Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગીરા પર દુષ્કર્મ, ઇન્સ્ટાગ્રામની મિત્રતા ભારે પડી:મહેંદી શીખવા જતી ત્યારે પ્રેમજાળમાં ફસાવી એકલતાનો લાભ ઉઠાવ્યો; આરોપી સીરાજ ગણતરીની કલાકોમાં જ જેલહવાલે

    9 hours ago

    ગીર સોમનાથના મુખ્ય મથક વેરાવળમાં સગીર વયની દીકરી પર દુષ્કર્મ અને પોક્સો હેઠળનો ગંભીર ગુનો નોંધાતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મહેંદી શીખવા જતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની મજબૂરી અને એકલતાનો લાભ લેનાર 19 વર્ષીય શખસને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે. સોશિયલ મીડિયાથી શરૂ થયો સિલસિલો પ્રાપ્ત વિગતો અનુસાર, ભોગ બનનાર સગીરા ઓનલાઇન મહેંદી ક્લાસ શોધતી હતી. આ દરમિયાન ઇન્સ્ટાગ્રામ દ્વારા તેની મુલાકાત વેરાવળમાં જ રહેતી અને મહેંદી શીખવતી અન્ય એક સગીરા સાથે થઈ હતી. પીડિતા ત્યાં મહેંદી શીખવા જતી હતી. આ દરમિયાન મહેંદી શીખવનાર સગીરાના ભાઈ મહમદ સીરાજ ઇમરાનભાઈ ચૌહાણ (ઉં. 19)એ પીડિતા સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી વાતચીત શરૂ કરી હતી. વિશ્વાસઘાત અને બળજબરી આશરે 15 દિવસ પૂર્વે જ્યારે પીડિતા હંમેશ મુજબ મહેંદી શીખવા માટે આરોપીના ઘરે ગઈ હતી, ત્યારે આરોપી મહમદ સીરાજે રૂમમાં એકલતાનો લાભ લીધો હતો. તેણે સગીરાને વાતોમાં ફસાવી, તેની સાથે બળજબરી કરી શારીરિક સંબંધ બાંધ્યો હતો. ફોટોએ ખોલ્યો પાપનો ઘડો આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે પીડિતાના પરિવારે તેના મોબાઈલમાં આરોપી સાથેનો ફોટો જોયો હતો. પરિવારે કડકાઈથી પૂછપરછ કરતાં પીડિતા ભાંગી પડી હતી અને પોતાની સાથે થયેલી આપવીતી માતાને જણાવી હતી. દીકરીની કેફિયત સાંભળી ચોંકી ઉઠેલા માતાએ તાત્કાલિક વેરાવળ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને દબોચ્યો ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી જૂનાગઢ રેન્જના DIG રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા પોલીસવડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વેરાવળ સિટી PI જે.એન. ગઢવીની આગેવાનીમાં સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023 (BNS)ની કલમ 64(1) તેમજ પોક્સો (POCSO) એક્ટની કલમ 3(એ) અને 4 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટના ફરી એકવાર સોશિયલ મીડિયાના જોખમો અને સગીર બાળકોના ઓનલાઇન સંપર્કો પ્રત્યે વાલીઓએ સતર્ક રહેવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. પોલીસની આ ત્વરિત કામગીરીને વેરાવળના નગરજનોએ બિરદાવી છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યપાલના હસ્તે ડૉ. અર્જુન નિમાવતને PhD ડિગ્રી એનાયત:ઇતિહાસ વિષયક્ષેત્રમાં બોટાદ શહેર પર ઐતિહાસિક સંશોધન કર્યું
    Next Article
    Piyush Mishra opens up about his struggle with alcoholism: ‘I said hurtful things to my mother, made obscene calls to women’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment