Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં ખ્રિસ્તી સમુદાયે ઈસ્ટર પર્વની ઉજવણી કરી:પ્રભુ ઈસુના પુનરુત્થાનની યાદમાં ચર્ચોમાં પ્રાર્થના સભાઓ યોજાઈ

    2 days ago

    ભરૂચ જિલ્લામાં ખ્રિસ્તી સમુદાય દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ત્રીજા દિવસે પુનરુત્થાનની યાદમાં ઈસ્ટર પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લામાં આવેલ વિવિધ ચર્ચોમાં વહેલી સવારે પ્રાર્થના સભાઓ યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો,યુવાનો અને બાળકો જોડાઈ સ્તુતિ-આરાધના કરી અને એકબીજાને ઈસ્ટરની શુભેચ્છાઓ પાઠવી હતી. ખ્રિસ્તી ધર્મમાં ઈસ્ટર પર્વને વિશેષ મહત્વ આપવામાં આવે છે. માન્યતા મુજબ ગુડ ફ્રાઈડેના દિવસે ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે ચઢાવવામાં આવ્યા હતા અને તેમના મૃત્યુ બાદ તેમને કબરમાં મૂકવામાં આવ્યા હતા.તેમ છતાં, તેમના કહ્યા મુજબ ત્રીજા દિવસે,રવિવારે, તેઓ ફરી સજીવન થઈ લોકોને દર્શન આપ્યા હતા.આ ઘટનાની યાદમાં ખ્રિસ્ત ઉઠ્યો છે તેની યાદમાં વિશ્વભરના ખ્રિસ્તી વિશ્વાસીઓ ઈસ્ટર સન્ડે તરીકે આ પર્વની ઉજવણી કરે છે. ઈસ્ટર નિમિત્તે ભરૂચ જિલ્લાના એબેન એઝર મેથોડીસ્ટ ચર્ચ, સીએનઆઈ ચર્ચ, કેથલિક ચર્ચ તેમજ સાહિના ચર્ચ સહિતના ચર્ચોમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાઈ હતી. વિશ્વાસીઓએ નવા પોશાકો પહેરી ચર્ચોમાં હાજરી આપી ઈસુની સ્તુતિ-આરાધના કરી અને સમાજમાં પ્રેમ, શાંતિ અને ભાઈચારો વધે તેવી પ્રાર્થનાઓ કરી હતી. આ રીતે ભરૂચ જિલ્લામાં ઈસ્ટર પર્વ ધાર્મિક ભાવના અને ઉત્સાહ સાથે ઉજવાયો હતો.
    Click here to Read More
    Previous Article
    વાડીએ દર્શન કરવા ગયેલા વૃદ્ધાનું કૂવામાં પડી જતાં મોત:ગોંડલના ઘોઘાવદર ગામે રજાના દિવસે દીકરો મળવા આવ્યો ને કરૂણાંતિકા સર્જાઈ, ફાયરબ્રિગેડે લાશ બહાર કાઢી
    Next Article
    વડોદરામાં બાયોસેક્સ્યુઅલના બે ચોંકાવનારા કિસ્સા:GRINDR એપથી કોન્ટેક્ટમાં આવેલા અજાણ્યા શખસને મળવા ગયો ને યુવક લૂંટાયો, મોબાઈલની ચેટ વાંચતા દારુડિયા પતિનો રાઝ ખુલ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment