Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથ: ભાજપના પૂર્વ સંસદીય સચિવ કોંગ્રેસમાં:જેઠા સોલંકી, સુનીલ રાઠોડ કોંગ્રેસમાં જોડાયા, કોડીનારમાં ભાજપને ફટકો

    2 days ago

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે, ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા છે. કોડીનાર તાલુકામાં ભારતીય જનતા પાર્ટીને મોટો ઝાટકો લાગ્યો છે. ભાજપના પૂર્વ સંસદીય સચિવ અને કદાવર નેતા જેઠા સોલંકી સહિતના પદાધિકારીઓએ કોંગ્રેસને સમર્થન જાહેર કરતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સિધાજની બેઠક બની 'ટર્નિંગ પોઈન્ટ' કોડીનારના સિધાજ ગામે યોજાયેલી કોંગ્રેસની એક મહત્વપૂર્ણ બેઠકમાં રાજકીય સમીકરણો રાતોરાત બદલાઈ ગયા હતા. આ બેઠકમાં પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ જેઠા સોલંકીએ ખુલ્લેઆમ કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું હતું. જેઠાભાઈએ મંચ પરથી હુંકાર કર્યો હતો કે, તેઓ આગામી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને વિજયી બનાવવા માટે પોતાની તમામ તાકાત લગાવી દેશે. વર્ષો સુધી ભાજપના પાયાના પથ્થર રહેલા નેતાનું આ પગલું ભાજપ માટે ચિંતાનો વિષય બન્યું છે. સુનીલ રાઠોડના 'રામ-રામ': ભાજપને ડબલ ઝાટકો માત્ર જેઠાભાઈ જ નહીં, પરંતુ ભાજપના સક્રિય નેતા અને હાલના તાલુકા પંચાયતના સદસ્ય સુનીલ રાઠોડે પણ ભાજપ સાથેના છેડા ફાડી નાખ્યા છે. સુનીલભાઈએ તેમના વિશાળ સમર્થક ગ્રુપ સાથે કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, સુનીલભાઈ અગાઉ કારોબારી ચેરમેન જેવી મહત્વની જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે, તેથી તેમનો પક્ષપલટો ભાજપના ગ્રામ્ય સંગઠનમાં મોટું ગાબડું પાડી શકે છે. કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કર્યા આ રાજકીય હલચલ વચ્ચે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઈએ રણનીતિ સ્પષ્ટ કરતા ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે: ભાજપમાં આંતરિક અસંતોષની ચર્ચા રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે, ગીર સોમનાથ ભાજપમાં લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક અસંતોષ હવે સપાટી પર આવ્યો છે. જૂના અને વફાદાર કાર્યકરોની અવગણના થતી હોવાના સૂર વચ્ચે આ પક્ષપલટો થયો હોવાનું મનાય છે. જેઠાભાઈ સોલંકીનો પ્રભાવ દલિત અને પછાત વર્ગના મતદારો પર વધુ હોવાથી, કોંગ્રેસને આનો સીધો ફાયદો થઈ શકે તેમ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં કોડીનારનો આ 'ખેલ' સમગ્ર ગીર સોમનાથ જિલ્લા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. એક તરફ કોંગ્રેસ નવા જોશ સાથે મેદાનમાં આવી છે, તો બીજી તરફ ભાજપે પોતાનું સંગઠન વિખેરાતું બચાવવા માટે મથામણ કરવી પડશે. હવે જોવાનું એ રહેશે કે મતદારો આ પક્ષપલટાને કેવી રીતે સ્વીકારે છે.
    Click here to Read More
    Previous Article
    PM મોદી આજે બંગાળમાં ચૂંટણી અભિયાનની શરૂઆત કરશે:સ્ટાલિનનો NDAને પડકાર- હિંમત હોય તો તમિલનાડુમાં 3-લેંગ્વેજ પોલિસીની જાહેરાત કરે
    Next Article
    સુરેન્દ્રનગરના કોઠારીયામાં વજાભગતની પુણ્યતિથિએ ભાગવત કથા:11મી પુણ્યતિથિ નિમિત્તે જીગ્નેશ દાદા કથાનું રસપાન કરાવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment