Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રણબીર કપૂરની ફિલ્મ 'રામાયણ'ના ટીઝર પર વિવાદ:ભારત પહેલા વિદેશમાં બતાવવા પર ફેન્સ ભડક્યા; પ્રોડ્યુસરે કહ્યું- ભાગલા ન પાડો, રામ બધાના છે

    10 hours ago

    હનુમાન જયંતિના અવસરે 2 એપ્રિલે ફિલ્મ રામાયણનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું. રિલીઝ થતાની સાથે જ ટીઝર વિવાદોમાં ઘેરાઈ ગયું છે. મેકર્સે ભારત કરતાં બે દિવસ પહેલાં તેનું ટીઝર ન્યૂયોર્ક અને લોસ એન્જલસમાં રિલીઝ કર્યું હતું. ભારતીય ચાહકો એ વાતથી નારાજ છે કે રામાયણ પર બનેલી ફિલ્મનું ટીઝર પહેલા વિદેશમાં શા માટે બતાવવામાં આવ્યું. હવે ફિલ્મના પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ આ અંગે સ્પષ્ટતા કરી છે. ‘ભાગલા ન પાડો’ સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે ‘રામાયણ’ પર બનેલી આ ફિલ્મ પર પહેલો હક ભારતીય દર્શકોનો છે. આ દરમિયાન નમિત મલ્હોત્રાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું, પ્લીઝ, ભાગલા ન પાડો. આ વહેંચવાનો સમય નથી. અમેરિકામાં રહેતા ભારતીયો અમારો આભાર માની રહ્યા છે અને વખાણ કરી રહ્યા છે. તમારે ત્યાં રહેતા ભારતીયોની ભાવનાઓને પણ સમજવી પડશે. તેમણે કહ્યું કે આખી દુનિયામાં ભારતીયો રહે છે અને રામ બધા માટે એક જ છે. રણબીર કપૂરની ગેરહાજરી પર સવાલો ઉઠ્યા રામાયણનું ટીઝર રિલીઝ કરવા માટે મુંબઈ અને દિલ્હી સહિત દેશના 8 મોટા શહેરોમાં કાર્યક્રમો યોજાયા. પરંતુ આ દરમિયાન રણબીર કપૂરની ગેરહાજરીની ચર્ચા રહી. ફિલ્મમાં ભગવાન રામનો રોલ ભજવી રહેલા રણબીર પોતે પોતાની જ ફિલ્મના આટલા મોટા ઇવેન્ટમાં પહોંચ્યા નહીં. 2 એપ્રિલની સવારે રણબીર કપૂરનો ભગવાન રામના રૂપમાં પહેલો લુક સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવ્યો. ત્યારબાદ મુંબઈમાં એક મોટી મીડિયા ઇવેન્ટ રાખવામાં આવી હતી. ડિરેક્ટર નિતેશ તિવારી અને પ્રોડ્યુસર નમિત મલ્હોત્રા મંચ પર હાજર હતા પરંતુ રણબીર ત્યાં દેખાયો નહીં. ફિલ્મ 'રામાયણ' સાથે જોડાયેલી મહત્વની વાતો
    Click here to Read More
    Previous Article
    CSK vs PBKS LIVE Score, IPL 2026 Today Match Updates: MS Dhoni-less Chennai Super Kings take on Shreyas Iyer’s Punjab Kings; Toss, Playing XI news
    Next Article
    સુરતમાં બે અકસ્માતના ભયાનક CCTV:ટ્રકે રિક્ષાને 60 મીટર ઢસડી, ચાલકનું મોત; મધ્ય પ્રદેશની બસની ટક્કરે કેમિકલ વેપારીનું કમકમાટીભર્યું મોત

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment