Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવનિત બાલધિયા કોંગ્રેસમાં જોડાયા:કહ્યું-જો તક મળશે તો ચૂંટણી પણ લડીશ

    4 days ago

    બગદાણા વિવાદનું કેન્દ્ર રહેલા નવનીત બાલધિયા ફરી ચર્ચામાં આવ્યા છે. નવનીત બાલધિયા રાજકીય સફર શરૂ કરી કોંગ્રેસનો ખેસ પહેર્યો છે. અમિત ચાવડાએ ખેસ પહેરાવી કોંગ્રેસમાં તેમનો પ્રવેશ કરાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, હજી થોડા સમય પહેલા જ નવનીત બાલધીયા પર જીવલેણ હુમલો થયો હતો. જેમાં લોક સાહિત્યકાર માયા આહિરના દીકરા જયરાજ પર હુમલો કરાયાનો આરોપ લાગ્યો હતો. આ પ્રકરણમાં સરકારે સીટની રચના કરી હતી. સીટની રચના બાદ માયાભાઈ આહિરના દિકરાની ધરપકડ થઈ હતી. નવનીત બાલધિયાની પોલિટિકલ એન્ટ્રી આ મહિનાની શરૂઆતમાં બગદાણા ધામના સેવક નવનીત બાલધિયા પર હુમલાની ઘટના બની હતી. આ ઘટનાને સમગ્ર કોળી સમાજે વખોડી હતી. જેના બાદ રાજ્યભરમા કોળી સમાજના આગેવાનો અને લોકો ન્યાય માયે રસ્તા પર ઉતર્યા હતા. આ મુદ્દે સંમેલન પણ યોજાયા હતા. છેક ગાંધીનગર સુધી કોળી સમાજ પહોંચ્યો હતો. નવનીત બાલધિયાને ન્યાય અપાવવા માટે કોળી સમાજની એકતા જોવા મળી હતી.
    Click here to Read More
    Previous Article
    આસ્ટોડિયામાં હનુમાન જયંતિ:શ્રી બાલા હનુમાન મંદિરે ભક્તોએ દર્શન કરી પ્રસાદનો લાભ લીધો
    Next Article
    કાલુપુર ટંકશાળમાં હનુમાન જયંતિ ઉજવાઈ:જહાંપનાની પોળના રહીશોએ મંદિરે આરતી કરી, પ્રસાદ વહેંચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment