Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપે જેને સસ્પેન્ડ કર્યા તેને કોંગ્રેસે ખેસ પહેરાવ્યો:આવાસ કૌભાંડમાં પતિનું નામ ઉછળ્યા બાદ ચર્ચામાં આવેલા દેવુબેન જાદવે કાર્યકરો સાથે પક્ષપલટો કર્યો

    2 days ago

    સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતાની સાથે જ પક્ષ પલ્ટુની પણ મોસમ શરૂ થઇ ચુકી છે. આ શરૂઆત આ વખતે કોંગ્રેસ નહિ, પરંતુ ભાજપમાંથી થવા પામી છે. ગઈકાલે (3 એપ્રિલ) રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 6માં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ભાજપના સસ્પેન્ડેડ પૂર્વ કોર્પોરેટર દેવુબેન જાદવ, તેમના પતિ મનસુખ જાદવ સહિત કાર્યકર્તાઓને કોંગ્રેસના આગેવાનોએ ખેસ પહેરાવી વિધિવત કોંગ્રેસ પક્ષમાં પ્રવેશ કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપે પોતાના બે મહિલા કોર્પોરેટરોને 2024માં સસ્પેન્ડ કર્યા હતાં, જેમાં એક નામ દેવુબેન જાદવ અને બીજું નામ વજીબેન ગોલતર હતું. કોર્પોરેટરના પતિઓના આવાસ કૌભાંડમાં નામ ખુલ્યાં હતાં વોર્ડ નંબર 6ના કોર્પોરેટર દેવુબેન જાદવના પતિ મનસુખ જાદવ અને વોર્ડ નંબર 5ના મહિલા કોર્પોરેટર વજીબેન ગોલતરના પતિ કવા ગોલતરે પોતાના અન્ય જગ્યાએ ઘરનું ઘર હોવા છતાં સાગરનગર અને મચ્છાનગર સ્લમ વિસ્તારમાં આવાસ મેળવવા પાત્ર લાભાર્થીઓની યાદીમાં નામ લખાવ્યું હતું. 2024માં મુખ્યમંત્રીના હસ્તે યોજાયેલા ડ્રોમાં બન્નેના નામ આવતાં વિવાદ સર્જાયો હતો. આ સમયે દેવુબેન જાદવ કાયદો-નિયમન સમિતિના ચેરમેન હતા. આ ઉપરાંત કોર્પોરેટર દેવુબેન જાદવના પતિ દ્વારા પૈસાની માંગણી કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. ત્યારબાદ રાજકોટ શહેર ભાજપ દ્વારા કડક કાર્યવાહી કરતાં વજીબેન ગોલતર અને દેવુબેન જાદવનું ચેરમેન પદેથી રાજીનામું લઈ અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પાલિકામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ગઢડામાં છેલ્લા 24 કલાકથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ:2 જૂથ વચ્ચે બપોરના ઝગડાની અદાવત રાત્રે વકરી, એક ગંભીર; ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો; 11 લોકો સામે ફરિયાદ
    Next Article
    ભાજપમાં રાત્રે 2:30 સુધી સેન્સ લેવાઇ:મનપાની 52 બેઠક માટે 425 દાવેદાર, બેઠક દીઠ 8એ ટિકિટ માગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment