Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં કોંગ્રેસના 20 ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરાઈ, જુઓ લિસ્ટ:જૂના જોગીઓને મેદાને ઉતારવાનો નિર્ણય, અમદાવાદમાં ભાજપના 2200 લોકોએ ટિકિટ માંગી

    2 days ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26 એપ્રિલે એક જ તબક્કામાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની 10,005 બેઠકોની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભાજપ સહિતના પક્ષોએ ઊમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ કરી છે. ભાજપની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં અમદાવાદ મહાનગરપાલિકા માટે બે દિવસની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. પ્રથમ દિવસે 2 એપ્રિલના રોજ 1200થી વધારે ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી, જ્યારે બીજા દિવસે 3 એપ્રિલના રોજ પણ 1000થી વધારે દાવેદારો દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ મહાનગરપાલિકામાં લઘુમતી મતવિસ્તાર ગણાતા એવા જમાલપુર અને મકતમપુરા વોર્ડમાં દાવેદારો ઓછા આવ્યા હતા. કોંગ્રેસમાં ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. જે બેઠકો પર વિવાદ કે મડાગાંઠ છે તેવી બેઠકો પર પેનલ તૈયાર થઇ શકી નથી. આવી વિવાદાસ્પદ બેઠકો માટે આજે (4 એપ્રિલ) પ્રદેશ કક્ષાએ નિરીક્ષકોની હાજરીમાં બેઠકોનો દોર હાથ ધરાશે. આ બેઠકોમાં જે બેઠક પર એક સરખા સમીકરણો ધરાવતા મજબૂત દાવેદારો વચ્ચે સ્પર્ધા છે, તેવી બેઠકો પર નિર્ણય લેવાશે. શનિવારે હાથ ધરાનારી બેઠકોમાં સૌ પ્રથમ મહાનગર પાલિકાની કામગીરી હાથ ધરવામાં આવશે અને 5 એપ્રિલે ઉમેદવારો જાહેર કરાશે. કોંગ્રેસના આ ઉમેદવારોના નામની થશે જાહેરાત વોર્ડ નંબર 1માં રમેશ જુંજા વોર્ડ નંબર 2માં નયનાબા જાડેજા. વોર્ડ નંબર3માં અતુલ રાજાણી અને ગાયત્રીબા વાઘેલા વોર્ડ નંબર 4માં ઠાકરશી ગજેરા વોર્ડ નંબર 6માં શૈલેષ સાકરીયા વોર્ડ નંબર 8માં રાખોલિયા ભગત અને રણજીત મુંઘવા વોર્ડ નંબર 9માં ગિરીશ ઘરસણિયા વોર્ડ નંબર 10માં ગોહિલ મહિલા વોર્ડ નંબર 11માં કેતન તાળા વોર્ડ નંબર 12માં સંજય અજુડિયા વોર્ડ નંબર 13માં કમલેશ કોઠીવાલા અને જાગૃતિ ડાંગર વોર્ડ નંબર 14માં રાજુ ચાવડીયા વોર્ડ નંબર 15માં વશરામ સાગઠિયા અને મકબૂલ દાવદાણી વોર્ડ નંબર 16માં સુરેશ ગેરૈયા વોર્ડ નંબર 17માં રસિક ભટ્ટ વોર્ડ નંબર 18માં નિલેશ મારૂ
    Click here to Read More
    Previous Article
    મહારાષ્ટ્રના નાસિકમાં કૂવામાં કાર ખાબકી:એક જ પરિવારના 6 બાળકો સહિત 9નાં મોત
    Next Article
    ગોઝારિયાના સધીમા ટૂર ટ્રાવેલ્સના માલિકની ફરિયાદ:ભાડે આ પેલી ગાડી પાછી ન આપી ટ્રાવેલર્સ સાથે છેતરપિંડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment