Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જલાલપોરમાં મહિલાનું વોટ્સએપ હેક:'મારે તાત્કાલિક પૈસાની જરૂર છે' કહી સગા-સંબંધીઓ પાસે પૈસા માંગ્યા,અજાણ્યા ઠગ સામે ગુનો

    10 hours ago

    નવસારીના જલાલપોરમાં એક મહિલાનું વોટ્સએપ એકાઉન્ટ હેક કરીને તેમના સગા-સંબંધીઓ પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અજાણ્યા શખ્સે 'સાહિલ' તરીકે ઓળખ આપીને મહિલા પાસેથી OTP મેળવી લીધો હતો અને ત્યારબાદ આ છેતરપિંડી આચરી હતી. નવસારી જિલ્લામાં સાયબર ક્રાઈમના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સંદર્ભમાં, જલાલપોર પોલીસ મથકે ઓનલાઈન ફ્રોડની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જલાલપોર રોડ પર આવેલી સ્મૃતિ કુંજ સોસાયટીમાં રહેતા એક મહિલાના વોટ્સએપ એકાઉન્ટને હેક કરીને તેમના પરિચિતો પાસેથી નાણાંની માંગણી કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, જલાલપોર વિસ્તારની બી-16, સ્મૃતિ કુંજ સોસાયટીમાં રહેતા 46 વર્ષીય પ્રવીણાબેન સુરેશભાઈ વાડદોરિયા ગત 30 માર્ચ, 2026ના રોજ સાંજે 6:30 થી 7:00 વાગ્યાના અરસામાં તેમના મોબાઈલ પર એક અજાણ્યા શખ્સનો સંપર્ક થયો હતો. આ શખ્સે પોતાની ઓળખ 'સાહિલ' તરીકે આપીને પ્રવીણાબેન પાસેથી વાતોમાં ભળાવીને ઓ.ટી.પી. (OTP) મેળવી લીધો હતો. જેવો પ્રવીણાબેને ઓટીપી આપ્યો કે તરત જ ઠગબાજે તેમનું વોટ્સએપ એકાઉન્ટ પોતાના નિયંત્રણમાં લઈ લીધું હતું. ત્યારબાદ આ ઠગ શખ્સે પ્રવીણાબેનના કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા સગા-સંબંધીઓ અને મિત્રોને મેસેજ કરવાનું શરૂ કર્યું હતું. 'મારે તાત્કાલિક પૈસાની જરૂર છે' તેમ કહીને પ્રવીણાબેનના નામે નાણાંની માંગણી કરીને છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે છેતરાયા હોવાનો અહેસાસ થતાં પ્રવીણાબેને તાત્કાલિક જલાલપોર પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. પોલીસે અજાણ્યા મોબાઈલ ધારક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ તેમજ આઈ.ટી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં જલાલપોર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન. આઈ. રાઠોડના માર્ગદર્શન હેઠળ PSI દ્વારા આ કેસની ટેકનિકલ તપાસ ચલાવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં હથિયાર જમા કરાવવા કલેક્ટરનો આદેશ:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પરવાનેદારોને 7 દિવસમાં હથિયાર જમા કરવા ફરજિયાત
    Next Article
    Arvalli Hotel Conflict | શામળાજીમાં હોટલ પર બબાલ | Group Conflict | Nuisance | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment