Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાંભા વોર્ડમાં ટિકિટ મુદ્દે 'લેટર વોર':કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રાહુલ માટિયાએ ફેક્ટરી માલિકો પાસેથી ઉઘરાણા કર્યોનો આક્ષેપ, ટિકિટ ન આપવા કહ્યું

    3 days ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ અમદાવાદના લાંભા વોર્ડમાં રાજકીય ગરમાવો આવ્યો છે. આ વોર્ડમાં દાવેદારી કરનાર રાહુલ માટિયા અને પિતા સતીશ માટિયા સામે ગંભીર આક્ષેપો કરતો એક પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, જેના કારણે રાજકીય કાવાદાવા તેજ બન્યા છે. રાહુલ માટિયા વોર્ડ ઉપપ્રમુખ બન્યો ત્યારે પણ વિવાદ સર્જાયો હતો વાઇરલ થયેલા આ પત્રમાં એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, રાહુલ માટિયા અને સતીશ માટિયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેમની ટિકિટ નક્કી છે, એવું કહીને ફેક્ટરી માલિકો પાસે ફંડ માગી રહ્યા છે. રાહુલ માટિયા સામે અગાઉ નારોલ પોલીસે ગેરકાયદે કેમિકલ છોડતા સામે કાર્યવાહી પણ કરી હતી. રાહુલ માટિયાને અગાઉ લાંભા વોર્ડનો ઉપપ્રમુખ બનાવતા પણ વિવાદ સર્જાયો હતો. પત્રમાં કરાયેલા ગંભીર આક્ષેપો આ લેટરમાં લખ્યું છે કે, મણિનગર વિધાનસભાના ધારાસભ્ય અમુલ ભટ્ટ જે અમી કેમિકલ નામની કંપની ધરાવે છે અને લાંભા વિસ્તારમાં દરેક ફેક્ટરીમાં કેમિકલ તેમના પદના હિસાબે સપ્લાય કરે છે, જેને કારણે કેમિકલ ધંધામાં ભાગીદારી ધરાવતા સતિષ માટિયા (ભરવાડ) અને તેમનો દીકરો રાહુલ માટિયા જે ભાજપ લાંભા વોર્ડનો પ્રમુખ છે, તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પોતાની ટિકિટ નક્કી છે, તેમ કહીને ચૂંટણી માટે ડોનેશન માગી રહ્યા છે. 2015ની ચૂંટણીમાં પણ ઉઘરાણા કરાયાનો આરોપ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવાર રહી હારી ચૂકેલા વિક્રમ ભરવાડ અને રમણ ભરવાડ 2015માં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે, તેમની હેરાનગતિ વધી ગઈ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિક્રમ ભરવાડ ઉમેદવાર હતા, તે વખતે વિક્રમભાઈની ટિકિટ માટે કર્ણાવતી મહાનગરના મંત્રીઓનું નામ લઇ ડોનેશન માગી રહ્યા હતા. વેપારી એસોસિએશન ખૂબ મોટી રકમ લઈ ગયા હતા અને અત્યારે પણ તેમનું નામ લઇ આગામી ટિકિટ મળવાની છે, જેના નામે ડોનેશન માંગણી કરી રહ્યા છે. પોલીસ કાર્યવાહીના પૂરાવા પણ મોકલ્યાં પત્ર લખનારે એવું પણ કહ્યું છે કે, અમે હંમેશા ભારતીય જનતા પાર્ટીના સમર્થક અને વરેલા છીએ. પાર્ટીનું નામ બદનામ ન થાય, જેથી ખાનગીમાં બંનેની હેરાનગતિને કારણે પત્ર લખી રહ્યા છે. આ પત્ર લીધે અમને હેરાનગતિ ન થાય અને તપાસ કરી યોગ્ય પગલા લેવામાં આવે. આ પત્ર સાથે સતિષ માટિયા અને રાહુલ માટિયા વિરુદ્ધ થયેલી કાર્યવાહીના કાગળ પણ જોડાણ સાથે મોકલવામાં આવ્યા છે. ‘મેં કોઈની પાસે ડોનેશન માગ્યું નથી’ આ મામલે દિવ્ય ભાસ્કરે રાહુલ માટિયા સાથે વાત કરી ત્યારે તેણે જણાવ્યું કે, દાવેદારી કરી છે પરંતુ, કોઈની પાસે ડોનેશન માંગ્યુ નથી. લોકશાહી હોવાથી ફરિયાદ તો જેને કરવી હોય તે કરે.
    Click here to Read More
    Previous Article
    After ‘stabbing’ girl, man dies in cylinder blast at home
    Next Article
    મહીસાગરમાં 5 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:LCBએ ચોરીના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment