Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'આજે બચી ગયો, બીજી વાર મળીશ તો જીવતો નહીં રે':ઝઘડાની દાઝ રાખી રત્નકલાકાર યુવક પર ત્રણ શખસોનો છરી-ફરશીથી હુમલો, બાઈકમાં પણ તોડફોડ કરી

    12 hours ago

    ભાવનગર શહેરના ઘોઘારોડ વિસ્તારમાં એક મહિના પહેલાના ઝઘડાની દાઝ રાખીને એક રત્નકલાકાર યુવકને ગૌશાળા પાસેના મેલડી માતાના મંદિરે બેઠેલો હતો ત્યારે ત્રણ યુવકોએ છરી અને ફરશીથી હુમલો કરીને ઈજા પહોંચાડી હતી. આરોપીઓએ યુવકની બાઈકમાં પણ તોડફોડ કરીને જીવનની ધમકી આપી હતી. ત્રણ શખસોએ છરી-ફરશીથી હુમલો કરી ઢીંકાપાટુનો માર માર્યો ઘોઘારોડ વિસ્તારના લક્ષ્મીનગર, શેરી નંબર-૨માં રહેતા મનોજભાઈ દિલીપભાઈ ચૌહાણ (રત્નકલાકાર) એક મહિના પહેલા તેમના મિત્ર મુકેશભાઈની રિક્ષા સાથે અમીત ઉર્ફે ચોટી અશ્વિનભાઈ બારૈયાના બાઈકના અકસ્માતને લઈને ઝઘડો થયો હતો. આ ઝઘડાની દાઝ રાખીને ગત તા.1 એપ્રિલના રોજ બપોરના સમયે મનોજભાઈ ગૌશાળા પાછળ આવેલા મેલડી માતાના મંદિર પાસે બેઠા હતા. આ દરમિયાન અમીત ઉર્ફે ચોટી અશ્વિનભાઈ બારૈયા, મેહુલ અશ્વિનભાઈ બારૈયા અને ઉજ્વલ ઉર્ફે ચુચો (તમામ ભાવનગરના) એક્સેસ રોડ પર આવીને મનોજભાઈને અપશબ્દો કાઢ્યા. વિરોધ કરતા યુવકને ઉશ્કેરાઈને હુમલો કર્યો. અમીતે ફરશીથી, મેહુલે છરીથી ઘા કર્યા અને ઉજ્વલે ઢીંકાપાટુથી માર માર્યો. ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હુમલો કર્યા બાદ આરોપીઓએ યુવકને ધમકી આપી કે “આજે તો તું બચી ગયો, બીજી વાર મળીશ તો જીવતો નહીં રહેવા દઈએ.” તેમણે મનોજભાઈની બાઈકમાં પણ તોડફોડ કરી હતી. ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મનોજભાઈએ ઘોઘારોડ પોલીસ મથકમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે BNS એક્ટની કલમ 115(2), 118(1), 117(2), 352, 351(3), 54, 324(4) તેમજ જીપી એક્ટની કલમ-135 હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ધાર્મિક માલવિયાની પત્નીએ કહ્યું-મેં ચૂંટણીમાં દાવેદારી નથી કરી:મોનાલી હિરપરા સેન્સ આપી ગયાનો સુરત શહેર APP પ્રમુખ ભંડીરીએ દાવો કરતા રાજકારણ ગરમાયું હતું
    Next Article
    પ્રીતિએ કૂપર કોનોલીને ફીણ લાવી દીધા:જય બજરંગબલી બોલાવતા જોવા જેવી થઇ, CSKના ખેલાડીઓની માઠી બેઠી, પંત અને ગોએન્કાનો નવો વીડિયો વાઇરલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment