Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કામ અટકી ગયું:ગટર, સ્ટોર્મ વોટર લાઇનનું કામ બાકી હોઇ દુર્ગા ઓવરબ્રિજનું કામ ફરીથી ખોરંભાયું

    17 hours ago

    હિંમતનગરમાં પાંચબત્તી સર્કલ રેલવે ફાટક પર બની રહેલ દુર્ગા ઓવરબ્રિજનું કામ ફરી એકવાર ખોરંભાયું છે. જેમાં ગટર લાઈન અને સ્ટોર્મ વોટર લાઈનની કામગીરી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી સર્વિસ રોડનું કામ થઈ શકે તેમ ન હોવાનું તથા ત્રણ વીજપોલનું શિફટિંગ બાકી હોવાનું કારણભૂત હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે જીયુડીસીના એન્જિનિયર હર્ષકુમારે જણાવ્યું કે હાલમાં રેલવે દ્વારા રો-મટેરિયલ વગેરે માટે ટેસ્ટીંગ ચાલી રહ્યું છે. ત્રણ તબક્કામાં ટેસ્ટીંગ થાય છે. દરેક તબક્કામાં સરેરાશ એક સપ્તાહ લાગે છે. એક તબક્કો પૂરો થઈ ગયો છે. ત્રણેક વીજપોલનું શિફટીંગ થયું નથી તેમજ સ્ટોર્મ વોટર લાઈન અને ગટર લાઈનનું કામ થાય તે પછી સર્વિસ રોડનું કામ થઈ શકે તેમ છે. માર્ચ-એપ્રિલમાં બ્રિજ અવરજવર માટે તૈયાર કરી આપી દેવાનું લક્ષાંક હતું. પાલિકા ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈએ જણાવ્યું કે ફાટકથી એસબીઆઈ સુધીની બંને લાઈનનું ટેન્ડરીંગ કરી એજન્સી નક્કી કરી દેવાઈ છે. એકાદ સપ્તાહમાં કામ શરૂ થઈ જશે. અને શક્ય તેટલું ઝડપથી કામ પૂરું કરી સર્વિસ રોડનું કામ ચાલુ કરવા જીયુડીસીને સોંપી દેવાશે.
    Click here to Read More
    Previous Article
    શાસ્ત્રી મેદાનમાં આધ્યાત્મિક મહાકુંભ:શ્રીમદ્ રાજચંદ્રજીના 125મા સમાધિદિનની ઉજવણી
    Next Article
    Virat Kohli Breaks Silence On Being Called "Overseas Player" At RCB

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment