Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યપાલના હસ્તે ડૉ. અર્જુન નિમાવતને PhD ડિગ્રી એનાયત:ઇતિહાસ વિષયક્ષેત્રમાં બોટાદ શહેર પર ઐતિહાસિક સંશોધન કર્યું

    2 days ago

    ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ડૉ. અર્જુન નિમાવતને પીએચ.ડી. (P.H.D.) ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. આ પદવીદાન સમારોહ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે યોજાયો હતો, જે યુનિવર્સિટીનો ૧૦મો પદવીદાન સમારોહ હતો. ડૉ. અર્જુન નિમાવતએ ઇતિહાસ વિષયક્ષેત્રમાં બોટાદ શહેર પર ઐતિહાસિક સંશોધન કર્યું છે. તેમના આ મહત્વપૂર્ણ સંશોધનને શૈક્ષણિક જગતમાં મૂલ્યવાન યોગદાન તરીકે ઓળખવામાં આવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ડૉ. નિમાવતને ડિગ્રી એનાયત કરતી વખતે તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના કાર્યની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ભરત બી. રામાનુજે જણાવ્યું હતું કે પદવી આપવી એ માત્ર ઔપચારિક પ્રક્રિયા નથી, પરંતુ પરિશ્રમનું પરિણામ છે. આ પદવીદાન સમારોહમાં ભાવનગર મહારાણી સંયુક્તા કુમારી, સંસદ નિમુબેન બાંભણીયા, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, ભાવેશભાઈ જાની સાહેબ અને વિવિધ વિભાગોના અધ્યક્ષો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પાટીદારોના ગઢ વોર્ડ નં-2માં પતિ-પત્ની વચ્ચે થશે જંગ?:ભાજપમાંથી ધાર્મિક માલવિયાની દાવેદારી, પત્ની મોનાલી હીરપરાએ AAPમાંથી દાવેદારી કર્યાંનો ધર્મેશ ભંડેરીનો દાવો
    Next Article
    સગીરા પર દુષ્કર્મ, ઇન્સ્ટાગ્રામની મિત્રતા ભારે પડી:મહેંદી શીખવા જતી ત્યારે પ્રેમજાળમાં ફસાવી એકલતાનો લાભ ઉઠાવ્યો; આરોપી સીરાજ ગણતરીની કલાકોમાં જ જેલહવાલે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment