Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:ભાજપના દાવેદારોની સેન્સ પ્રક્રિયા બની ‘ઔપચારિકતા’

    4 days ago

    ભુજ નગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. એક તરફ બેઠકો કબજે કરવા કોંગ્રેસ સત્તાધારીઓના કથિત કૌભાંડ આગળ ધરી રહી છે, તો પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી સત્તા ધરાવતી ભારતીય જનતા પાર્ટી માઇક્રો પ્લાનિંગ સાથે ચૂંટણી લડતી હોવાને કારણે ઉમેદવારી પ્રક્રિયામાં પણ કડક અનુશાસન જોવા મળી રહ્યું છે. ગુરુવારે માંડવી, અબડાસા અને લખપત તાલુકાની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શુક્રવારે ભુજ તાલુકો અને નખત્રાણા તાલુકાની સેન્સ પ્રક્રિયા થઈ. ભુજ નગરપાલિકાના ઉમેદવારો નક્કી કરવા માટે સાંજે પાંચ વાગ્યાથી દાવેદારોને બોલાવી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ભુજમાં આશરે અઢીસો જેટલા દાવેદારોએ ફોર્મ ભર્યા હોવાને કારણે પ્રક્રિયા લાંબી ચાલવાની શક્યતા વચ્ચે અચાનક જ સેન્સ પ્રક્રિયા ઔપચારિકતા પૂરતી જ રહી હોય તેવું જોવા મળ્યું હતું. ત્રણેય નિરીક્ષકોએ અલગ-અલગ દાવેદારોને બોલાવી તેમના નામ, વ્યવસાય અને ચૂંટણી બાબતે સામાન્ય પૂછપરછ કરીને ઝડપથી પ્રક્રિયા પૂર્ણ કરી લીધી હોવાનો પક્ષના જ કાર્યકરોમાં ગણગણાટ સાંભળવા મળ્યો હતો. માંડવી માટે ત્રણેય નિરીક્ષકોએ સાથે બેસીને સેન્સ એક એકના લીધા હતા, જ્યારે ભુજમાં આ રીતે અલગ-અલગ પ્રક્રિયા અપનાવવામાં આવી હોવાથી ઝડપ માટે અસંતોષ દેખાયો હતો. બીજી તરફ, એક જ પરિવારના સભ્યો ત્રણ વખત ચૂંટણી લડી ચૂક્યા હોય તેમને ટિકિટ ન આપવાની ચર્ચાને સમર્થન મળ્યું હતું. ભુજમાં એવા પાંચ જેટલા પરિવારો છે, જે ભાજપ તરફથી પિતા, પત્ની કે પુત્ર પ્રમુખ, ઉપપ્રમુખ અથવા કારોબારી ચેરમેન તરીકે સેવા આપી ચૂક્યા છે, આ પરિવારોની ગેરહાજરીએ આ ચર્ચાને બળ આપ્યું છે. પૂર્વ નગરસેવકોની સંખ્યા ઓછી જોવા મળી હતી, તો ભુજની 44 બેઠક માટે 50% સ્ત્રી અનામત એટલે 22 મહિલા દાવેદાર પણ પૂરી સંખ્યામાં ન હોય તેવું ઉપસ્થિતો દ્વારા કહેવામાં આવ્યું હતું. જ્યારે નવા ચહેરાઓ મોટી સંખ્યામાં દાવેદારી નોંધાવતા જોવા મળ્યા હતા. જીતની સંભાવના ધરાવતા ઉમેદવારોને જ ફરી ટિકિટ આપવામાં આવે તેવી શક્યતા વધુ રહેલી છે. જોકે, પાર્ટી દ્વારા સત્તાવાર યાદી જાહેર થયા બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન જિલ્લા પ્રમુખ દેવજી વરચંદ, મહામંત્રી ભીમજી જોધાણી, હિતેશ ખંડોર, અશોક હાથી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ચૂંટણીને લઈને સંગઠનના સ્તરે દિવસભર બેઠકો ચાલી હતી. સાયકલના પેડલથી એસયુવી કાર સુધીનો ‘વિકાસ’ જનસંઘથી રાજકીય સફરની શરૂઆત કરનારા ભાજપનો વિકાસ હવે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ડોકાય છે. આગામી ચૂંટણી માટે ભુજ ખાતે ‡‘સેન્સ પ્રક્રિયા’ દરમિયાન પક્ષના નવનિર્મિત ‘કમલમ’ કાર્યાલયની બહાર ગાડીઓનો જે જમાવડો જોવા મળ્યો તે ‘વિકાસ’નું એક પાસુ દર્શાવી જતો હતો. પક્ષને ઉભો કરવા માટે સાઇકલ પર ફરનારા આજે આ દબદબો જોઇને ખુશ થતા હશે કે...? ભુજ તાલુકા પંચાયતમાં અનામત સીટ મેળવવા અન્ય ગામ બળુકા ઉમેદવાર તરફ નજર દોડાવી હતી ભુજ તાલુકા પંચાયતની સીટ માટે દાવેદારી નોંધાવનાર હોય તેમના ગામોમાં કોઈ બળુકો દાવેદાર હોય તો અન્ય ગામની પણ બેઠક માટે પ્રયત્ન કર્યા હતા. ઉત્સાહી કાર્યકરોએ એક નહીં પણ બે ત્રણ વિકલ્પ આપ્યા હોવાનું જાણવા મળે છે. અનામત બેઠક માટે સીમિત સંખ્યા હોય ત્યારે અન્ય ગામમાંથી પણ બેઠક ફાળવવા પ્રયત્ન થયા છે.
    Click here to Read More
    Previous Article
    પાસપોર્ટ અરજદારોની સંખ્યામાં સતત વધારો:ઉનાળુ વેકેશનમાં પાસપોર્ટ માટે 40-50 દિ’નું વેઇટિંગ
    Next Article
    ASI લક્ષ્મીકાંત દેસાઈની જામીન રદ કરાઈ:‘ટાઈગર જિંદા હૈ’નું વોટ્સએપ એકાઉન્ટ બનાવી એએસઆઇ લક્ષ્મીકાંત દેસાઇ ડ્રગ્સ માફિયા અમેરિકાના સંપર્કમાં રહેતો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment