Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધાર્મિક માલવિયાની પત્નીએ કહ્યું-મેં ચૂંટણીમાં દાવેદારી નથી કરી:મોનાલી હિરપરા સેન્સ આપી ગયાનો સુરત શહેર APP પ્રમુખ ભંડીરીએ દાવો કરતા રાજકારણ ગરમાયું હતું

    13 hours ago

    સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 2 (મોટાવરાછા-અમરોલી - કઠોર) અત્યારે સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ પાછળનું મુખ્ય કારણ છે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખનો દાવો. ધર્મેશ ભંડેરીએ આજે (3 એપ્રિલ) સવારે જણાવ્યું હતું કે મોનાલી હીરપરા ( ધાર્મિક માલવિયાની પત્ની)એ વોર્ડ નંબર બેમાં આમ આદમી પાર્ટીમાંથી દાવેદારી નોંધાવી હતી. જો કે આ સમગ્ર મુદ્દે ધાર્મિક માલવિયા બાદ હવે મોનાલી હિરપરાએ સોશલ મીડિયામાં પોસ્ટ કરીને સ્પષ્ટ કર્યું છે કે મેં ચૂંટણીમાં દાવેદારી કરી નથી. ધાર્મિક માલવીયાની ભાજપમાંથી દાવેદારી પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) ના પૂર્વ કન્વીનર અને જાણીતા પાટીદાર અગ્રણી ધાર્મિક માલવીયાએ તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ની સેન્સ પ્રક્રિયામાં હાજરી આપી હતી. તેમણે વોર્ડ નંબર 2 માંથી ભાજપની ટિકિટ માટે પ્રબળ દાવેદારી નોંધાવી છે. મોનાલી હીરપરાએ સોશલ મીડિયા પોસ્ટથી સ્પષ્ટતા કરી બીજી તરફ, ધાર્મિક માલવીયાના પત્ની એડવોકેટ મોનાલી હીરપરા જેઓ આમ આદમી પાર્ટી (AAP)ના પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે, તેમણે ફરી એકવાર મેદાનમાં ઉતરવાની તૈયારી બતાવી હોવાનો આપના શહેર પ્રમુખએ શુક્રવારે સવારે દાવો કર્યો હતો. ધર્મેશ ભંડેરીએ કહ્યું હતું કે મોનાલી હીરપરા છેલ્લા પાંચ વર્ષથી પાર્ટીમાં સક્રિય છે અને તેમણે વોર્ડ નંબર 2 માટે ઉમેદવારીની ઈચ્છા વ્યક્ત કરી છે. ત્યારે આ મુદ્દો ટોક ઓફ ટાઉન બન્યો કે શું પતિ-પત્ની વચ્ચે જંગ જામશે. જો કે પૂર્વ કોર્પોરેટર અને ધાર્મિક માલવિયાની પત્ની મોનાલીએ સોશલ મીડિયા પોસ્ટ કરતા તે આગામી કોર્પોરેશનની ચૂંટણી લડશે કે નહીં તેના પરથી પડદો ઉંચકાયો છે.મોનાલીએ સોશલ તેની પોસ્ટમાં લખ્યું કે આવનાર 2026ના કોર્પોરેશનના ઈલેક્શનમાં કોઈ જ રાજકીય પક્ષમાંથી દાવેદારી નોંધાવેલી નથી. હવે આવનાર સમયમાં સામાજિક ક્ષેત્રમાં આપને જ્યાં પણ જરૂર હશે ત્યાં હું મારાથી જે પણ મદદ કરી શકાશે તે મદદ કરવા આપને સહકાર આપીશ. વર્ષ 2021માં રાજકીય સફર શરૂ કરી હતી મોનાલી હીરપરાએ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે, વર્ષ 2021ના કોર્પોરેશનના ઈલેક્શનથી આપ સૌ ના સ્નેહ અને સાથ સહકારથી મારી રાજકીય સફરની શરૂઆત થઈ અને આપ સૌ નો આ આખી સફરમાં ખૂબ સાથ સહકાર મળ્યો અને મેં મારી જવાબદારી પણ ખૂબ નિષ્ઠા પૂર્વક પૂરી કરી છે. મને રાજકીય કોઈ જ બાબત નો ખ્યાલ ન હતો.પણ આપ બધા ના સથવારે મને ઘણું બધું શીખવા,જાણવા અને અનુભવવા મળ્યું તે બદલ આપ સર્વે નો ખૂબ ખૂબ આભાર.મારાથી જાણતા અજાણતા કોઈ પણ ભૂલ થઈ હોય કે કોઈ સાથે કોઈ પણ બાબત મા અણબનાવ ઊભો થયો હોય તો ફરી વખત હું ક્ષમા માગું છું. વિરોધાભાસી નિવેદનો અને વિવાદ આ સમગ્ર મામલે ત્યારે વળાંક આવ્યો જ્યારે ધાર્મિક માલવીયા અને આપના શહેર પ્રમુખના નિવેદનો સામસામે આવ્યા છે.આપ શહેર પ્રમુખે નિવેદન આપતા જણાવ્યું હતું કે, મોનાલી હિરપરા છેલ્લા પાંચ વર્ષથી પાર્ટીમાં સક્રિય છે અને તેમણે વોર્ડ નંબર 2 માટે ઉમેદવારીની ઈચ્છા વ્યક્ત કરી છે. બહેન પોતે આવીને સેન્સ આપી ગયા છે.એમણે કહ્યું છે કે વોર્ડ નંબર-2ના લોકો માટે કામ કરવા માંગુ છું.પાર્ટી મને ઉમેદવાર તરીકે પસંદ કરશે તો ફરીથી કોર્પોરેટર બનવા માંગુ છું અને કોર્પોરેટર બનીશ. તો આ તરફ ધાર્મિક માલવીયાએ ભાજપમાંથી દાવેદારી કરી છે. એ સાથે તેમણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જવાબ આપ્યો કે, તેમના પત્ની આમ આદમી પાર્ટીમાં સક્રિય નથી અને રાજકીય ક્ષેત્રમાં હવે આગળ વધવા નથી માંગતા. અલ્પેશ કથીરિયાની પત્નીએ પણ દાવેદારી નોંધાવી તો આ તરફ પાસના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયાના સ્થાને હવે તેમના પત્ની કાવ્યા કથીરિયાએ સક્રિય રાજકારણમાં ઝંપલાવ્યું છે. કાવ્યા કથીરિયાએ આગામી ચૂંટણી માટે ભાજપમાંથી પોતાની દાવેદારી નોંધાવી છે, જેમાં તેમણે સુરતના વોર્ડ નંબર 3 માટે ફોર્મ ભર્યું છે. ખાસ વાત એ છે કે, આ દાવેદારી માટેનું ફોર્મ અન્ય એક જાણીતા પાસ નેતા ધાર્મિક માલવિયા દ્વારા ભરવામાં આવ્યું હતું, જે આ ફેરબદલ અને રાજકીય સમીકરણોમાં નવી ચર્ચા જગાવી રહ્યું છે. પાટીદોરાના ગઢમાં આપનો દબદબો વોર્ડ નંબર 2માં સૌથી વધુ પાટીદાર વસ્તી છે. આ સાથે જ સુરત શહેરનો સૌથી વધુ વસ્તી ધરાવતો વોર્ડ છે. 2021માં આમ આદમી પાર્ટીના ચારેય ઉમેદવાર અહીંથી જીત્યા હતા.ત્યારબાદ ભાવના સોલંકી અને અલ્પેશ પટેલ પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાઈ ગયા હતા.જ્યારે રાજેશ મોરડીયાને આમ આદમી પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ વોર્ડમાં માત્ર એક જ કોર્પોરેટર એડવોકેટ મોનાલી હિરપરા રહ્યા હતા.પાટીદારોના ગઢ ગણાતા આ વોર્ડમાં આપનો પણ દબદબો રહ્યો છે. ત્યારે હવે ભાજપ પણ પાટીદાર ને જ ઉભો રાખીને આપને ટક્કર આપે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. જોકે ભાજપમાં જ દાવેદારી કરનાર ધાર્મિક માલવયાની પત્ની એડવોકેટ મોનાલી હિરપરાએ આમ આદમી પાર્ટીમાંથી દાવેદારી નોંધાવતા ચર્ચાનો વિષય બન્યા છે.
    Click here to Read More
    Previous Article
    પ્રીતિએ કૂપર કોનોલીને ફીણ લાવી દીધા:જય બજરંગબલી બોલવતા જોવા જેવી થઇ, CSKના ખેલાડીઓની માઠી બેઠી, પંત અને ગોએન્કાનો નવો વીડિયો વાઇરલ
    Next Article
    'આજે બચી ગયો, બીજી વાર મળીશ તો જીવતો નહીં રે':ઝઘડાની દાઝ રાખી રત્નકલાકાર યુવક પર ત્રણ શખસોનો છરી-ફરશીથી હુમલો, બાઈકમાં પણ તોડફોડ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment