Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપમાં રાત્રે 2:30 સુધી સેન્સ લેવાઇ:મનપાની 52 બેઠક માટે 425 દાવેદાર, બેઠક દીઠ 8એ ટિકિટ માગી

    3 days ago

    મહેસાણા મહાનગરપાલિકાની પહેલીવાર યોજાનારી ચૂંટણી માટે ભાજપમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ થતાં રાજકીય ગરમાવો વધી ગયો છે. 13 વોર્ડની 52 બેઠકો માટે ટિકિટ માટે 425 જેટલા કાર્યકરોએ દાવેદારી કરી છે. જેમાં પાલિકાના 40 ટકા પૂર્વ કોર્પોરેટરો પણ છે. ઉપરાંત, નવા જોડાયેલા 24 ગામોમાંથી યુવા કાર્યકરો અને સ્થાનિક આગેવાનો પણ આગળ આવ્યા છે. ગુરુવારે કમલમ ખાતે સવારથી શરૂ થયેલી સેન્સ પ્રક્રિયા મોડી રાત્રે અઢી વાગ્યા સુધી ચાલી હતી. પ્રદેશ નિરીક્ષકો સમક્ષ દાવેદારોએ બાયોડેટા રજૂ કર્યા હતા. શુક્રવારે પણ 50 જેટલા દાવેદારો બાયોડેટા મોકલયા હતા. વિશ્વસનીય સૂત્રો મુજબ, કેટલાક પ્રભાવશાળી આગેવાનોના બાયોડેટા સીધા નિરીક્ષક સુધી પહોંચ્યા હોવાની ચર્ચાએ આંતરિક રાજકારણમાં વધુ ગરમાવો લાવ્યો છે. વોર્ડવાઈઝ જોવામાં આવે તો વોર્ડ નં.8માં સૌથી વધુ 48 અને વોર્ડ નં.9માં 45 દાવેદારો નોંધાયા હતા. દરેક વોર્ડમાં સરેરાશ 32 દાવેદારો અને દરેક બેઠક દીઠ સરેરાશ 8 દાવેદારો ટિકિટ માટે દોડમાં હોવાનું ચિત્ર સામે આવ્યું છે. હવે પ્રદેશ નિરીક્ષકો દ્વારા કેટલા અને કયા નામો પાર્લામેન્ટરી બોર્ડ સુધી મોકલવામાં આવશે તે મુદ્દે પક્ષમાં આંતરિક ચર્ચાઓ તેજ બની છે. રાજકીય વિશ્લેષણ પ્રો.વિમલ વૈદ્યએ જણાવ્યું કે, ભાજપમાં કાર્યકરોમાં શિસ્ત વધુ હોવાને કારણે બળવો થવાની શક્યતા ઓછી રહે છે. ટિકિટ ન મળવાથી થોડી નિષ્ક્રિયતા આવી શકે, પરંતુ પક્ષ વિરુદ્ધ જવાની સંભાવના ઓછી છે. કોંગ્રેસમાં પણ દાવેદારોની સંખ્યા બેઠકો કરતાં વધુ રહેવાની શક્યતા છે. બેઠક દીઠ ત્રણ થી ચાર નામો જ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલાશે વર્ષ 2021ની નગરપાલિકા ચૂંટણીમાં 11 વોર્ડની 44 બેઠકો માટે કુલ 176 નામ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલાયા હતા. તે વખતે દરેક વોર્ડ દીઠ 16 અને દરેક બેઠક દીઠ 4 નામ મોકલવામાં આવ્યા હતા. આ વખતે મનપામાં પણ બેઠક દીઠ 3 થી 4 નામ મોકલવાના સંકેત મળી રહ્યા છે. આ વખતે ટિકિટમાં આગેવાનોનું લિસ્ટ લાંબુ થયું પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, તેમના પતિ પિન્ટુભાઈ પટેલ, સાર્વજનિક કેળવણી મંડળના સહમંત્રી મિલનભાઈ ચૌધરી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મિનેષ પટેલ, પૂર્વ ઉપપ્રમુખ હીતુભાઈ દેસાઈ, મુકુંદભાઈ પટેલ, કીર્તિભાઈ પટેલ, દીપકભાઈ પટેલ અને પાંચોટના પૂર્વ સરપંચ લલીતભાઈ પટેલ સહિતે દાવેદારી કરી હોવાનું આંતરિક સૂત્રોથી જાણવા મળ્યું છે. ત્રણ ટર્મ અને 60 વર્ષની ઉંમર‎આવે તો કેટલાકના પત્તા કપાશે‎ ત્રણ વખત ચૂંટાયેલા અને 60 વર્ષથી વધુ‎ઉંમરના ઉમેદવારોને ટિકિટ આપવી કે નહીં તે‎મુદ્દે હજી સ્પષ્ટતા નથી. જો આ નિયમ લાગુ થાય‎તો કેટલાક વરિષ્ઠ દાવેદારોને ટિકિટમાં મુશ્કેલી‎પડી શકે છે. જેને લઇ પણ ચર્ચા જામી છે.‎
    Click here to Read More
    Previous Article
    ભાજપે જેને સસ્પેન્ડ કર્યા તેને કોંગ્રેસે ખેસ પહેરાવ્યો:આવાસ કૌભાંડમાં પતિનું નામ ઉછળ્યા બાદ ચર્ચામાં આવેલા દેવુબેન જાદવે કાર્યકરો સાથે પક્ષપલટો કર્યો
    Next Article
    US Jets Shot Down By Iran In A 1st In 20 Years. Last Time Was During Iraq War

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment