Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ ભોંય સમાજ: ઉમેદવાર પસંદગી માટે મતદાન:લોકશાહી પદ્ધતિ અપનાવી, એકતા અને સંગઠનનું ઉદાહરણ પૂરું પાડ્યું

    5 days ago

    વેરાવળ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ભોંય સમાજ દ્વારા લોકશાહી મૂલ્યોને જીવંત કરતી એક અનોખી પરંપરા જોવા મળી છે. સમાજમાંથી ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો માટે પારદર્શક અને નિષ્પક્ષ મતદાન પ્રક્રિયા યોજી સમાજ સ્વીકૃતિ મેળવવાનો આ પ્રયોગ હવે એક સશક્ત પરંપરા બની ગયો છે. ભોંય સમાજના આગેવાન પટેલ હરગોવિંદભાઈએ જણાવ્યું હતું કે, વેરાવળ નગરપાલિકાના વોર્ડ નંબર 7માં સમાજના આશરે 5 હજાર જેટલા નિર્ણાયક મતદારો છે. આથી, સમાજમાંથી જ યોગ્ય અને સ્વીકાર્ય ઉમેદવાર રાજકીય પક્ષમાં આગળ આવે તે માટે વર્ષોથી આ લોકશાહી પદ્ધતિ અપનાવવામાં આવે છે. આ વખતે સમાજમાંથી બે મહિલા સહિત કુલ સાત દાવેદારોએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે, વ્યક્તિગત દાવેદારીને બદલે સમૂહની એકતા જળવાઈ રહે તે માટે સમાજ દ્વારા મતદાનથી ઉમેદવાર નક્કી કરવાની દિશામાં આગળ વધવામાં આવ્યું. તાજેતરમાં યોજાયેલી દાવેદારોની બેઠકમાં સમજુતીના માહોલ વચ્ચે પાંચ દાવેદારોએ પોતાનો દાવો પરત ખેંચ્યો હતો. આથી, ચૂંટણી હવે બે યુવા ચહેરાઓ વચ્ચે સીમિત રહી છે. સમાજ તરફથી રવિ જેન્તીલાલ વાઘેલા અને બ્રિજેશ રમેશભાઈ મહેતા એમ બે ઉમેદવારો વચ્ચે આજે રવિવારે ભોંય સમાજની વાડી ખાતે મતદાન યોજાયું. સવારે 8:30 વાગ્યાથી બપોરે 3:30 વાગ્યા સુધી બેલેટ પેપર મારફતે શિસ્તબદ્ધ રીતે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ સમગ્ર પ્રક્રિયા સમાજના પ્રમુખ અને પાંચ સભ્યોની સીધી દેખરેખ હેઠળ પારદર્શક રીતે યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ મતદાનમાં માત્ર પુરુષ મતદારોને જ મતદાનનો અધિકાર આપવામાં આવ્યો હતો, છતાં સમગ્ર આયોજનમાં શિસ્ત, સમરસતા અને જવાબદારીનો સુંદર સંગમ જોવા મળ્યો હતો. સાંજે મતગણતરી પૂર્ણ થયા બાદ જેને બહુમતી મળશે તે ઉમેદવારનું નામ સમાજ તરફથી સત્તાવાર રીતે રાજકીય પક્ષમાં મોકલાશે અને તેની ઉમેદવારી નોંધાશે. આ સાથે જ સમગ્ર સમાજ એકજૂટ બનીને પસંદ કરાયેલા ઉમેદવારને જીતાડવા માટે મેદાનમાં ઉતરી પડશે. ભોંય સમાજની આ પહેલ માત્ર ઉમેદવાર પસંદ કરવાની પ્રક્રિયા નથી, પરંતુ લોકશાહી મૂલ્યો, પારદર્શિતા અને સંગઠનની શક્તિનું જીવંત પ્રતિબિંબ છે. સમાજની અંદરથી જ નેતૃત્વ ઊભું કરવાની આ પદ્ધતિ અન્ય સમાજો માટે પણ પ્રેરણાસ્ત્રોત બની શકે તેવી છે.
    Click here to Read More
    Previous Article
    રાષ્ટ્રીય વહાણવટા દિવસની ઉજવણી:વેરાવળ બંદર પર ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે દેશભક્તિનો માહોલ
    Next Article
    ટંકારામાં બે અલગ ઘટનામાં યુવાન અને આધેડના મોત:કારખાનામાં ચક્કર આવતા યુવાન, વીજ શોકથી આધેડનું નિધન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment