Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં દરિયાઈ પટ્ટી પર મરીન ટાસ્ક ફોર્સનું સઘન પેટ્રોલિંગ:પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે સુરક્ષા કવચ મજબૂત કરાયું, શંકાસ્પદ ગતિવિધિઓ પર કડક નજર

    4 days ago

    પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રવર્તી રહેલી યુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને ભારતની દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય બનાવવા માટે તંત્ર સજ્જ બન્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા તણાવ અને દરિયાઈ માર્ગે સંભવિત ખતરાઓને રોકવા માટે જામનગરના દરિયાઈ વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી આતંકવાદી ઘટનાઓ બાદ અપાતા હાઈ-એલર્ટ કરતા પણ સામાન્ય સમયગાળામાં સતર્કતા રાખવી વધુ અનિવાર્ય હોવાથી આ સઘન પેટ્રોલિંગનું આયોજન કરાયું હતું. ATS અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા, નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એમ. મુનિયા, તેમજ મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના સીધા માર્ગદર્શન હેઠળ આ સુરક્ષા કવાયત હાથ ધરાઈ હતી. સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ 03/04/2026ના રોજ મરીન ટાસ્ક ફોર્સ, જામનગર સેક્ટરના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.આર. યાદવ, સબ ઈન્સ્પેક્ટર ડી.એચ. જાડેજા અને મરીન કમાન્ડોની ટીમોએ જિલ્લાના મહત્વના અને સંવેદનશીલ સ્થળો પર સંયુક્ત રીતે પેટ્રોલિંગ કર્યું હતું. આ કામગીરીમાં વિવિધ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા: જોડીયા બંદર બાલાચડી વિસ્તાર સચાણા શીપ બ્રેકીંગ યાર્ડ સચાણા જેટી અને સમગ્ર કોસ્ટલ પટ્ટી શંકાસ્પદ ગતિવિધિઓ પર કડક નજર આ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોની વિવિધ ટીમો દ્વારા દરિયાકાંઠાના લેન્ડિંગ પોઇન્ટ્સ, ફિશિંગ સેન્ટરો અને અવાવરુ સ્થળોનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવ્યું હતું. દરિયામાં અવરજવર કરતી શંકાસ્પદ બોટ અને શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરીને સુરક્ષા વ્યવસ્થાને વધુ સજ્જ બનાવવામાં આવી હતી. કોઈપણ કટોકટીપૂર્ણ પરિસ્થિતિ ઉભી થાય તે પહેલાં પૂરતી તકેદારી રાખીને દેશની જળસીમાને સુરક્ષિત રાખવી અને સંભવિત ઘૂસણખોરીને નિષ્ફળ બનાવવી એ આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
    Click here to Read More
    Previous Article
    After RCF, UP’s Modern Coach Factory manufactures its 1st Vande Bharat train, trial run to begin soon
    Next Article
    અમદાવાદમાં ભાજપ કાર્યાલય સામે ઔવેસીની સભા:રાજકોટમાં 20 ઉમેદવારોને ફોન આવ્યો; આવતીકાલે પ્રથમ યાદી, 4 દિવસમાં તમામ ઉમેદવારોના નામની જાહેરાત: ચાવડા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment