Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં હનુમાન પ્રાગટ્યોત્સવ, મહાપ્રસાદનું આયોજન:વાડી હનુમાન પોળ યુવક મંડળે ભક્તો માટે કર્યો કાર્યક્રમ

    2 days ago

    વડોદરાના વાડી હનુમાન પોળ ખાતે હનુમાન પ્રાગટ્યોત્સવ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. વાડી હનુમાન પોળ યુવક મંડળ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. શહેરમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો. વાડી હનુમાન પોળનું મંદિર લગભગ 350 વર્ષ જૂનું છે. ઇતિહાસ અનુસાર, આ વિસ્તાર પહેલાં શૂરા શાળવીની પોળ તરીકે ઓળખાતો હતો. તે સમયે શાળવી કોમના લોકો અહીં વસવાટ કરતા હતા, જેઓ વણાટ, કળા અને છાપકામ જેવી કારીગરીમાં નિષ્ણાત હતા. તે સમયે વડોદરામાં વણઝારાની એક પોઠ આવી હતી. પોઠના મોભીએ જણાવ્યું કે તેમને રસ્તામાંથી હનુમાનદાદાની મૂર્તિ મળી હતી, જેને તેઓ બળદગાડામાં સ્થાપિત કરીને નિર્ધારિત સ્થળે લઈ જવાના હતા. બીજા દિવસે વણઝારાની પોઠ આગળ જવા નીકળી, પરંતુ હનુમાનદાદાની મૂર્તિ ધરાવતું ગાડું ઘણા પ્રયત્નો છતાં ખસ્યું નહીં. વધુ બળદો જોડવા છતાં પણ ગાડું આગળ વધ્યું નહીં. આ ઘટનાને કારણે અહીં જ હનુમાનદાદાનું મંદિર બાંધવામાં આવ્યું. આથી હનુમાનદાદા ‘હઠીલા હનુમાનજી’ તરીકે ઓળખાવા લાગ્યા અને શૂરા શાળવીની પોળનું નામ બદલાઈને હનુમાન પોળ થયું. વડોદરાના પ્રાચીન ગરબામાં પણ આ સ્થળનો ઉલ્લેખ જોવા મળે છે: “હાથિયાખાણાના દરવાજે કંઈ હઠીલા હનુમાનજી રે…” મંદિર નજીક તે સમયે બનાવવામાં આવેલો કૂવો આજે પણ અસ્તિત્વમાં છે.
    Click here to Read More
    Previous Article
    રતનપરમાં મેલડી માતાજીને સમૂહ તાવો:10 હજારથી વધુ ભક્તો પ્રસાદ લેશે, વાર્ષિક આયોજન
    Next Article
    Sukhbir Singh Badal promises industrial push for Kandi belt, slams AAP on law and order in Punjab

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment