Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બગદાણાના ચકચારી કેસના પીડિત નવનીત બાલધિયા કોંગ્રેસમાં જોડાયા:અમિત ચાવડાના હસ્તે ધારણ કર્યો કોંગ્રેસનો ખેસ; કહ્યું-તક મળશે તો ચોક્કસ ચૂંટણી લડીશ

    2 days ago

    બગદાણાના ચકચારી મારામારી કેસ બાદ ચર્ચામાં આવેલા પૂર્વ સરપંચ નવનીત બાલધિયા આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. આજે 3 એપ્રિલના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તેમને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. આ પ્રસંગે બાલધિયાએ પોતાની રાજકીય ઈચ્છાશક્તિ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જો પક્ષ તક આપશે તો તેઓ આગામી ચૂંટણી લડવા માટે પણ તૈયાર છે. બગદાણા હુમલો અને વિવાદ ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ બગદાણા ધામના સેવક અને પૂર્વ સરપંચ નવનીત બાલધિયા પર જીવલેણ હુમલો થયો હતો. આ કેસમાં જાણીતા લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર હુમલો કરવાનો આરોપ લાગ્યો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડતા સરકારે તપાસ માટે 'સીટ' (SIT)ની રચના કરી હતી, જે બાદ જયરાજ આહિરની ધરપકડ પણ કરવામાં આવી હતી. કોળી સમાજની એકતા અને ન્યાયની લડત નવનીત બાલધિયા પર થયેલા હુમલાની ઘટનાને સમગ્ર કોળી સમાજે સખત શબ્દોમાં વખોડી હતી. ન્યાયની માંગ સાથે રાજ્યભરમાં કોળી સમાજના આગેવાનો અને લોકો રસ્તા પર ઉતર્યા હતા અને અનેક સંમેલનો પણ યોજાયા હતા. આ મુદ્દે કોળી સમાજની અભૂતપૂર્વ એકતા જોવા મળી હતી અને ન્યાય માટે છેક ગાંધીનગર સુધી રજૂઆતો કરવામાં આવી હતી. આ સામાજિક આંદોલન બાદ હવે નવનીત બાલધિયાની સત્તાવાર રાજકીય એન્ટ્રીથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ….
    Click here to Read More
    Previous Article
    ઘોડાસરમાં હનુમાન જન્મોત્સવે સુન્દરકાંડ પાઠ યોજાયો:ઓમકાર ગ્રુપ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભક્તો ઉમટ્યા
    Next Article
    જીવાપુરા શાળાના શિક્ષક રૂમાલ ડામોર નિવૃત્ત:વિદાય સમારંભમાં શાળા વિકાસ માટે ₹10,000નું દાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment