Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં બે અકસ્માતના ભયાનક CCTV:ટ્રકે રિક્ષાને 60 મીટર ઢસડી, ચાલકનું મોત; મધ્ય પ્રદેશની બસની ટક્કરે કેમિકલ વેપારીનું કમકમાટીભર્યું મોત

    13 hours ago

    સુરતમાં બે ભયાનક અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. બારડોલીમાં નંબર પ્લેટ વગરના ટ્રકે રિક્ષાને અડફેટે લેતા રિક્ષાચાલકનું અને પરવત પાટિયામાં બસની ટક્કરે કેમિકલ વેપારીનું કમકમાટીભર્યું મોત થયું છે. આ બંને અકસ્માતના CCTV વિડીયો સામે આવ્યાં છે. બારડોલીમાં ટ્રકે રિક્ષાને અડફેટે લઈ 50-60 મીટર સુધી ઢસડી બારડોલીમાં આજે ટ્રક અને રિક્ષા વચ્ચે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. શહેરની જૂની કોર્ટ સામેના માર્ગ પર એક નંબર પ્લેટ વગરના માટી ભરેલા ટ્રકે રિક્ષાને અડફેટે લઈ રસ્તા પર દૂર સુધી ઢસડતા રિક્ષાચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જે ધ્રુજારી લાવી દે તેવા છે. પલસાણાના તાતીથૈયા ગામે રહેતા અને મૂળ અયોધ્યાના વતની રામઅવતાર તુલસીરામ મોર્ય (ઉ.વ. 48) પોતાની રિક્ષા નંબર: GJ 05 AZ 6506 લઈને પત્ની નાનકાબેન અને સંતાન સાથે પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન મિઢોળા નદીથી લીનીયર બસ સ્ટેન્ડ તરફ આવતા રોડ પર પાછળથી પૂરઝડપે આવી રહેલા માટી ભરેલા એક હાઈવા ટ્રકે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. રિક્ષાચાલકનું ઘટનાસ્થળે જ મોત અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રક ચાલકે રિક્ષાને અડફેટે લીધા બાદ ઉભી રાખવાને બદલે તેને રસ્તા પર આશરે 50થી 60 મીટર સુધી ઢસડી હતી. રિક્ષામાં સવાર રામઅવતાર ટ્રકના વ્હીલ નીચે આવી જતાં તેમનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. સદનસીબે, તેમની પત્ની અને બાળકનો આ અકસ્માતમાં આબાદ બચાવ થયો છે. ટ્રક પર કોઈ પણ પ્રકારની નંબર પ્લેટ નહોતી આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે ટ્રક ચાલક કેટલી બેદરકારીથી વાહન ચલાવી રહ્યો હતો. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ટ્રક પર કોઈ પણ પ્રકારની નંબર પ્લેટ નહોતી. નંબર પ્લેટ વગરના વાહનો શહેરમાં આ રીતે બેફામ દોડતા હોવાથી પોલીસ અને તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર, ગુનો નોંધાયો ઘટનાની જાણ થતાં જ બારડોલી ટાઉન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મૃતકની પત્ની નાનકાબેનની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ- 281, 106(1) તથા એમ.વી.એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાનું વાહન મૂકીને નાસી છૂટ્યો હતો. હાલ પોલીસે ટ્રક કબજે કરી ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. દિન-પ્રતિદિન વધતા જતાં ભારે વાહનોના આતંક સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરવત પાટિયામાં MP રોડવેઝની બસે ટક્કર મારતા કેમિકલ વેપારીનું કરુણ મોત સુરત શહેરના પરવત પાટિયા વિસ્તારમાં હનુમાન મંદિર પાસે મધ્યપ્રદેશ સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસના ચાલકે ગફલતભરી રીતે બસ હંકારી એક મોપેડને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 60 વર્ષીય કેમિકલ વેપારીનું મોત નીપજ્યું છે, જ્યારે તેમની સાથે મોપેડ પર બેસેલા અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. મધ્યપ્રદેશ પરિવહનની બસ અડફેટે લેતા અકસ્માત સર્જાયો મળતી માહિતી મુજબ, પરવત પાટિયાની સમ્રાટ ટાઉનશીપમાં રહેતા અને કેમિકલનો વ્યવસાય કરતા ગજેન્દ્રકુમાર હુકમીચંદ જૈન (ઉં.વ. 60) બે દિવસ પહેલા પોતાની હીરો મેસ્ટ્રો મોપેડ (નંબર GJ-05-SN-4798) લઈને ઘરનો સામાન લેવા અથવા કોઈ કામ અર્થે નીકળ્યા હતા. તેમની સાથે મોપેડ પર તેમના મિત્ર ચંદ્રપ્રકાશ ચંપકલાલ જૈન પણ સવાર હતા. જ્યારે તેઓ પરવત પાટિયા હનુમાન મંદિર પાસે મેઈન રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવતી મધ્યપ્રદેશ પરિવહનની બસ (નંબર MP-46-ZE-4356) ના ચાલકે મોપેડને અડફેટે લીધું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે બસની ટક્કર વાગતા જ વેપારી ગજેન્દ્રકુમાર હવામાં 5 ફૂટ દૂર ફેંકાયા હતા અને રોડ પર પટકાયા હતા. તેમને માથાના ભાગે અને ડાબા કાનમાંથી પુષ્કળ લોહી નીકળવા લાગ્યું હતું. જ્યારે તેમની મોપેડ બસના આગળના ટાયર પાસે ફસાઈ ગઈ હતી.
    Click here to Read More
    Previous Article
    રણબીર કપૂરની ફિલ્મ 'રામાયણ'ના ટીઝર પર વિવાદ:ભારત પહેલા વિદેશમાં બતાવવા પર ફેન્સ ભડક્યા; પ્રોડ્યુસરે કહ્યું- ભાગલા ન પાડો, રામ બધાના છે
    Next Article
    ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી:ન્યુ ચાંદખેડામાં ઢોંસાની દુકાનના કિચનમાં આગ લાગવાની ઘટના, માર્જિનની જગ્યામાં શેડમાં બનાવ બન્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment