Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાષ્ટ્રીય વહાણવટા દિવસની ઉજવણી:વેરાવળ બંદર પર ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે દેશભક્તિનો માહોલ

    5 days ago

    વેરાવળ બંદર ખાતે રાષ્ટ્રીય વહાણવટા દિવસની ઉજવણી કરવામાં આવી. ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમ પોર્ટ ઓફિસર હિરેન સોંદરવાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ વર્ષે મે મહિનામાં સેવા નિવૃત્ત થનારા પટાવાળા સતાર ગુલામ હુસેન બીલીમના હસ્તે ધ્વજવંદન કરીને ઉજવણીનો પ્રારંભ કરાયો. ધ્વજવંદન બાદ બંદર સુરક્ષા જવાનો, અધિકારીઓ અને સ્ટાફ દ્વારા તિરંગાને સલામી આપવામાં આવી હતી. સમગ્ર બંદર વિસ્તાર દેશભક્તિના નારાથી ગુંજી ઉઠ્યો હતો. આ પ્રસંગે પોર્ટ ઓફિસર હિરેન સોંદરવાએ રાષ્ટ્રીય વહાણવટા દિવસનું મહત્વ સમજાવ્યું. તેમણે ભારતના વેપાર, અર્થતંત્ર અને વૈશ્વિક જોડાણમાં બંદરોની ભૂમિકા પર ભાર મૂક્યો. વેરાવળ બંદરના માછીમારી અને વેપાર ક્ષેત્રે મહત્વપૂર્ણ સ્થાનનો પણ ઉલ્લેખ કર્યો. ઉજવણીને વધુ આકર્ષક બનાવવા માટે દાંડીયા-રાસ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. કર્મચારીઓ અને ઉપસ્થિત લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન સાથે ઉજવણી પૂર્ણ કરવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિસ્ત, દેશપ્રેમ અને એકતાનો સંદેશ પ્રસારિત થયો.
    Click here to Read More
    Previous Article
    સુરત મનપા ચૂંટણી માટે AAPના 75 ઉમેદવાર જાહેર:2021માં પાર્ટીએ 27 બેઠક જીતી હતી, બાકીના 45ની જાહેરાત હવે કરાશે
    Next Article
    વેરાવળ ભોંય સમાજ: ઉમેદવાર પસંદગી માટે મતદાન:લોકશાહી પદ્ધતિ અપનાવી, એકતા અને સંગઠનનું ઉદાહરણ પૂરું પાડ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment