Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી: જૂના જનસંઘીની રજૂઆત, પૂર્વ સભ્યોને ટિકિટ ન આપો:મહાપાલિકાની સેન્સ પ્રક્રિયામાં ભ્રષ્ટાચારના આરોપસર ટિકિટ ન આપવા માંગ

    3 days ago

    મોરબીના કમલમ કાર્યાલય ખાતે ગઈકાલે ભાજપની સેન્સ પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન જૂના જનસંઘના સભ્ય અને સામાજિક કાર્યકર બાબુલાલ મોહનભાઈ સરડવાએ લેખિત રજૂઆત કરી હતી. તેમણે આગામી મહાપાલિકાની ચૂંટણીમાં કોઈ પણ પૂર્વ સભ્યને ટિકિટ ન આપવાની માંગ કરી છે. સરડવાએ તેમની રજૂઆતમાં જણાવ્યું હતું કે, મહાપાલિકા માટે સ્વચ્છ છબી ધરાવતા ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ડોકટરો, એડવોકેટ અને ઇજનેરો જેવા નવા ચહેરાઓને ટિકિટ આપવી જોઈએ. તેમણે આક્ષેપ કર્યો હતો કે પાલિકાના અગાઉના 52 સભ્યોની બોડીએ વ્યાપક ભ્રષ્ટાચાર આચરી મોરબીની જનતાની આશાઓ પર પાણી ફેરવી દીધું છે અને પાર્ટીની છબીને પણ નુકસાન પહોંચાડ્યું છે. તેમણે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં ધારાસભ્યએ કહ્યું હતું કે પાલિકાની બોડીએ ભ્રષ્ટાચાર કરીને પાલિકાને તળિયાઝાટક કરી નાખી છે. આ કારણોસર, સરડવાએ સ્પષ્ટપણે માંગ કરી છે કે અગાઉના 52 સભ્યોમાંથી એક પણ સભ્યને ફરીથી ટિકિટ ન આપવામાં આવે. બાબુલાલ સરડવાએ પોતાની રજૂઆતમાં જૂના જનસંઘ અને ભાજપ તેમજ હાલના ભાજપ વચ્ચેના તફાવત અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભાજપની છબી સુધરે અને શહેરનો સારો વિકાસ થાય તે માટે આ રજૂઆત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    BRTSના બંધ પડેલા સ્વીગ ગેટને ફરી ચાલુ કરાશે:2.37 કરોડના ખર્ચે 270 ઓટોમેટિક ગેટ કાર્યરત થશે, 5 વર્ષ સુધી એજન્સી સંભાળશે મેન્ટેનન્સ
    Next Article
    NH-48 પર જાંબુવા બ્રિજ પાસે એસિડ ભરેલું ટેન્કર સળગ્યું:5 ફાયર સ્ટેશનની ટીમે ચાર કલાકે આગને કાબૂમાં લીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment