Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોઝારિયાના સધીમા ટૂર ટ્રાવેલ્સના માલિકની ફરિયાદ:ભાડે આ પેલી ગાડી પાછી ન આપી ટ્રાવેલર્સ સાથે છેતરપિંડી

    3 days ago

    ગાડી ભાડે લીધા બાદ તેનું ભાડું કે ગાડી પરત નહીં આપનાર અમદાવાદના બે ટ્રાવેલર્સ સામે ગોઝારિયાના ટ્રાવેલ્સ માલિકે લાંઘણજ પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ગોઝારિયાની ગીતા પાર્ક સોસાયટીમાં રહેતા રાજ જીતેન્દ્રકુમાર ભાવસાર ગાયત્રી કોમ્પ્લેક્સમાં સધીમા ટૂર ટ્રાવેલ્સ નામે ગાડીઓ ભાડે આપવાનું કામ કરે છે. 6 જાન્યુઆરીના રોજ પાર્થ વિજયકુમાર શાહ રહે. રામનગર સોસાયટી નાંદેજ અમદાવાદ અને ભરવાડ રમેશભાઈ ગાંડાભાઈ રહે.વીંઝોલ અમદાવાદ તેમની ઓફિસે આવ્યા હતા અને છ મહિના માટે ગાડી ભાડે લેવાની વાત કરી હતી. જીજે 02 ઇએન 5966 નંબરની ઓરા ગાડી માસિક રૂ.40 હજારના ભાડા લેખે છ મહિના માટે ભાડે આપી હતી. અગાઉ તેમની પાસેથી બંને જણા ગાડી ભાડે લઈ ગયા હોઇ પરિચયને કારણે કોઈ લખાણ કર્યું ન હતું. મહિનો પૂરો થતાં તેમણે પાર્થ અને રમેશ ભરવાડને ગાડીના ભાડાની માંગણી કરતા ભાડું કે ગાડી પરત આપી ન હતી. રાજ ભાવસારે તેમના સરનામે તપાસ કરતાં તેઓ બંને હાજર પણ મળ્યા ન હતા. આથી તેમણે બંને સામે લાંઘણજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં કોંગ્રેસના 20 ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરાઈ, જુઓ લિસ્ટ:જૂના જોગીઓને મેદાને ઉતારવાનો નિર્ણય, અમદાવાદમાં ભાજપના 2200 લોકોએ ટિકિટ માંગી
    Next Article
    Meet Orion, The Living Life Spacecraft Carrying Artemis II Astronauts To Moon

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment