Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મને સોરી કહેશે તો પણ માફ નહીં કરું':ભાજપે સસ્પેન્ડેડ અલ્પેશ લિંબાચિયાને પરત લેતા પૂર્વ મેયર નારાજ, કહ્યું- પક્ષની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડે તેની ઘરવાપસી સ્વીકાર્ય નથી

    2 days ago

    વડોદરા શહેર ભાજપે 3 વર્ષ અગાઉ સસ્પેન્ડ કરેલા કાઉન્સિલર અલ્પેશ લિંબાચિયાને સામી ચૂંટણીએ પુનઃ ભાજપનો ખેસ પહેરાવી ઘરવાપસી કરાવતા પૂર્વ મેયર નિલેશ રાઠોડ નારાજ થયા છે. અલ્પેશ લિંબાચિયાએ નિલેશ રાઠોડ વિરુદ્ધ પત્રિકા બહાર પડી હોવાનો આક્ષેપ હતો અને તેના માટે તેઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. પાર્ટીએ ભાજપાની પ્રતિષ્ઠાને ધ્યાનમાં લઈને ટિકિટ ન આપવી જોઇએ અલ્પેશ લિબચીયાની ઘરવાપસીથી વોર્ડ નંબર-17ના કાઉન્સિલર અને પૂર્વ મેયર નિલેશ રાઠોડ અત્યંત નારાજ જોવા મળી રહ્યા છે. તેમણે પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જે વ્યક્તિએ પક્ષના જ હોદ્દેદારો વિરુદ્ધ પત્રિકાઓ વહેતી કરીને ભાજપની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું હોય, તેની ઘરવાપસી સ્વીકાર્ય નથી. રાઠોડે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, અલ્પેશ લિબચીયાને પરત લેવાથી માત્ર તેઓ જ નહીં, પરંતુ તેમના સમર્થક કાર્યકરોમાં પણ ભારે અસંતોષ છે. તેઓએ જણાવ્યું હતું કે, ભાજપે પ્રતિષ્ઠાને ધ્યાને લઈને તેઓને પુનઃ ટિકિટ ન આપવી જોઈએ. સોરી કહેશે તો પણ માફ નહીં કરું નિલેશ રાઠોડે કડક વલણ અપનાવતા કહ્યું હતું કે, મારી સામે પત્રિકા બહાર પાડનાર અલ્પેશ લિબચીયા જો મને સોરી કહેશે તો પણ હું તેને ક્યારેય માફ નહીં કરું. જોકે, તેમણે અંતમાં ઉમેર્યું હતું કે ટિકિટ આપવી કે નહીં તે પક્ષના મોવડી મંડળનો નિર્ણય છે. હાલમાં તો આ ઘરવાપસીએ ભાજપના આંતરિક રાજકારણમાં મોટો વંટોળ ઊભો કર્યો છે, જેની અસર આગામી મહાનગરપાલિકાની ચૂંટણીના સમીકરણો પર જોવા મળી શકે છે. સંવાદ કરીને સમાધાન લાવવાનો પ્રયત્ન કરીશું ભાજપના શહેર અધ્યક્ષ ડો. જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે, અલ્પેશભાઈ લિંબાચિયા એ ભારતીય જનતા પાર્ટીના ખૂબ જૂના કાર્યકર્તા છે. અનેક રીતે એમને પાર્ટીમાં ઘણા બધા એવા કામો પણ કર્યા છે કે જે પાર્ટી હંમેશા યાદ રાખે. કોઈક એક ઘટનાના કારણે સ્વાભાવિક જ છે જેની સામે થયું હોય એને દુખ લાગે, નારાજગી પણ થાય અને એ ઘટનાના કારણે પાર્ટીએ એમને સસ્પેન્ડ કર્યા હતા. પરંતુ લાંબા સમયથી એમની રજૂઆત હતી અને એમના વર્તન, વાણી અને વ્યવહાર એમને સસ્પેન્ડ કર્યા પછી પણ હંમેશા પાર્ટીને મદદરૂપ થાય એ પ્રકારના જ કામો કર્યા છે. . પાર્ટીમાં જ્યારે પણ આવી કોઈ ઘટના બનતી હોય છે તો નારાજગી થવાની સંભાવના રહેતી જ હોય છે. ભારતીય જનતા પાર્ટી એ ખૂબ વિશાળ પરિવાર છે, એ પરિવારની અંદર મનદુઃખ એકબીજાને થતું હોય છે. પરંતુ છેવટે બધા પાર્ટીના જ કાર્યકર્તાઓ છે. સંવાદ કરીને સમાધાન લાવવાનો પ્રયત્ન જરૂરથી કરીશું.
    Click here to Read More
    Previous Article
    મુખ્યમંત્રીએ ઈડરના મુડેટીમાં સંસ્કૃત મહાવિદ્યાલયનું ઉદ્ઘાટન કર્યું:શારદાપીઠાધીશ્વર સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા
    Next Article
    પાવરગ્રીડ પ્રોજેક્ટનો વિરોધ:અંકલેશ્વર અને હાંસોટના ખેડૂતોની કલેક્ટર કચેરીએ ઉગ્ર રજૂઆત, આંદોલનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment