુને ખરાબ ન કરો ફિલ્મના ડિરેક્ટર હનુ રાઘવપુડીએ પણ સોશિયલ મીડિયા દ્વારા ચાહકો પાસેથી સહયોગ માંગ્યો છે. તેમણે ટ્વીટ કર્યું, 'અમે ફોજીમાં અમારું દિલ લગાવી દીધું છે, જેથી દર્શકોને કંઈક ખાસ આપી શકીએ. બધાને નમ્ર વિનંતી છે કે કૃપા કરીને લીક દ્વારા તેનો જાદુ ખરાબ ન કરો. ચાલો તેને તે જ રીતે અનુભવીએ જે રીતે તે હોવું જોઈએ, એટલે કે સિનેમાઘરોમાં એકસાથે.' મેકર્સે ખાતરી આપી છે કે મોટા પડદા પર જે આવવાનું છે, તે લીક થયેલી તસવીરો કરતાં ક્યાંય વધુ ભવ્ય હશે. દશેરા પર રિલીઝ કરવાની યોજના જોકે, હજુ સુધી 'ફૌજી'ની સત્તાવાર રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ રિપોર્ટ્સ અનુસાર મેકર્સ તેને આ વર્ષે દશેરાના અવસરે રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મમાં પ્રભાસની સામે ઇમાનવી જોવા મળશે. ખાસ વાત એ છે કે ફિલ્મમાં જયા પ્રદા અને મિથુન ચક્રવર્તી પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે. 'કલ્કિ-2' અને 'સ્પિરિટ'ની તૈયારી પ્રભાસ આગામી સમયમાં 'કલ્કિ 2898 AD'ના સિક્વલ અને 'સલાર' પાર્ટ-2માં જોવા મળશે. આ સાથે તેમની ચર્ચિત ફિલ્મ 'સ્પિરિટ' 5 માર્ચ 2027ના રોજ રિલીઝ થશે. સંદીપ રેડ્ડી વાંગાના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં પ્રભાસ સાથે તૃપ્તિ ડિમરી લીડ રોલમાં હશે.
    Click here to Read More
    Previous Article
    IPL- લખનઉની પાંચમી વિકેટ પડી:રિષભ પંતની ચોગ્ગા સાથે ફિફ્ટી, LSG vs SRHની મેચ રોમાંચક સ્થિતિમાં
    Next Article
    કાન્યે વેસ્ટે 'ફરતી પૃથ્વી'ના સ્ટેજ પર પરફોર્મ કર્યું:ચાર વર્ષ પછી અમેરિકન રેપરનો કોન્સર્ટો યોજાયો, આવતા મહિને દિલ્હીમાં પરફોર્મ કરશે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment