Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાવરગ્રીડ પ્રોજેક્ટનો વિરોધ:અંકલેશ્વર અને હાંસોટના ખેડૂતોની કલેક્ટર કચેરીએ ઉગ્ર રજૂઆત, આંદોલનની ચીમકી

    2 days ago

    ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ તાલુકાના ખેડૂતોએ પાવરગ્રીડ ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોએ આ મામલે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી પોતાની માંગણીઓ રજૂ કરી હતી. તેમણે ચેતવણી આપી છે કે જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીનમાં પ્રોજેક્ટ માટે કામગીરી શરૂ કરવામાં આવી રહી છે, પરંતુ તેમને પૂરતું અને ન્યાયસંગત વળતર આપવામાં આવતું નથી. જિલ્લા પ્રશાસન આ પ્રોજેક્ટને રાષ્ટ્રીય અને જાહેર હિત માટે જરૂરી ગણાવી રહ્યું છે, ત્યારે ખેડૂતોનું કહેવું છે કે વિકાસના નામે તેમના હકોનું હનન થઈ રહ્યું છે. ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ વિકાસના વિરોધી નથી, પરંતુ યોગ્ય વળતર વિના જમીન આપવા તૈયાર નથી. આવેદનપત્રમાં તેમણે કમર્શિયલ જંત્રી મુજબ સંપૂર્ણ વળતર ચૂકવવાની માંગ કરી છે. આ ઉપરાંત, માર્કેટ રેટ નક્કી કરવા માટે એક સમિતિ રચવામાં આવે અને તેમાં ખેડૂત પ્રતિનિધિઓને સામેલ કરવામાં આવે તેવી પણ માંગણી છે. ખેડૂતોએ એવી પણ માંગ કરી છે કે પ્રોજેક્ટ સાથે સંકળાયેલી કંપનીએ સીધી જવાબદારી સ્વીકારીને વળતર ચૂકવવું જોઈએ. તેમજ, ખેડૂતોની મંજૂરી વિના તેમની જમીનમાં પ્રવેશ ન કરવો જોઈએ. ખેડૂતોનો દાવો છે કે રાજ્યના અન્ય જિલ્લાઓમાં આવા જ પ્રોજેક્ટ માટે વધુ સારું વળતર આપવામાં આવ્યું છે, જ્યારે ભરૂચ જિલ્લામાં તે જ માપદંડો લાગુ કરવામાં આવતા નથી. આના કારણે નીતિ અને તેના અમલીકરણ વચ્ચે ભેદભાવ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ખેડૂતોએ ચેતવણી ઉચ્ચારી છે કે જો ટૂંક સમયમાં તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો તેઓ રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરશે.
    Click here to Read More
    Previous Article
    'મને સોરી કહેશે તો પણ માફ નહીં કરું':ભાજપે સસ્પેન્ડેડ અલ્પેશ લિંબાચિયાને પરત લેતા પૂર્વ મેયર નારાજ, કહ્યું- પક્ષની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડે તેની ઘરવાપસી સ્વીકાર્ય નથી
    Next Article
    Mangaluru police identify assailants involved in murder of former gangster on city flyover, no arrests yet

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment