Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં બાયોસેક્સ્યુઅલના બે ચોંકાવનારા કિસ્સા:GRINDR એપથી કોન્ટેક્ટમાં આવેલા અજાણ્યા શખસને મળવા ગયો ને યુવક લૂંટાયો, મોબાઈલની ચેટ વાંચતા દારુડિયા પતિનો રાઝ ખુલ્યો

    2 days ago

    વડોદરામાં GRINDR એપ્લિકેશનનો ઉપયોગ કરીને બાયોસેક્સ્યુઅલ માટે બોલાવીને યુવકને લૂંટવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આરોપીઓએ યુવકને ધમકી આપીને ATMમાંથી પૈસા ઉપાડવાની કોશિશ કરી અને છેવટે સોનાની ચેન તથા બે વીંટીઓની લૂંટ કરી લીધી હતી. મકાન માલિકે ચાવી આપતા જ આરોપીઓએ ફરિયાદીને બોલાવ્યો ફરિયાદી GRINDR એપ દ્વારા નિકુંજ નામના આરોપીના સંપર્કમાં આવ્યો હતો. ચેટિંગ અને વીડિયો કોલ દ્વારા વાતચીત થયા બાદ આરોપીઓએ વડોદરામાં ઉમા ચાર રસ્તા પાસે આવેલા ડોમિનોઝ પિઝા નજીકના એપાર્ટમેન્ટના ત્રીજા માળે મકાન ભાડે લેવાના બહાને મકાન માલિકને મળ્યા હતા. મકાન માલિકે ચાવી આપતા આરોપીઓએ તેનો ઉપયોગ કરીને ફરિયાદીને ત્યાં બોલાવ્યો હતો. ત્યાં પહોંચતા જ આરોપીઓએ ફરિયાદીને ધમકી આપી, માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી. તેમણે યુવક પાસેથી 1,75,000ની કિંમતની સોનાની ચેઈન અને બે વીંટીઓની લૂંટ કરી લીધી હતી. આ ઘટના 23 માર્ચ, 2026ના રોજ બની હતી. કાવતરામાં સામેલ મહિલા આરોપીની ધરપકડ પાણીગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. પટેલની ટીમે ટેક્નિકલ સોર્સ અને મોબાઈલ લોકેશનના આધારે તપાસ કરી. તપાસમાં આરોપીઓ રાજકોટની 'મેરીલેન્ડ હોટેલ'માં રોકાયા હોવાનું જાણવા મળ્યું. આ સમગ્ર ઘટનામાં પોલીસની ટીમે રાજકોટમાં દરોડો પાડીને ગાડીના માલિક અને આ કાવતરામાં સામેલ આરોપી મુમતાજ યોગેશભાઈ ઉર્ફે રાકેશ સિંગર (રાજપૂત) (રહે. જડેશ્વર પાર્ક, વેલનાથ સોસાયટી, રાજકોટ)ને ઝડપી પાડી છે. પૂછપરછ દરમિયાન તેણે લૂંટના આ ગુનાની કબૂલાત કરી હતી. યોગેશભાઈ ઉર્ફે રાકેશ રામસીંગભાઈ શીંગર (રાજકોટ), નિકુંજભાઈ નરોત્તમબાપુ ગોંડલીયા (રાજકોટ), જનક રામસીંગભાઈ સીંગર (રાજકોટ), કેતન ઉર્ફે ચેતન મુકેશભાઈ દેગામા (રાજકોટ) અને એક અજાણ્યો શખ્સને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ આરોપીઓમાં યોગેશ બિંદુ છે અને મુમતાજ સાથે લગ્ન કર્યા છે. આ ઘટનામાં ત્રણ આરોપીઓ તો એક જ ઘરના છે. આ ઘટનામાં પોલીસે મહિલા આરોપી સાથે એક કાર કબજે કરી છે. ઘટના- 2 પત્ની પતિની મોબાઈલ ચેટ વાંચીને ચોંકી ગઈ વડોદરામાં એક પરિણીત મહિલાએ પોતાના પતિના મોબાઈલમાં અન્ય મહિલાઓ તથા છોકરાઓ સાથે ચેટિંગના સ્ક્રીનશોટ્સ જોઈને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાએ જણાવ્યું કે, તે અને તેનો પતિ છેલ્લા કેટલાય વર્ષોથી લગ્નજીવન વિતાવી રહ્યાં છે અને તેમને એક બાળકી પણ છે. પતિ અવારનવાર દારૂના નશામાં આવીને તેની સાથે ખરાબ વર્તન કરતો હતો. આ વર્તનને કારણે મહિલા વર્ષોથી માનસિક ત્રાસ સહન કરતી હતી. છેલ્લે તે છૂટાછેડા માટે તૈયાર થઈ ગઈ હતી. છોકરાઓ સાથે અશ્લીલ ચેટિંગ અને વીડિયો કોલના પુરાવા મળ્યા મહિલાએ વધુમાં કહ્યું કે, પતિ વારંવાર દારૂ પીને ગમે ત્યાં પડી રહેતો હતો. આવી સ્થિતિમાં મહિલા તેને શોધીને ઘરે લઈ આવતી હતી. તાજેતરમાં પતિ દારૂ પીને બેહોશ અવસ્થામાં હતો ત્યારે પત્નીએ તેનો મોબાઈલ તપાસ્યો. તેમાં તેને અન્ય મહિલાઓ તથા છોકરાઓ સાથે અશ્લીલ ચેટિંગ અને વીડિયો કોલના પુરાવા મળ્યા. આ કિસ્સામાં પતિ બાયોસેક્સ્યુઅલ હોવાની વિગતો પણ સામે આવી છે. આ જોઈને મહિલા ચોંકી ગઈ અને તરત જ પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. મહિલાએ પતિના બાયોસેક્સ્યુઅલ વર્તન અને માનસિક ત્રાસની ફરિયાદ પણ નોંધાવી છે. સમાજ માટે ચેતવણી પોલીસે જણાવ્યું છે કે, આવી એપ્લિકેશનો દ્વારા અજાણ્યા વ્યક્તિઓ સાથે સંપર્ક કરતી વખતે અત્યંત સાવચેતી રાખવી જરૂરી છે. ખાસ કરીને ઘર ભાડે આપતી વખતે પાર્ટીની વેરિફિકેશન વગર ચાવી આપવી જોઈએ નહીં. આ કિસ્સો એક વખત ફરી યાદ અપાવે છે કે સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્સના માધ્યમથી આવતા સંપર્કોમાં અંધાધૂંધી વિશ્વાસ કરવો જોખમી સાબિત થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં ખ્રિસ્તી સમુદાયે ઈસ્ટર પર્વની ઉજવણી કરી:પ્રભુ ઈસુના પુનરુત્થાનની યાદમાં ચર્ચોમાં પ્રાર્થના સભાઓ યોજાઈ
    Next Article
    ચહલનો સુંદર યુવતીઓ સાથે VIDEO VIRAL:અર્શદીપે ગર્લફ્રેન્ડનો હાથ પકડી ફોટો પાડ્યો?; 'ચંપક'ને જાડેજાએ કાખમાં તેડ્યો, રોહિતે જબરા ઈશારા કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment