Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BRTSના બંધ પડેલા સ્વીગ ગેટને ફરી ચાલુ કરાશે:2.37 કરોડના ખર્ચે 270 ઓટોમેટિક ગેટ કાર્યરત થશે, 5 વર્ષ સુધી એજન્સી સંભાળશે મેન્ટેનન્સ

    3 days ago

    સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની પરિવહન વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને સુરક્ષિત બનાવવા માટે એક નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતની લાઈફલાઈન ગણાતી BRTS સેવામાં છેલ્લા લાંબા સમયથી મેન્ટેનન્સના અભાવે બંધ પડેલા 270 જેટલા ઓટોમેટિક સ્વિંગ ગેટને ફરીથી શરૂ કરવા માટે પાલિકાના ટ્રાફિક અને BRTS પ્રોજેક્ટ સેલ દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે અંદાજે રૂપિયા 2,37,86,156ના ખર્ચનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ગેટ બંધ હોવાથી મુસાફરો ગમે ત્યાંથી પ્રવેશ કરતા હતાં સુરત BRTS સ્ટેશનો પર મુસાફરોની સુરક્ષા અને અનધિકૃત પ્રવેશ રોકવા માટે ઓટોમેટિક સ્વિંગ ગેટ લગાવવામાં આવ્યા હતા. જોકે, યોગ્ય જાળવણીના અભાવે અને ટેકનિકલ ખામીઓને કારણે મોટાભાગના ગેટ લાંબા સમયથી બંધ હાલતમાં હતા. આ ગેટ બંધ હોવાને કારણે મુસાફરો ગમે ત્યાંથી કોરિડોરમાં પ્રવેશતા હતા, જેનાથી અકસ્માતનો ભય રહેતો હતો. હવે પાલિકાએ આ ખામી સુધારવા માટે કમર કસી છે. પાલિકાએ ટેન્ડરમાં કડક શરત મૂકી ભૂતકાળમાં ગેટ રિપેર થયા બાદ ફરી બગડી જતા હોવાની ફરિયાદો ઉઠી હતી. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે પાલિકાએ ટેન્ડરમાં કડક શરત મૂકી છે. જે એજન્સીને આ કામ સોંપવામાં આવશે, તેણે માત્ર ગેટ રિપેર નથી કરવાના, પરંતુ આગામી 5 વર્ષ સુધી તેનું સંપૂર્ણ મેન્ટેનન્સ અને જાળવણી પણ કરવાની રહેશે. આ શરતને કારણે હવે એજન્સીએ કામની ગુણવત્તા જાળવવી પડશે. કમિશનરે વિઝિટ કરી ખાનગી વાહનોને રોક્યાં હતાં થોડા દિવસો પહેલા જ મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજ પોતે મેદાનમાં ઉતર્યા હતા. તેમણે બીઆરટીએસ કોરિડોરમાં અચાનક વિઝિટ કરી હતી અને ગેરકાયદેસર રીતે કોરિડોરમાં વાહનો ચલાવતા ખાનગી વાહન ચાલકોને અટકાવીને સ્થળ પર જ શિસ્તના પાઠ ભણાવ્યા હતા. કમિશનરની આ કડકાઈ બાદ હવે તંત્ર હરકતમાં આવ્યું છે અને બીઆરટીએસ સિસ્ટમને સંપૂર્ણપણે સ્માર્ટ બનાવવાની દિશામાં કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં જ્ઞાનસાધના સ્કોલરશિપ પરીક્ષા યોજાઈ:55 કેન્દ્રો પર 14,259 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
    Next Article
    મોરબી: જૂના જનસંઘીની રજૂઆત, પૂર્વ સભ્યોને ટિકિટ ન આપો:મહાપાલિકાની સેન્સ પ્રક્રિયામાં ભ્રષ્ટાચારના આરોપસર ટિકિટ ન આપવા માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment