Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિનાની વાતચીત:મારા માટે પોલીસ સેવા માત્ર નોકરી નથી, પરંતુ સમાજ પ્રત્યેની એક જવાબદારી છે

    2 days ago

    તાપી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી નિભાવતા ડીવાઇએસપી ઈશ્વર એન. પરમાર માત્ર એક અધિકારી નહીં, પરંતુ સંઘર્ષમાંથી ઊભી થયેલી પ્રેરણાદાયી વ્યક્તિ તરીકે ઓળખાય છે. સામાન્ય પરિવારમાંથી આવીને ખેત મજૂરી લઈને પોલીસ સેવામાં ઊંચું સ્થાન પ્રાપ્ત કરવું તેમની અડગ મહેનત અને સંકલ્પનો પરિચય આપે છે. તેમના કાર્યમાં માનવતા, જવાબદારી અને સમાજપ્રતિ સમર્પણ સ્પષ્ટ જોવા મળે છે. જે આજે અનેકના પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે. Q - આપની અત્યાર સુધીની જીવન યાત્રા અને કારકિર્દીનો મહત્વનો વળાંક શેને માનો છો ? A - મારી પસંદગી વર્ષ 2017 માં GPSC દ્વારા ડાયરેક્ટ DYSP તરીકે થઈ હતી, જે મારા જીવનનો સૌથી મોટો વળાંક છે. સામાન્ય પરિવારમાં જન્મ થયો હતો.પિતા નરસિંહ ભાઈ કપડાની ફેરી કરતા અને માતા ગૃહિણી,નાનપણથી જ સંઘર્ષનો સામનો કર્યો. અભ્યાસ સાથે ખેતમજૂરી કરીને દિવસના 20–25 રૂપિયા કમાયા હતા. એ દિવસોમાં જ અધિકારી બનવાનો દ્રઢ નિશ્ચય કર્યો. 18 વર્ષની ઉંમરે શિક્ષક તરીકે નોકરી શરૂ કરી, બાદમાં પ્રિન્સિપાલ બન્યા હતા. નોકરી સાથે અભ્યાસ ચાલુ રાખી HSC, BA, MA અને B.Ed પૂર્ણ કર્યા. UPSC સહિત અનેક પરીક્ષાઓ આપી અને અંતે સતત મહેનત અને પરિવારના સહકારથી 2017માં સફળતા મળી. મારી પ્રેરણા કોઈ એક ઘટના નહીં, પરંતુ સમાજના છેવાડાના માણસોના સંઘર્ષોમાંથી મળી છે. Q - આપની જીવન યાત્રા અનેક સંઘર્ષોમાંથી‎પસાર થઈ ચૂકી છે. આપના પરિવારે આ યાત્રામાં‎કઈ રીતે સપોર્ટ કર્યો?‎ A - મારી સફળતાનો આધારસ્તંભ‎પરિવાર છે. ખાસ કરીને પત્ની અમિતાબેન‎બે પુત્રો આદિત્ય , દેવાંશ અને પિતાજીનો‎સહયોગ અમૂલ્ય રહ્યો છે. પત્નીએ‎પોતાના કારકિર્દી અને સુવિધાઓનો‎ત્યાગ કરીને ઘરની તમામ જવાબદારીઓ‎સંભાળી, જેથી હું નિર્ભય બની અભ્યાસ‎પર ધ્યાન આપી શક્યો. પિતાજીએ તેમના‎અનુભવોથી જીવનના મહત્વના પાઠ‎શીખવ્યા. તેઓ કહેતા કે વાંચતા વખતે‎ધ્યાન ભંગ ન થવું જોઈએ અને પરીક્ષા‎સમયે નાની ભૂલથી મોટી મહેનત બગડી‎ન જાય તે માટે સાવચેત રહેવું જોઈએ.‎તેમના શબ્દો આજે પણ માર્ગદર્શન આપે‎છે.‎ Q - આપના નેતૃત્વની કાર્યશૈલીને કોઈ એક‎વાક્યમાં કહેવા માંગો તો તે શું હોઈ શકે?‎ A - મારા માટે પોલીસ સેવા માત્ર નોકરી‎નથી, પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારી છે.‎ Q - આપના હાલની ભૂમિકા અથવા પદ પર કામ‎કરવામાં સૌથી રોચક વાત અને મોટો પડકાર શું‎છે?‎ A -હાલ સોનગઢ અને નિઝર વિસ્તારમાં‎ફરજ બજાવતા માર્ગ અકસ્માતોના કેસો‎મારા માટે સૌથી મોટો પડકાર છે. ફેટલ‎અકસ્માતોને જોતા હેલ્મેટ અને ટ્રાફિક‎નિયમો અંગે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરું‎છું. તાપી જિલ્લો અકસ્માતમુક્ત બને એ‎મારું સપનું છે. સાથે જ યુવાનોને‎વ્યસનમુક્ત અને જવાબદાર નાગરિક‎બનાવવા માટે શાળા, કોલેજ અને‎ગામડાઓમાં જાગૃતિ કાર્યક્રમો અને‎સંવાદ કરવો મને ગમે છે.‎ Q - આપની પાસે પદ સત્તા અને સમગ્ર સિસ્ટમ‎છે, આમ છતાં કોઈ કાર્ય કરવામાં લાચારી‎અનુભવો છો?‎ A -મારી કાર્યશૈલી લોકશાહી અને‎સહભાગિતાના સિદ્ધાંતો પર આધારિત‎છે. હું માનું છું કે દરેક કર્મચારી નિર્ભયપણે‎પોતાના વિચારો રજૂ કરી શકે તેવું‎વાતાવરણ હોવું જોઈએ. હુકમી નિર્ણય‎કરતાં હું સહયોગી અભિગમમાં વિશ્વાસ‎રાખું છું. ઘણી વખત સારા વિચારો નીચેના‎સ્તરેથી પણ મળે છે, અને તેમને‎સ્વીકારવાથી સંસ્થા માટે ઉત્તમ પરિણામ‎મળે છે.‎ Q - આપની દ્રષ્ટીએ આપના ક્ષેત્રની સૌથી મોટી‎સમસ્યા કે લોકોનું દર્દ શું છે? આપની પાસે તેના‎ઉકેલની બ્લુપ્રિન્ટ કે યોજના શું છે?‎ A -જિલ્લામાં ફેટલ અકસ્માતનું પ્રમાણ‎ચિંતાજનક છે. માત્ર કાયદેસર કાર્યવાહી‎પૂરતી નથી, જાગૃતિ પણ એટલી જ જરૂરી‎છે. તેથી અમે ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતિ‎કાર્યક્રમો, મફત હેલ્મેટ વિતરણ, સ્થાનિક‎ભાષામાં સંદેશા, સ્ટ્રીટ પ્લે દ્વારા સમજણ‎અને ટ્રાફિક નિયમોના પ્રચાર દ્વારા લોકોને‎જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.‎ Q - જ્યારે પણ શહેરમાંથી આપની વિદાય થયા‎ત્યારે એવું કયું કામ કરવા માગો છો કે જે લોકો‎આપને યાદ કરે?‎ A -હું ઈચ્છું છું કે લોકો મને એવા‎અધિકારી તરીકે યાદ રાખે, જે ગરીબ અને‎પછાત વ્યક્તિ સાથે પણ સમાન સન્માન‎અને માનવતાથી વર્તે. મારી ઓળખ માત્ર‎પ્રભાવશાળી વર્ગ સુધી સીમિત ન રહે,‎પરંતુ સમાજના અંતિમ માણસ સુધી ન્યાય‎પહોંચાડવાનો પ્રયત્ન કરનાર અધિકારી‎તરીકે થાય. મારા માટે સાચી સફળતા‎એમાં છે કે દરેક વ્યક્તિને સમાન ન્યાય‎મળે એ જ મારી સૌથી મોટી સિદ્ધિ ગણું છું.‎
    Click here to Read More
    Previous Article
    ગઢડામાં બે કોમ વચ્ચે ફરી બબાલ, એક ગંભીર:SP સહિત પોલીસકાફલો ઘટનાસ્થળે, બોટાદ હોસ્પિટલ ખસેડાયા
    Next Article
    Fire At ONGC's Mumbai High Offshore Oil Field, 10 Injured

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment