Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બગદાણાના ચકચારી કેસના પીડિત નવનીત બાલધિયા કોંગ્રેસમાં જોડાયા:કહ્યું-'તક મળશે તો ચોક્કસ ચૂંટણી લડીશ', હુમલા કેસમાં માયાભાઈ આહીરના દીકરાની ધરપકડ થઈ હતી

    4 days ago

    બગદાણાના ચકચારી મારામારી કેસ બાદ ચર્ચામાં આવેલા પૂર્વ સરપંચ નવનીત બાલધિયા આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. આજે 3 એપ્રિલના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તેમને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. આ પ્રસંગે બાલધિયાએ પોતાની રાજકીય ઈચ્છાશક્તિ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જો પક્ષ તક આપશે તો તેઓ આગામી ચૂંટણી લડવા માટે પણ તૈયાર છે. બગદાણા હુમલો અને વિવાદ ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ બગદાણા ધામના સેવક અને પૂર્વ સરપંચ નવનીત બાલધિયા પર જીવલેણ હુમલો થયો હતો. આ કેસમાં જાણીતા લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર હુમલો કરવાનો આરોપ લાગ્યો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડતા સરકારે તપાસ માટે 'સીટ' (SIT)ની રચના કરી હતી, જે બાદ જયરાજ આહિરની ધરપકડ પણ કરવામાં આવી હતી. કોળી સમાજની એકતા અને ન્યાયની લડત નવનીત બાલધિયા પર થયેલા હુમલાની ઘટનાને સમગ્ર કોળી સમાજે સખત શબ્દોમાં વખોડી હતી. ન્યાયની માંગ સાથે રાજ્યભરમાં કોળી સમાજના આગેવાનો અને લોકો રસ્તા પર ઉતર્યા હતા અને અનેક સંમેલનો પણ યોજાયા હતા. આ મુદ્દે કોળી સમાજની અભૂતપૂર્વ એકતા જોવા મળી હતી અને ન્યાય માટે છેક ગાંધીનગર સુધી રજૂઆતો કરવામાં આવી હતી. આ સામાજિક આંદોલન બાદ હવે નવનીત બાલધિયાની સત્તાવાર રાજકીય એન્ટ્રીથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પાન પાર્લર માલિક વિરુદ્ધ ફરિયાદ:જમીનના સોદામાં વચ્ચે રહેલા વ્યક્તિને 8 કરોડની લેતીદેતીમાં માર માર્યો, સગીરને સિગરેટ વેચતા પોલીસ ફરિયાદ
    Next Article
    Mehsana Rain Update | ભરઉનાળે રાજ્યમાં ચોમાસા જેવો માહોલ | Saurashtra | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment