Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિદ્ધપુરના ધુમ્મડ ગામે આકાશી વીજળી ત્રાટકતા ગાય-ભેંસના મોત:વિધવા મહિલાની આજીવિકા છીનવાઈ, સરકારી સહાયની માંગ

    4 days ago

    પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ધુમ્મડ ગામે કમોસમી વરસાદ સાથે આકાશી વીજળી ત્રાટકી હતી. આ ઘટનામાં એક ગાય અને એક ભેંસનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ પશુઓ એક ગરીબ વિધવા પરિવારના હતા, જેમને આર્થિક ફટકો પડ્યો છે. જિલ્લામાં વાતાવરણમાં આવેલા પલટા બાદ સિદ્ધપુર તાલુકાના ધુમ્મડ ગામે ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. આ કુદરતી આફત દરમિયાન વીજળી પડતા પશુપાલન પર નિર્ભર કાંતાબેન (સ્વ. પુંજાજી વાઘાજી ઠાકોર) ના બે પશુઓ મૃત્યુ પામ્યા હતા. બાંધેલા પશુઓને બચાવવાની કોઈ તક મળી ન હતી. કાંતાબેન અત્યંત ગરીબ પરિસ્થિતિમાં જીવન ગુજારે છે અને તેમના પરિવારમાં કમાનાર કોઈ સભ્ય નથી. આ ગાય અને ભેંસ જ તેમના ઘરનું ગુજરાન ચલાવવાનો એકમાત્ર સ્ત્રોત હતા. પશુઓના દૂધથી થતી આવક દ્વારા જ તેઓ પરિવારનું ભરણપોષણ કરતા હતા. આ દુર્ઘટના બાદ પરિવારની આજીવિકાનું સાધન છીનવાઈ જતાં કાંતાબેન અને તેમનો પરિવાર અસહાય સ્થિતિમાં મુકાઈ ગયા છે. ગ્રામજનોએ વિધવા મહિલાની આર્થિક સ્થિતિને ધ્યાને રાખીને સરકાર દ્વારા ત્વરિત ધોરણે પશુઓના મોત અંગેનો સર્વે કરવાની માંગ કરી છે. પરિવાર પાસે હાલ આવકનું બીજું કોઈ સાધન ન હોવાથી સરકારી તંત્ર વહેલી તકે આર્થિક વળતર ચૂકવે તેવી માંગ પ્રબળ બની છે. પશુઓના અકાળે મોતથી થયેલું નુકસાન આ ગરીબ પરિવાર માટે મોટો આર્થિક ફટકો છે.
    Click here to Read More
    Previous Article
    કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ:સુરતમાં શાળાની બાંધકામ સાઇટ પર 8 વર્ષની માસૂમ પર બળાત્કાર, આરોપી બાળકી રમતી હતી ને રૂમમાં ખેંચી ગયો
    Next Article
    વાપી મહાનગરપાલિકા ચૂંટણી:કોંગ્રેસમાં 52 બેઠકો માટે ખેંચતાણ, 110 દાવેદારોએ ફોર્મ ભર્યા; આંકડો 225 પહોંચવાની શક્યતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment